Abtak Media Google News

રાજકોટમાં કૃષી મંત્રી આર.સી.ફળદુ અને કુંવરજી બાવળીયા તેમજ વડોદરામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે સહાય ચૂકવવાનો પ્રારંભ થશે

રૂપાણી સરકાર દ્વારા ખેડૂતોને કમોસમી વરસાદી થયેલ નુકશાન બદલ રૂા.૩૭૯૫ કરોડની કૃષી સહાય જાહેર કરવામાં આવી હતી. આવતીકાલે સુશાસન દિવસની ઉજવણીમાં આ સહાયના નાણા ચૂકવવાનું શરૂ કરવામાં આવનાર છે. રાજકોટમાં કૃષિ મંત્રી આર.સી.ફળદુ અને કુંવરજી બાવળીયા તેમજ વડોદરામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે સહાય ચૂકવવાનો પ્રારંભ થવાનો છે.

આવતીકાલે સ્વ.અટલ બિહારી બાજપાઈના જન્મદિવસને ભાજપ સુશાસન દિવસ તરીકે ઉજવવાનું છે. આ દિવસે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના આગ્રહ મુજબ કૃષિ વિભાગ દ્વારા કૃષિ સહાયના નાણા ચૂકવવાનું શરૂ કરવામાં આવનાર છે. આ અંગે કૃષી મંત્રી આર.સી.ફળદુએ રાજકોટમાં પત્રકાર પરિષદ યોજીને વિગતો આપી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, રાજ્યના ૫૬ લાખ ખેડૂતોના હિત માટે કૃષિ વિભાગ હંમેશા કાર્યરત રહ્યું છે. તાજેતરમાં કમોસમી વરસાદના પગલે ખેડૂતોને ભારે નુકશાન સહન કરવાનો વારો આવ્યો હતો. ત્યારે સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા ૩૭૯૫ કરોડની માતબર રકમની કૃષિ સહાય જાહેર કરવામાં આવી હતી. આ માટે હાલ રજિસ્ટ્રેશન પ્રક્રિયા ચાલી રહી છે. અત્યાર સુધીમાં રાજ્યના ૨૪ લાખી વધુ ખેડૂતોએ સહાય માટે અરજી કરી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની લાગણી મુજબ સુશાસન દિવસી જ ખેડૂતોને આ સહાય ચૂકવવાનો પ્રારંભ કરવામાં આવનાર છે. વડોદરા ખાતે આયોજીત કાર્યક્રમમાં મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે તેમજ રાજકોટના તરઘડીયા ગામ ખાતે કૃષિ મંત્રી આર.સી.ફળદુ અને કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે સહાય ચૂકવવાનો પ્રારંભ થવાનો છે. આ સહાય ખેડૂતોના ખાતામાં જમા થવાની છે. અંતમાં કૃષિમંત્રી આર.સી.ફળદુએ જે ખેડૂતોએ સહાય માટે અરજી ન કરી હોય તે માટે વહેલીતકે અરજી કરવા અનુરોધ કર્યો હતો.

કેબીનેટમાં કૃષિ સહાયની મુદત વધારવા તેમજ હેલ્મેટની અમલવારી અંગે ચર્ચા થશે

કૃષિ મંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે, હજુ ઘણા ખેડૂતોએ કૃષિ સહાયનો લાભ લેવા માટે અરજી કરી નથી. ખેડૂતો પોતાના કામમાંથી નવરા થતા ન હોય માટે હજુ સુધી તેઓએ અરજી ન કરી હોય તેવું માનવામાં આવી ર્હયું છે. માટે કોઈ ખેડૂત કૃષિ સહાયી વંચિત ન રહે તે માટે કૃષિ વિભાગ પ્રયત્નશીલ છે. આ અંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું ધ્યાન દોરવામાં આવ્યું છે. હાલ અરજીની મુદતમાં વધારો કરવાની વિચારણા ચાલી રહી છે. આ અંગે કેબીનેટમાં ચર્ચા કરવામાં આવશે. વધુમાં આર.સી.ફળદુએ હેલ્મેટના કાયદા અંગે જણાવ્યું હતું કે, હેલ્મેટનો કાયદો હાલ પુરતો સ્ગિત રાખવામાં આવ્યો હતો. તેની અમલવારી વિચારણા હેઠળ છે. કેબીનેટમાં હેલ્મેટની અમલવારી અંગે પણ ચર્ચા કરવામાં આવનાર છે.

કંપનીઓ પાસે ખરીફ પાકનો વિમો ચૂકવવા ૩૧ જાન્યુઆરી અને કપાસ માટે ૩૧ મે ડેડલાઈન

કૃષિ મંત્રી આર.સી.ફળદુએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, કાયદા પ્રમાણે વિમા કંપનીઓ ઉપર ખરીફ પાકનો વિમો ચૂકવવા માટે ૩૧ જાન્યુઆરી અને કપાસના પાકના વિમો ચુકવવા માટે ૩૧ મે સુધી સરકાર દબાણ કરી શકતી નથી. અગાઉી જ તેઓની ડેડલાઈન નિર્ધારીત કરવામાં આવી છે. આ ડેડલાઈન વિત્વા છતાં જો વિમા કંપની ખેડૂતોને વિમાની રકમ ન ચૂકવે તો તેની પાસેી ૧૨.૫ ટકા લેખે વ્યાજની પણ વસુલાત કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.