Abtak Media Google News

જેટકો સેક્રેટરી જનરલ તરીકે આર.બી. સાવલીયા અને પીજીવીસીએલ સેક્રેટરી જનરલ તરીકે ડી.એમ.સાવલીયા ચૂંટાયા: જીબીઆની સંગઠન શક્તિ વધુ મજબૂત બનાવી દરેક ઈજનેરોના પ્રશ્ર્નોને વાચા આપવાની તા ગ્રાહકોની સમસ્યા નિવારવાની નેમ: નવનિયુક્ત હોદ્દેદારો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

તાજેતરમાં યોજાયેલા જીબીઆના ત્રિવાર્સીક અધિવેશનમાં નવા હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી હતી. જેમાં સંગઠનના સેક્રેટરી જનરલ પદે બી.એમ.શાહ રીપીટ યા હતા. જેટકો સેક્રેટરી જનરલ તરીકે આર.બી.સાવલીયા અને પીજીવીસીએલ સેક્રેટરી જનરલ તરીકે ડી.એમ.સાવલીયા ચૂંટાયા હતા. આ નવનિયુક્ત હોદ્દેદારો બી.એમ. શાહ, આર.બી. સાવલીયા, ડી.એમ.સાવલીયા તેમજ જીતુભાઈ ભટ્ટ, એસ.જી. સોજીત્રા સહિતનાએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને જીબીઆની સંગઠન શક્તિ વધુ મજબૂત બનાવી દરેક ઈજનેરોના પ્રશ્ર્નોને વાચા આપવાની તા ગ્રાહકોની સમસ્યા નિવારવાની નેમ વ્યકત કરી હતી.

જીઈબી એન્જીનીયર્સ એસો.ના ૨૬માં ત્રિવાર્ષિક જીબીઆ અધિવેશન સમારોહ પાવન પવિત્ર ભૂમિ “અંબાજી ધામ ખાતે જીબીઆના પ્રમુખ ગોરધનભાઈ ઝડફીયા તા જીબીઆના તા જીબીઆના ભૂતપૂર્વ સેક્રેટરી જનરલ અને અધિવેશનના કન્વીનર એલ.એ. ગઢવીની આગેવાની અને માર્ગદર્શન તથા ઉપસ્થિતમાં રાજ્યના ઉર્જા મંત્રી સૌરભાભાઈ પટેલના હસ્તે દીપ પ્રાગટય કરી ખુલ્લુ મુકી ઉજવણી કરવામાં આવેલ. આ અધિવેશનમાં ગુજરાત રાજ્યભરમાંથી ૪૦૦૦ જેટલી સંખ્યામાં ઈઝનેરો પરિવાર સો ઉપસ્થિત રહી આ ભવ્ય સમારોહને સફળ બનાવી પ્રસંગની ઉજવણી કરવામાં આવેલ, આ સમારોહમાં બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલ, યુજીસીએલ મેનેજીંગ ડાયરેકટર ડો.મહેશસિંઘ, જેટકો મેનેજીંગ ડાયરેકટ બી.બી.ચૌહાણ, જીયુવીએનએલ ડાયરેટર (ટેકનિકલ) કે.એમ.ભૂવા અને વિવિધ વીજ કંપનીઓના ચીફ ઈજનેરો, ભૂતપૂર્વ કોર કમીટીના સભ્યો, ભૂતપૂર્વ અધિકારીઓ, સાથી યુનિયન પ્રતિનિધિઓ, પ્રેસ અને ઈલેકટ્રોનિક મીડીયાના પ્રતિનિધઓ વગેરે આ પ્રસંગે હાજર રહી સમારોહની શોભામાં અભિવૃધ્ધિ કરેલ.

