Abtak Media Google News
  • એક્ટિવા પર હોસ્પિટલ જતી વેળાએ કાળ મુખા ડમ્પર નું ટાયર ફરી વળતાં કાળનો કોળિયો બની 

શહેરમાં દિન પ્રતિ દિન અકસ્માતના બનાવવામાં એકાએક વધારો થઈ રહ્યો છે.કારણ કે શહેરના માર્ગ પર ડમ્પર અને ટ્રક ચાલકો બેફામ ડ્રાઇવિંગ કરતા હોવાથી શહેરીજનો તેનો ભોગ બની રહ્યા છે ત્યારે વધુ એક બનાવો તેમાં સામે આવ્યો છે. કોઠારીયા રોડ પર રહેતી ડેન્ટિસ્ટ યુવતી હોસ્પિટલ પર જઈ રહી હતી ત્યારે શુભ રેસ્ટોરન્ટ પાસે ઝડપે આવતા ડમ્પરે તેના એકટીવાને ઠોકર મારતા તેનું ઘટના સ્થળે જ કમ કમાટી પડ્યું મોત નીપજ્યું હતું બનાવની જાણ થતા જ પરિવારમાં શોપ નું મોજું ફરી વળ્યું હતું.

બનાવ અંગેની મળતી માહિતી અનુસાર કોઠારીયા રોડ પર આવેલ ભુવનેશ્વરી સોસાયટીમાં રહેતી આયુષીબેન જગદીશભાઈ વાડોદરિયા નામની 22 વર્ષીય ડેન્ટિસ્ટ યુવતી આજે બપોરના સમયે પોતાના એકટીવા પર હોસ્પિટલ તરફ જઈ રહી હતી ત્યારે કોઠારીયા રોડ પર આવેલ શુભ રેસ્ટોરન્ટ પાસે પુરુ પાડ ઝડપે આવતા ડમ્પરે તેના એકટીવા ને ઠોકર મારતા તે રોડ પર નીચે પટકાય હતી અને તેના પર કાળ મુખું ડમ્પર નું ટાયર ફરી ભર્યું હતું. જેથી તેનું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ પોલીસ અને 108 ને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને યુવતીના મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો.

યુવતીના મોતની જાણ તેના પરિવારજનોને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે યુવતી દાંતના સ્કેનિંગ નું કામકાજ કરતી હતી. અને તેના માતા પિતા મૂળ જામજોધપુરના કલ્યાણપુર ખાતે રહેતા હતા. જ્યારે આશાસ્પદ યુવતીના મોતથી પરિવારજનોમાં અરેરાટી વ્યાપી છે. અને પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.