Abtak Media Google News

જામજોધપુરના જીણાવાડી ગામના યુવકને પથ્થરીની સારવાર  માટે રાજકોટની હોસ્પિટલમાં લાવતા જીવલેણ અકસ્માત નડયો: ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા સર્જાયો ગમખ્વાર અકસ્માત

ન જાણ્યુ જાનકી નાથે સવારે શું થવાનું છે તે ઉક્તિને સાર્થક કરતો બનાવ સવારે ધ્રોલ અને પડધરી વચ્ચે કરૂણ રીતે સાર્થક થયો હતો. જામજોધપુરના જીણાવાડીના યુવકને પથ્થરીની સારવાર માટે રાજકોટની હોસ્પિલમાં સગર પરિવારની ઇક્કો કાર લઇ આવી રહ્યો હતો ત્યારે કાર ઉંડ નદીના પુલ પરથી ખાબકતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ચારના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજયા છે. એકને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જામજોધપુર તાલુકાના જીણાવાડી ગામેથી રાજકોટ હોસ્પિટલમાં સારવાર માટે જી.જે.૧૦ટીવી. ૭૫૧૭ નંબરની ઇક્કો કાર ભાડે બંધાવી જીણાવડીથી રાજકોટ આવી રહ્યા હતા. ત્યારે ઇક્કો કાર ધ્રોલ-પડધરી પર ફલ્લા અને સોયલ વચ્ચે ઉંડ નદીના પુલ પર પહોચી ત્યારે કારના ચાલક ધીરૂભાઇ ભીમજીભાઇ કડાવલાએ સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર પુલ પરથી નીચે ખાબકતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા રસિકભાઇ ભીમાભાઇ કડાવલા, ટપુભાઇ કાનાભાઇ કારેણા, નારણભાઇ કરશનભાઇ ચૌહાણ અને હરેશભાઇ અરજણભાઇ કડાવલાના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા છ. જ્યારે કાર ચાલક ધીરૂભાઇના પગમાં ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

7537D2F3 22

ગમખ્વાર અકસ્માતના બનાવની જાણ થતા ધ્રોલ પોલીસ મથકના પી.એસ.આઇ. વી.કે.ગઢવી, સી.એમ.ધાંધલ્યા, હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઇ આહિર, રાઇટર જયેશભાઇ ભટ્ટ ઘટના સ્થળે પહોચી ગ્રામજનોની મદદથી રેસક્યુ ઓપરેશન કરી મૃતકોને બહાર કોઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડયા છે. અકસ્માતના કારણે કારનો બુકડો બોલી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.