આ સમારોહ પ્રસંગે જીબીઆના સેક્રેટરી જનરલ બી.એમ.શાહ દ્વારા જીબીઆ સંગઠનની કામગીરીનો વિસ્તૃત અહેવાલ રજૂ કરી ઉદબોધન કરી જણાવેલ કે, જીબીઆ રાજ્યના ઉર્જાક્ષેત્રે વિકાસમાં સતત કાર્યરત રહી આજે ૫૭૦૦થી વધુ સભ્ય સંખ્યા ધરાવતું વીજ ક્ષેત્રના ઈજનેરો અને અધિકારીઓનું ગુજરાતભરનું સંગઠન બનેલ છે. જીબીઆ સંગઠનના સભ્યો હંમેશા હકારાત્મક અભિગમી સરકાર અને જીયુવીએનએલ મેનેજમેન્ટના માર્ગદર્શન અને સહયોગ કી રાજ્યના વિકાસમાં પાયારૂપ અને પ્રજાની સુખાકારી વિજ સુવિધા ગુણવત્તાસર અને સાતત્યપૂર્ણ મળી રહે તેવી પ્રામિક ફરજ સમજી કાર્ય કરી છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૦૫માં ગુજરાત વિદ્યુત બોર્ડનું વિભાજન કરી ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી.હેઠળ વિવિધ વિજ કંપનીઓ જેવી કે જનરેશન, ટ્રાન્સમિશન અને ચાર ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓનું સર્જન કર્યા બાદ રાજ્યમાં ઉર્જા ક્ષેત્રે છેલ્લા પંદર વર્ષોમાં રાજ્યમાં વિજ સપનાની ક્ષમતા, વિજ ઉત્પાદનની ક્ષમા, વિજ લાઈનોમાં, વિજ સબ સ્ટેશનોની સંખ્યામાં અને વીજ જોડાણોની સંખ્યામાં બમણાથી વધારે વિકાસ નોંધાયેલ છે. વીજબીલ આવકમાં ચાર ગણો વધારો કરી, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન વિજ વ્યયમાં ૫૦%નો ઘટાડો કરવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે. ઈજનેરો, અધિકારીઓ, કર્મચારીઓએ વિષય પરિસ્થિતિઓ જેવી કે અતિવૃષ્ટિ, વાવાઝોડું, ધરતીકંપ તથા દુષ્કાળમાં ખંતપૂર્વક ગુજરાત રાજ્યના નાગરિક તા દેશહીતમાં કાર્ય કરી ગ્રાહક સેવાને પરમો ધર્મ માનીને પોતાના કાર્યક્ષેત્રમાં સંપૂર્ણ નિષ્ઠા અને પ્રમાણિકતાથી સતત જીવના જોખમે વિજ ક્ષેત્રમાં પરિવારના ભોગે પોતાની અંગત જવાબદારીઓ સમજી ફરજ બજાવે છે. વીજ કર્મચારીઓ અને ઈજનેરોને વીજ ચેકિંગ, મીટર રીડીંગ, ફરિયાદ નિવારણ સમયે અસામાજીક તત્ત્વોના હુમલાઓના કિસ્સાઓ સામે અને વીજ અકસ્માત સમયે જરૂરી રક્ષણ મળતું ની, તેમજ ફોજદારી ફરિયાદોના ભોગ બનવું પડે છે અને કાનૂની કાર્યવાહીમાંથી પસાર વું પડે છે. આી યુજીવીએનએલના અધિકારીઓ ઈજનેરો અને કર્મચારીઓને સરકારી કર્મચારી ગણવા અને સરકારી કર્મચારીઓને મળતા કાયદાકીય રક્ષર અને તમામ ર્આકિ લાભો આપવા, સાથો સાથ ઈજનેરો અને અધિકારીઓને ત્રણ ઉચ્ચતર ગ્રેડનો લાભ અને નાયબ ઈજનેરોની પગાર વિસંગતાઓ દૂર કરવી, જીયુવીએનએલ એલાઉન્સ ૦૧-૦૧-૨૦૧૬થી એરીયર્સ સો તમામ કર્મચારીઓને આપવું, હાલના કર્મચારીઓને મેડીકલ બેનીફીટમાં જરૂરી સુવિધાઓ કરવા તા નિવૃત કર્મચારીઓને મેડીકલ સારવારના લાભ આપવા વગેરે માંગણીઓ કરવામાં આવેલ હતી.

આ પ્રસંગે જીઈબી એન્જી. એસો.ના પ્રમુખ ગોરધનભાઈ ઝડપીયાએ જણાવ્યું હતું કે, આપણે સૌ સો મળીને ગુજરાતનાં ઉર્જાક્ષેત્રને વધુ શ્રેષ્ઠ અને પ્રેરણાદાયી બનાવીએ, કુદરતી આફતોના સમયે સર્વે ઈજનેરો મિત્રો અને કર્મચારીઓ હકારાત્મક અભિગમ કી તનતોડ મહેનત કરી વીજ પુરવઠો પૂર્વવત કરે છે અને સમયની સો જરૂરી બદલાવ કરી વધુ સારી રીતે મદદરૂપ વાનો અભિગમ ધરાવે છે. તેમજ અનુરોધ કર્યો છે. જયોતિગ્રામ યોજના થકી સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય દ્વારા ૧૮૩૭૬ જેટલા ગામડાઓને ૨૪ કલાક વીજળી કી ગ્રામ્ય જીવનમાં આમૂલ્ય પરિવર્તન આવેલ છે અને ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારીનું સર્જન થયેલ છે અને જીવન ધોરણ ઉચ્ચુ આવેલ છે.

અધિવેશન સમારોહ બાદ જીઈબી એન્જી. એસો.ના આગામી ટર્મ વર્ષ ૨૦૨૦-૨૨ના જીબીઆ હોદ્દેદારો માટે સંપૂર્ણ લોકશાહી પધ્ધતિથી ચૂંટણી યોજાયેલી જેમાં પરિણામોના અંતે બી.એમ.શાહ સેક્રેટરી જનરલ, જે.આર.શાહ, ફાયનાન્સ સેક્રેટરી, જી.એચ.એન્જી., વાઈસ પ્રેસિડન્ટ (ડિસકોમ), એસ.એન.ખારોડ વાઈસ પ્રેસિ. (જીસેક), એ.આર.પ્રજાપતિ, વાઈસ પ્રેસિડન્ટ (જેટકો), વી.કે.રાણા, જનરલ સેક્રેટરી (જીસેકા), આર.બી.સાવલીયા, જનરલ સેક્રેટરી (જેટકો), એન.યુ.નાયક, જનરલ સેક્રેટરી (એમજીવીસીએલ), એસ.સી.બાવીસીયા, જનરલ સેક્રેટરી (ડીજીવીસીએલ), ડી.એમ.સાવલીયા, જનરલ સેક્રેટરી (પીજીવીસીએલ), આર.આર.મકવાણા, જનરલ સેક્રેટરી (યુજીવીસીએલ) તા અન્ય એડીશ્નલ જનરલ સેક્રેટરીઓ, ઝોનલ સેક્રેટરીઓ બહુમતિી વિજયી બની વરણી પામેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.