Abtak Media Google News

યુવા પેઢીને વિજ્ઞાનથી માહિતગાર કરાયા: વૈજ્ઞાનિકોએ આપી વિશેષ સમજણ

આજ ની યુવા પેઢી ઉત્સાહ થી ભરરપુર હોય છે. અવનવી વાતો જાણવાની તેમના માં ઉત્સુકતા હોય છે તેમાં પણ વાત જ્યારે અવકાશ ક્ષેત્ર ની હોય ત્યારે તો નવયુવાન સમાન વિદ્યાર્થીઓ ને અવકાશ ની રહસ્યમય દુનિયા વિષે જાણવાની ઉત્સુકતા કંઈક અલગ જ હોય છે. આવી જ ઉત્સુકતા થી ભરપૂર રાજકોટ ના વિદ્યાર્થીઓ ને અવકાશ ક્ષેત્ર ની તમામ માહિતી આપવા ઇન્ડિયન સ્પેશ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ISRO) અમદાવાદ ની ટીમ દ્વારા ત્રમબા સ્થિત ભરાડ વિશ્વ વિદ્યાપીઠ ખાતે બે દિવસીય સ્પેશ એન્ડ સાયન્સ એક્ઝિબિઝન નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઈસરો દ્વારા અવકાશ ક્ષેત્ર ને લગતી તમામ માહિતી નો સમાવેશ પ્લે કાર્ડ, બેનર અને ચાર્ટ ના માધ્યમ થી કરવામાં આવ્યો છે. એ ઉપરાંત યુવાન વિદ્યાર્થીઓ માટે રોકેટ, સ્પેશ શટલ સહિત ના યાન ની આબેહૂબ પ્રતિકૃતિઓ નું પણ પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે. વધુમાં આજના યુવાનોને સ્પેશ શટલ સહિત ના અવકાશી યાનો કઈ રીતે ઉડાન ભરે છે તે સમજાવવા પ્રેક્ટિકલ ડેમો ગોઠવવામાં આવ્યું હતું.

Vlcsnap 2020 02 03 07H12M12S136

ઈસરો દ્વારા આયોજિત એક્ઝિબિઝન માં ઈસરો ના મુખ્ય વૈજ્ઞાનિકો પૈકી સચિન રાવ,  પી એસ પંડ્યા, જ્યોતિ પંડ્યા અને અમૃતા પટેલે હાજરી આપી વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓ સાથે સંવાદ સાધ્યો હતો. તેમણે અવકાશી રહસ્યો નો પીટારો ખોલતાની સાથે જ વિદ્યાર્થીઓ રહસ્યમય દુનિયામાં પહોંચ્યા હતા.

Vlcsnap 2020 02 03 07H09M08S825

ઈસરો ના એક્ઝિબિઝન માં શાળાના ૬૨ જેટલા યુવાન વૈજ્ઞાનિકોએ વોલનટીયરરૂપે ઉત્સાહભેર ભાગ લીધો હતો. એક્ઝિબિઝન ના માધ્યમ થી આજના યુગમાં એન્જીનીયર, ડોકટર ની દોડમાંથી વિદ્યાર્થીઓ બહાર નીકળી વૈજ્ઞાનિક અભિગમ ખીલવવા તૈયાર થયા હતા. બે દિવસીય એક્ઝિબિઝન માં આશરે ૧૦ હજાર થી વધુ જુદી જુદી શાળા – કોલેજ ના વિદ્યાર્થીઓ મુલાકાત લેનાર છે અને તમામ જાહેર જનતા ને આમંત્રણ પાઠવાયુ છે.

Vlcsnap 2020 02 03 07H08M46S736

આ ઉપરાંત ભરાડ સ્કુલ દ્વારા અદ્યતન અટલ ટિનકરિંગ લેબ ખાતે શાળાના યુવાન વૈજ્ઞાનિકો દ્વારા બનાવવામાં આવેલા કમ્પોનન્ટ્સ નું પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું હતું.

યુવા પેઢીને ખગોળ વિજ્ઞાન વિશે અવગત કરવા એક્ઝિબિશન યોજાયું: ગીજુભાઈ ભરાડ

Vlcsnap 2020 02 03 07H17M45S763

આજ ના યુગ માં ખગોળ વિજ્ઞાન ખૂબ જરૂરી છે ત્યારે આજની યુવા પેઢી આ ક્ષેત્ર વિશે અવગત થાય તેવા ઉદેશ્ય સાથે આજ થી પાંચ વર્ષ પૂર્વે મને આ પ્રકાર ના એક્ઝિબિઝન નો વિચાર આવ્યો હતો જે બાદ મેં ઈંજછઘ સાથે વાત કરી હતી અને તેમને આવા એક્ઝિબિઝન નું આયોજન કરવું જોઈએ તેવું જણાવ્યું હતું. અંતે મને ઈસરો તરફ થી હકારાત્મક જવાબ મળ્યો અને એક્ઝિબિઝન નું આયોજન થયું. આજના યુગમાં વિદ્યાર્થીઓ ફક્ત પુસ્તક નું જ્ઞાન મેળવું તે પૂર્ણ નથી પરંતુ તેની સાથે તેઓ પ્રેક્ટિકલ જ્ઞાન મેળવે,  વૈજ્ઞાનિક અભિગમ દાખવે તે ખૂબ જરૂરી છે જેમાં આ એક્ઝિબિઝન મહત્વપૂર્ણ ભાગ ભજવશે.

