Abtak Media Google News
  • કેરીની 19 વખારોમાં કોર્પોરેશનનું ચેકીંગ
  • રૈયારોડ, છોટુનગર, પંચનાથ પ્લોટ, સદર બજાર, કિશાનપરા ચોક સહિતના વિસ્તારોમાં ચેકીંગ દરમિયાન ફ્રૂટના ધંધાર્થીઓને ફૂડ લાયસન્સ અને ગોડાઉનમાં ફળોની યોગ્ય જાળવણી માટે કરાઇ તાકીદ
  • કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા આજે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં કેરીના 19 ગોડાઉનમાં ઓચિંતું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ફળોના વેપારીઓને ફૂડ લાયસન્સ અને માલની યોગ્ય જાળવણી અંગે નોટિસ આપવામાં આવી હતી.

ઉનાળાની સિઝનમાં કેરીનો વપરાશ વધુ માત્રામાં થતો હોય છે. આવામાં વેપારીઓ વધુ નફો કમાવવાની લાલચમાં કેરી સહિતના ફળોને પકાવવા માટે કેલ્શિયમ કાર્બાઇડ કે અમાન્ય કેમિકલનો ઉપયોગ કરતા હોય છે. આજે કોર્પોરેશનની ફૂડ વિભાગની ટીમ દ્વારા ચેકીંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. જેમાં રૈયારોડ અલ્કાપુરીમાં ન્યૂ ભારત ફ્રૂટ્સ, હનુમાન મઢી પાસે છોટુનગર મેઇન રોડ પર કિસ્મત ફ્રૂટ્સ અને બાલાજી ફ્રૂટ્સ, પંચનાથ પ્લોટમાં નવરંગ સિઝન સ્ટોર્સ, રામનાથ સિઝન સ્ટોર્સ અને ગેલેક્સી ફ્રૂટ્સ, સદર બજાર ચોકમાં જે.કે. સિઝન સ્ટોર્સ, સાંઇનાથ સિઝન સ્ટોર્સ, શ્રીનાથજી ફ્રૂટ્સ એન્ડ કોલ્ડ્રીંક્સ, સદર બજાર મેઇન રોડ પર ભગતભાઇ એન્ડ સન્સ, શ્રીજી સિઝન સ્ટોર્સ, ઠક્કર કેરી, ફેમસ સિઝન સ્ટોર્સ, પ્રતિક સિઝન સ્ટોર્સ, કલ્પના કેરી અને ભોલેનાથ કેરી ભંડાર જ્યારે કિશાનપરા ચોકમાં જય ગુરૂદેવ મેંગો ફાર્મ, પટેલ મેંગો ફાર્મ અને શ્રીરામ મેંગો ફાર્મમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

Advertisement

આ ઉપરાંત હનુમાન મઢી ચોકથી રૈયારોડ અને સાધુ વાસવાણી રોડ વિસ્તારમાં ખાણીપીણીની 29 દુકાનોમાં ચેકીંગ હાથ ધરાયું હતું. જે અંતર્ગત 20 સ્થળે નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. પારસ ફરસાણ, જય હિંગળાજ રેસ્ટોરન્ટ, હરસિધ્ધી ફૂડ ઝોન, ર્માં અન્નપૂર્ણા ભોજનાલય, આશિર્વાદ સેલ્સ એજન્સી, શ્રીનાથજી ફરસાણ, સિયારામ આઇસ્ક્રીમ, હિમાલય સોડા શોપ, ગોલા પોઇન્ટ, ભૂમિ નાસ્તા હાઉસ, ભોલેનાથ ડેરી, શ્રીરવિ પ્રોવિઝન સ્ટોર, બંસી ફરસાણ, જય જુલેલાલ દાળ-પકવાન અને જય અંબે દાળ-પકવાનને ફૂડ લાયસન્સ મેળવવા સંદર્ભે નોટિસ આપવામાં આવી હતી.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.