Abtak Media Google News

શું આપનું આધાર કાર્ડ કાઢવાનું બાકી છે ??? શું તમારા આધાર કાર્ડ માં નામ ચેન્જ કરવાનું છે કે પછી આધાર કાર્ડ માં ભૂલ છે ?? તો આપના માટે સરકારે નવી વ્યવસ્થા શરૂ કરી છે હવે આપ કોઈ પણ સરકારી અથવા પ્રાઈવેટ બેંકમાં જઈને પોતાનો આધાર કાર્ડ અથવા તેમાં કોઈ પણ પ્રકારનું અપડેટ કરી શકે છે.

પ્રાઈવેટ બેંકોમાં પણ હશે આ સુવિધા…

સરકારી પ્રાઈવેટ બેંકો સાથે પ્રાઈવેટ બેંકોમાં પણ આ સુવિધા ઉપલબ્ધ થશે. આ બેંકો પોતાના ગ્રાહકોને જ આધાર સબંધી સેવાઓ આપવામાં આવશે. ગ્રાહકોને પોતાના આધારમાં કોઈ પણ પ્રકારનાં અપડેટ અથવા નવું આધાર કાર્ડ બનાવવા માટે આધાર સેન્ટર પર જવાની જરૂર નહી હોય. સરકારે બેંક ખાતા સાથે આધાર લીંક કરવા માટે ૩૧ ડિસેમ્બર ૨૦૧૮ સુધીનો સમય આપ્યો છે.

મહત્તમ બેંકોએ આધાર ખાતાની લીંક કરવાની ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, પરંતુ મોટી સંખ્યામાં લોકો એવા પણ છે, જેના આધાર અપડેટ નથી. કોઈને એડ્રેસ બદલાવવાનું છે કોઈને ફોટો અપડેટ કરાવવાનું છે. તેને જોતા જ નિયમ બનાવવામાં આવી રહ્યો છે કે, બધી બેંકોને પોતાના પરિસરમાં આધાર કાર્ડ બનાવવા અથવા અપડેટ કરાવવાની સુવિધા આપવાની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.