ઈસરો એક્ઝિબિશનનો ૧૦ હજારથી વધુ વિદ્યાર્થીઓએ લાભ લીધો: જતીન ભરાડ

Vlcsnap 2020 02 03 07H19M41S322

ભરાડ વિદ્યાપીઠના મેનેજીંગ ડિરેક્ટર જતીન ભરાડે જણાવ્યું હતું કે અમારી શાળા ખાતે જે એક્ઝિબિઝન નું આયોજન થઈ રહ્યું છે તે અમારા માટે એક રૂડો પ્રસંગ છે. ઈસરો ના વૈજ્ઞાનિકો અમારા આંગણે આવી અમારી શાળા ના આવતીકાલ ના વૈજ્ઞાનિકો ને સમજણ આપી રહ્યા છે ઉપરાંત ૧૦ હજાર થી વધુ વિદ્યાર્થીઓ આનો લાભ લેશે જે ખૂબ સારી બાબત છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે મેં મારી શાળા ના વિદ્યાર્થીઓ ને એક્ઝિબિઝન વિશે માહિતી આપી અને કહ્યું કે આપણે ૪૦ વોલનટીયર વિદ્યાર્થીઓ ઈંજછઘ ને આપવાના છે તો જે વિદ્યાર્થીઓ ને રસ હોય તે મને કહે ત્યારે ફક્ત ૪૦ જગ્યા માટે શાળાના એક હજાર થી વધુ વિદ્યાર્થીઓ એ ભાગ લેવાનું જણાવ્યું એ પ્રસંગ મારા હૃદય ને સ્પર્શી ગયો.

ભારત અવકાશ ક્ષેત્રે સૌથી અગ્રેસર બનશે: અમૃતા પટેલ

Vlcsnap 2020 02 03 07H20M52S545

વૈજ્ઞાનિક અમૃતા પટેલે જણાવ્યું હતું કે અવકાશ ની સ્થિતિ ચકાસવા વૈજ્ઞાનિકો અવકાશમાં પહોંચી ત્યાં ની સ્થિતિ નું નિરીક્ષણ યાન માંથી બહાર નીકળી ને કરતા હોય છે તેને સ્પેશ વોક કહેવામાં આવે છે. જોકે ત્યાં ગુરુત્વાકર્ષણ બળ ખૂબ ઓછું હોય છે જેના કારણે તેઓ વોક નહિ પરંતુ ઉડતા જ હોય છે પરંતુ તેઓ તેમની જાતને બેલેન્સ કરીને ચાલતા હોય તેવું લાગે છે એટલે તેને સ્પેશ વોક કહેવામાં આવે છે. ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં ભારત અવકાશ ક્ષેત્ર માં સૌથી અગ્રેસર બનશે તેવી મને આશા છે અને તેના આતે ઈસરોને વૈજ્ઞાનિકો ની જરૂર પડશે જે વૈજ્ઞાનિકો અમને આ પ્રકાર માં એક્ઝિબિઝન ના માધ્યમથી મળશે.

આવનારા દશકાઓમાં ચંદ્ર પર પણ જમીન વેંચાતી હશે: વૈજ્ઞાનિક સચિન રાવ

Vlcsnap 2020 02 03 07H15M52S791

એક્ઝિબિઝન દરમિયાન તેમણે અબતક સાથેની ખાસ વાતચીત માં અવકાશ ની રહસ્યમય દુનિયા વિશે જણાવતા કહ્યું હતું કે એ વાત સંપૂર્ણપણે સાચી છે કે જ્યારે અવકાશની વાત કરવામાં આવે તો રહસ્યમય શબ્દ આપોઆપ આવી જાય છે. આપણે હાલ જ્યાં ઉભા છીએ તે પૃથ્વી છે, પૃથ્વી જેવા અન્ય ૮ ગ્રહ છે જે અવકાશ ગંગા માં છે અને આવી અનેક અવકાશ ગંગા હોવાનું તારણ છે જ્યાં સુધી હજુ કોઈ પહોંચી શક્યું નથી. ત્યારે અન્ય ગ્રહો સુધી કંઈ રીતે પહોંચી શકાય સહિત ની માહિતી નું અહીં પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે. તેમણે વધુમાં હાસ્ય સ્વારૂપે જણાવ્યું હતું કે જ્યારે આપણે ચંદ્ર પર પહોંચ્યા ત્યારે લોકો મજાક માં કહેતા હતા કે હવે તો ચન્દ્ર પર જમીન લઈને ત્યાં જ બંગલો બનાવવો છે જોકે ઈસરો હજુ એવું કંઈ કરતું નથી પણ એવી સંસ્થાઓ પણ છે જે ચન્દ્ર પર જગ્યા આપે છે તો કહી શકાય આવનારા દશકામાં શાયદ ચંદ્ર પર પણ જમીન વેચાતી થશે.

