Abtak Media Google News

ચાબહાર બંદરના વિકાસથી ભારત વિશ્ર્વભરમાં વેપાર વધારો કરી શકશે

ભારતના વેપાર-વ્યવહારને વિશ્ર્વ ફલક પર વધુને વધુ વ્યાપા બનાવવાની સરકારની રણનીતી અને ખાસ કરીને પાકિસ્તાન અને ચીન જેવા નિકતમ શત્રુઓની દરિયા બંદર વિકાસ પરિયોજના અને પાકિસ્તાને ચીનને તાસક પર ધરી દીધેલા ગ્વાદર બંદર સામે ભારતે ઇરાનનું ખુબ જ મહત્વનું ચાબહાર બંદર વિકસાવાનો પ્રોજેકટ હાથ પર લીધો હતો.

ચાબહાર બંદરના વિકાસથી ભારત આખાત થઇ ને વિશ્ર્વભરમાં વેપાર વધારો કરી શકશે.

ભારત અને ઇરાન વચ્ચે ચા બહાર બંદરની વિકાસ માટે થયેલી સમજુતી અને પરિયોજનાને વેગવાન બનાવવા દ્વિપક્ષીય સહમતિ કરવામાં આવી છે. ભારતના વિદેશમંત્રી  એસજયશંકરે ઇરાનના પોતાના સહયોગી જાવેદજરીફ સાથે પ્રાદેશીક અને વૈશ્ર્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. ચા બહાર બંદર ભારત-ઇરાન અને અફધાનિસ્તાન દ્વારા સંયુકત રીતે વિકસાવીને મઘ્ય એશિયાના દેશો સાથે વ્યાપાર-વ્યહવારની સુવર્ણતકો મેળવવા માટે આ બંદર કામ આવશે.

હિંદ મહસાગરમાં સિસ્તામ અને બ્લુચીસ્તાન જેવા ઇરાનના ભાગ સાથે સરળતાથી જોડાણ માટે ચાબહાર બંદર ખુબ જ ઉપયોગી સાબિત થશે.

વિદેશમંત્રી એસ. જયશંકરે બે દિવસની મુલાકાત લઇને ઇરાનમાં મંત્રી જરીફ સાથે બે દિવસની મુલાકાત લઇને આ પરિયોજના અંગે મહત્વની ચર્ચા કરી હતી. હવે પછી ઇરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાની સાથે વાતચીત થશે.

ભારત-ઇરાનની આ સંયુકત  બેઠક ખુબ જ ફળદાયી નિવડી હોવાનું એસ જયશંકરે જણાવ્યું હતું  તેમણે કહ્યું હતું કે ચાબહાર પરિયોજના આગળ વધારવા બન્ને દેશો તત્પર છે.

7537D2F3 18

અમેરિકાએ ભારત પર ઇરાન સાથેના વ્યહવારો સીમીત કરવા ઉભા કરેલા રાજદ્વારી દબાણના માહોલમાં આ બેઠક ખુબ જ મહત્વની માનવામાં આવે છે. જો કે અમેરિકાએ આ પ્રોજેકટ પર છુટછાટનું વલણ અપનાવ્યું છે. વોશ્ગિટને જણાવ્યું હતું કે આ પ્રોજેકટ યુઘ્ધગ્રસ્ત અફધાનિસ્તાન માટે ભારતમાંથી માનવીય સહાય મેળવવા માટે લાઇફ-લાઇન બની રહેશે. વિદેશ મંત્રી એસ જયશંકરે જરીફનો સહકાર અને ભાવભરી મહેમાન ગતિ માટે આભાર માન્યો હતો. એસ જયશંકરે જણાવ્યું હતું કે ચાબહાર બંદર પરિયોજનાના પ્રોજેકટને આગળ વધારવાના ચર્ચા ખુબ જ સારી રીતે થઇ હતી. આ બેઠક પ્રાદેશિકથી લઇ વૈશ્ર્વિક સ્તરે ફળદાયી બનવાનો આશાવાદ ઉભો થયો છે. ભારત અને ઇરાન પરસ્પરના લાભોની સુરક્ષા સાથે એક સાથે એક સાથે આ પ્રોજેકટ પર કામ કરશે આ અગાઉ જેરીફે રવીક કરીમે જણાવ્યું હતું કે અમારા બન્ને દેશો વચ્ચે પરસ્પરના દ્વિપક્ષીય સંબંધો પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ અને બન્ને દેશોના હક, હિત સાથે જોડાયેલા મુદ્ાઓની  ચર્ચા કરવામાં આવી હતી.

