Abtak Media Google News

પ્રદર્શનમાં ૧૧૦થી વધુ ફોટોગ્રાફરના ૩૦૦ જેટલા ફોટોગ્રાફ્સ રજૂ થશે: ક્લબના મેમ્બરો અબતકના આંગણે

ફોટોગ્રાફી ક્લબ રાજકોટના જરૂરીયાતમંદ બાળકોના લાભાર્થે, ૩ થી ૫ જાન્યુઆરી દરમિયાન શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરી ખાતે ફોટોગ્રાફી એક્ઝિબિશન કરવા જઈ રહ્યું છે. રાજકોટની કેટલીક નામાંકિત વ્યકિતઓ અને મહાનુભાવો આ એક્ઝિબિશનમાં રસ લઈ વ્યકિતગત રીતે હાજરી આપશે. ક્લબના જણાવ્યા મુજબ મોટી સંખ્યામાં ખૂબ જ નજીવી કિંમત ધરાવતા ફોટોગ્રાફ ખરીદો અને રાજકોટના જરૂરિયાતમંદ બાળકોને મદદ કરવા શહેરની જનતાને અનુરોધ કરાયો છે. ફોટોગ્રાફી ક્લબનાં સભ્યો વર્ષ દરમ્યાન વિવિધ પ્રકારની ફોટોગ્રાફી કરે છે તેમજ એકબીજા સાથે સુમેળ સાધી વિદ્યાર્થી ભાવથી એકબીજાને આ કલા શીખવે છે.

ગૃ્રપનાં ફોટોગ્રાફીની કળામાં ઊંડું જ્ઞાન ધરાવતા ડો. વિમલ હેમાણી, શમશેરસિંઘ સુચારીઆ, નિરવ રાવલ, તપન શેઠ, નિરવ મહેતા, બાબુભાઈ કુંજુ વગેરે ખૂબ જ મહેનત અને ખંતથી ફોટોગ્રાફીની દુનિયાના નવા નિશાળીયાઓને ફોટોગ્રાફી શીખવે છે અને વિવિધ પ્રકારની ફોટોગ્રાફી કરવાની તક આપે છે.

વાહલુંડીનાં વિવાહ જેવા ક્ધયાઓના સમૂહ લગ્નથી માંડીને રાજકોટ મેરેથોન અને રાંદરડાં તળાવ કે લાલપરી તળાવનો પ્લાસ્ટિક મુક્ત કરવા માટેની જહેમત જેવા અનેક ઉમદા કાર્યો ફોટોગ્રાફી ક્લબ ઓફ રાજકોટ ઘણા વખતથી કરી રહ્યું છે.

આ ગૃપનાં અન્ય કાર્યરત સભ્યોમાં અભિષેદ બગડા, વત્સલ કાપડિયા, કૌશલ શાહ, રીધમ સરપદડીયા, અમીશ ચાંગેલા, ભાવિન સાંગડીયા વગેરે ખૂબ જ કુશળતા પૂર્વક ફોટોગ્રાફી શીખી તેમજ શીખવાડી રહ્યા છે.

૨૦૨૦, નવા વર્ષની શરૂઆતમાં જ આ અનોખું ગૃ્રપ તેમના ૧૧૦થી પણ વધુ સભ્યોના ૩૦૦થી પણ વધુ ફોટોગ્રાફ્સના એક્ઝિબિશનનું આયોજન ૩ થી ૫ જાન્યુઆરી દરમ્યાન શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી, રેસકોર્ષ ખાતે યોજી રર્હ્યું છે. જેનો સમય સવારે ૧૦ વાગ્યાથી લઈ રાતે ૧૦ વાગ્યા સુધીનો રહેશે.

આ એકિઝીબીશનમાંથી થનારી બધી જ આવકનો ઉપયોગ સભ્યોએ ઝુંપડપટ્ટીના બાળકોના અભ્યાસ માટે કરવાનો નિર્ણય લીધેલ છે. એક્ઝિબિશન માટે ક્લબના હોદ્દેદારોએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.