Abtak Media Google News

ઓડિટોરીયમના કિચન અને ફલોરીંગ પર બેફામ ગંદકી: બારથી રૂપકડુ લાગતું બિલ્ડીંગ અંદર ઉકરડા જેવું

તાજેતરમાં મેયર બીનાબેન આચાર્યની આગેવાનીમાં શહેરમાં ૫૦૦૦થી વધુ મહિલાઓએ ૧૮ વોર્ડમાં ૫૪ સ્થળોએ મેગા સફાઈ અભિયાન છેડયું હતું. આખા શહેરને સાફ કરવા નિકળેલી મહાપાલિકા પોતાના હસ્તકની જ બિલ્ડીંગને પુરી રીતે સાફ રાખી શકતી ન હોય તેવું ભાસી રહ્યું છે. રૈયા રોડ પર આવેલા અત્યાધુનિક સુવિધાથી સજજ પ્રમુખ સ્વામી ઓડિટોરીયમમાં જ ઠેર-ઠેર ગંદકી જોવા મળે છે. બહારથી ‚પકડુ લાગતું બિલ્ડીંગ અંદરથી અનેક જગ્યાએ ઉકરડા જેવું બની ગયું છે.

સ્વચ્છતામાં રાજકોટને નંબર વન શહેર બનાવવા માટે મહાપાલિકાએ અભિયાન સ્વ‚પે ઝુંબેશ શ‚ કરી છે પણ પોતાના બિલ્ડીંગની જ જાળવણી રાખવામાં જાણે તંત્ર નિષ્ફળ નિવડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. શહેરનાં રૈયારોડ પર આવેલા પ્રમુખ સ્વામી ઓડિટોરીયમનાં મુખ્ય હોલમાં તો સારી એવી સફાઈ થતી હોવાનું જોવા મળે છે પરંતુ કિચનમાં ઠેર-ઠેર ગંદકી જોવા મળે છે. પ્લેટફોર્મ પર પુષ્કર કચરો પડયો હોય છે.

અલગ-અલગ જગ્યાએ ફલોરીંગ પર પણ કચરાના ઢગલા જોવા મળે છે ત્યારે ઓડિટોરીયમમાં આવતા લોકોના મનમાં સ્વાભાવિક રીતે એક પ્રશ્ર્ન ઉભો થાય છે કે મહાપાલિકા તંત્ર આખા ગામની સફાઈ કરવા છાશવારે નિકળી પડે છે પરંતુ ખુદ પોતાની માલિકીનાં જ બિલ્ડીંગમાં પુરતી સફાઈ થતી ન હોય તેવું લાગી રહ્યું છે. ઓડિટોરીયમ ભાડે રાખનાર સંસ્થા કે વ્યકિત પાસેથી સફાઈ ચાર્જ પણ વસુલ કરવામાં આવે છે પરંતુ સફાઈના નામે જાણે મીંડુ હોય તેવું લાગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.