ભારત અને ઇરાનનાં સંબંધો જુગજુના ઐતિહાસિક અને ચતુર હોવાનું તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન  નરેન્દ્ર મોદી ઇરાનના રાષ્ટ્રપ્રમુખ  રૂહોનીને આ મહિને જ યોજાયેલા સંયુકત રાષ્ટ્ર મહાસંઘના ૭૪માં સત્રની બેઠકમાં મળ્યા હતા. વડાપ્રધાને ખાતરી આપી હતી કે ભારત આખાતના દેશોમાં શાંતિ, સુરક્ષા અને આંતકીય ગતિ વિધિઓ સામે સુદઢ માહોલ માટે ઇરાન સાથે સંબંધો વધારવાને સૌથી સૌથી વધુ પ્રાથમિકતા આપે છે.

મે ૨૦૧૬ માં ભારત-ઇરાન અને અફધાનિસ્તાને સંયુકત રીતે એક પ્રોજેકટને કાગળ ઉપર આકાર આપીને ત્રણેય દેશોને વિધીંને  જાય તેવા પરિવહન કોરિડોરનું સ્વપ્નનું જોયું હતું. આ કોરિડોરથી ત્રણેય દેશો ચા બહાર બંદરનો ઉપયોગ કરી શકે. ઇરાનના ચા બહાર બંદરથી માલ પરિવહન અને ઉતારુઓની અવર જવર સહિત સઁપૂર્ણ પણે પરિવહન વ્યવસ્થા ઉભી કરવાનો ચાબહાર પ્રોજેકટ બનાવ્યો હતો. ઇરાનના સિસ્તાન બ્લોચીસ્તાનમાં આવેલા ચા બહાર બંદર તેલ સમૃઘ્ધ રાષ્ઠ્રના દક્ષિણ કિનારેથી ભારત સાથે પશ્ર્ચિમી કિનારા સાથે સરળતાથી ઉપયોગી થઇ શકે છે.

પાકિસ્તાનને ચીન સાથે ચા બહારથી ૮૦ કી.મી. દુર આવેલા ગ્વાદરે બંદર વિકાસની પરિયોજના  હાથ પર લીધી છે તેના વ્યુહાત્મક જવાબના રુપે ભારત ચા બહાર બંદર તૈયાર કરી રહ્યું છે. ભારત અફધાનિસ્તાન અને ઇરાનના સહયોગથી ત્રણેય દેશો વચ્ચે પાકિસ્તાનને એક બાજુ મુકીને ટ્રેડ રૂટ ઉભુ કરી રહ્યું છે.

ઇરાન ભારત માટે ઇરાક અને સાઉદી અબર પછી ત્રીજુ સૌથી મોટુ ફુડ સપ્લાયર ત્રીજુ દેશ છે. ઇરાનમાંથી એપ્રિલ ૨૦૧૭ દરમિયાન ૧૮.૪ મીલીયન ટન ફુડ ઓાઇલ ભારતમાંથી આવ્યું હતું.

ઇરાનના ચાબહાર બંદરના વિકાસ પરિયોજના ને જલ્દીથી સાકાર કરવા માટે ઇરાન અને ભારત વચ્ચે સંયુકત સમજુતીથી આ કાર્ય વેગવાન બનાવીને પ્રોજેકટ ટુંકમાં પુરો કરવાનું લક્ષ્ય નાખવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.