ઈસરો ચંદ્ર-મંગળની જેમ અન્ય ગ્રહોએ પહોંચશે: વૈજ્ઞાનિક પી.એસ.પંડયા

Vlcsnap 2020 02 03 07H16M09S502

અબતક સાથેની ખાસ વાતચીત માં અવકાશ સુધી પહોંચવાની પહેલ વિશે જણાવ્યું હતું કે આજ થી ૫૦ વર્ષ પહેલાં ભારત ના મહાન વૈજ્ઞાનિક ડો વિક્રમ સારાભાઈ એ કહ્યું હતું કે ભારતે વિશ્વ સાથે સમકક્ષ ચાલવું હશે તો ખગોળ વિજ્ઞાન ક્ષેત્ર માં પ્રગતિ કરવી પડશે અને તે જ ઉદેશ્ય સાથે તેમણે ઈસરોની સ્થાપના કરી હતી અને આને એ જ ઈસરો ચંદ્ર અને મંગળ ગ્રહ સુધી પહોંચ્યું છે. અને આગામી દિવસોમાં અન્ય ગ્રહ સુધી પહોંચવાની પણ તૈયારી કરી રહ્યું છે. તેમણે વધુમાં અવકાશ ની સ્થિતિ વિશે જણાવ્યું હતું કે

ત્યાં ગુરુત્વાકર્ષણ બળ ખૂબ ઉંચુ હોય છે, તાપમાન માં મોટો તફાવત હોય છે, માનવી માટે અતિ મહત્વપૂર્ણ ઓક્સિજન ની માત્રામાં પણ તફાવત હોય છે આ બધી વિગતો અમે આપી શકીએ છે જે ફક્ત ને ફક્ત આપણા પ્રક્ષેપિત ઉપગ્રહો ના કારણે શક્ય બન્યું છે. આજના યુગમાં આપણે જે સોશિયલ મીડિયા નો ઉપયોગ કરીએ છે તેમાં નેટવર્ક પ્રાથમિક જરૂરિયાત છે તે પણ આપણા ઉપગ્રહના કારણે જ શક્ય બન્યું છે.

વૈજ્ઞાનિકો જે શોધ કરે છે તે ઋષિમુનીઓ વર્ષો પહેલા કરી ચૂક્યા છે: જ્યોતી પંડયા

Vlcsnap 2020 02 03 07H16M49S086

વૈજ્ઞાનિક જ્યોતી પંડયા એ જણાવ્યું હતું કે આજે આપણે અવકાશ સુધી પહોંચ્યા છીએ, અનેક ઉપગ્રહો અવકાશ માં પ્રક્ષેપિત કરી ચુક્યા છીએ અને હજુ વધુ ગ્રહો સુધી પહોંચવાની તૈયારી કરી રહ્યા છીએ. તેમણે ઉપગ્રહો અને રોકેટ લોન્ચરના પ્રકાર વિશે જણાવ્યું હતું કે ઉપગ્રહ અનેક પ્રકાર ના હોય છે જેને જુદી જુદી ભ્રમણ કક્ષામાં તરતો મુકવામાં આવે છે જે પૃથ્વી ની સ્થિતિ, કુદરતી આપત્તિઓ, નેટવર્ક, અન્ય ગ્રહો ની સ્થિતિ સહિત ની માહિતીઓ આપણ ને પહોંચાડે છે.

Vlcsnap 2020 02 03 07H08M46S736

આ ઉપરાંત તેમણે આધ્યાત્મિક રીતે ૫ હજાર વર્ષ પૂર્વે રોકેટ લોન્ચર સમાન ભગવાન રામ ના પુષ્પક વીમાન ની શોધ વિશે જણાવ્યું હતું કે હાલ વિશ્વ ના તમામ વૈજ્ઞાનિકો જે શોધ કરી રહ્યા છે તે બધી શોધ આજ થી ઘણા સમય પહેલા આપના ઋષિમુનિઓ કરી ચુક્યા હતા તે સ્પષ્ટ કહી શકાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.