સ્મિત પ્રતિક મહિલા મંડળ દ્વારા ઓપન રાજકોટ એકિઝબીશન-કમ- સેલનું બે દિવસીય આયોજન

ર1 માર્ચે લકકી ડ્રો: સૌથી વધુ ડેકોરેશન, સુશોભન કરનાર સ્ટોલ ધારકને ઇનામ આપી પ્રોત્સાહિત કરાશે

સ્મિત પ્રતિક મહિલા મંડળના ઉપક્રમે ઓપન રાજકોટ એકઝીબીશન-કમ- સેલનું આયોજન તા. ર0 થી ર1 એમ બે દિવસ માટે કરવામાં આવ્યું છે. જે બહેનો ગૃહ ઉઘોગ કરતા હોય તેમને આગળ આવવા માટે પ્લેટફોર્મ મળે અને તેમના બીઝનેશનને વેગવંતો બનાવા માટે એકઝીબીશન-કમ-સેલનું આયોજન કરેલ છે.

ભાઇઓ તથા બહેનોએ સ્ટોલ નાખવો હોય તેમના માટે નોર્મલ ચાર્જ બે દિવસના એક હજાર રહેશે. સાથે સ્ટોલ નાખતા દરેકને સાંજે નાસ્તો અને કોલ્ડીંકસ પણ આપવામાં આવશે. ત્રણ ફુટ જગ્યા પણ અપાશે તેની નોંધ લેવી.

કોઇપણ ભાઇ-બહેનો જે બીઝનેશ કરતા હોય જેવો કે હેન્ડીક્રાફટ, ડ્રેસ મટીરીયલ, સાડી, ઇમીટેશન, જવેલરી, નમકીન, ખાખરા, પાપડ, સુકો નાસ્તો તથા ઘર સજાવટ માટે તોરણ, સ્ટીકર, ચણીયા ચોલી, કુર્તી પ્લાઝા વગેરે સાથે રમત ગમત માટે પણ સ્ટોલ નાખી શકાશે.

એકઝીબીશન-કમ-સેલમાં ભાગ લેશે તેમના માટે છેલ્લે દિવસે એટલે કે તા. ર1 ના લકકી ડ્રો તથા જેને સ્ટોલનુ સૌથી વધારે ડેકોરેશન, સુશોભન કર્યુ હશે તેમને સુંદર ઇનામ આપવામા આવશે.

દરેકની જાણ ખાતર જે સમયે સ્ટોલ બુકીંગ કરવાશે ત્યારે જ સ્ટોલ ઉપર નંબર આપી દેવામાં આવશે એજ નંબર માન્ય ગણાશે.

ફોર્મ ભરવા માટે તા. 10 થી 13 એમ ચાર દિવસ સંપર્ક પ્રફુલાબેન મહેતા (મો.નં. 94288 90277) આફ્રીકા કોલેની મેઇન રોડ, રૈયા ટેલીફોન સામેનો રોડ, 1પ0 રીંગ રોડ સદગુરુવંદન ધામ-1 અને ર બ્લોક નં. 103, તથ દર્શનાબેન મહેતા મો. નં. 94295 02046, બીન્દુબેન મહેતા મો. નં. 97378 75740, તથા કલ્પાનબેન પારેખ મો. નં. 99245 79849 નો સંપર્ક કરવાનો રહેશે.

તા. ર0-3 શનિવારે સાંજે પાંચ વાગ્યે આર્ટ ગેલેરી, રેસકોર્ષ ખાતે બાલભવન સામે, દીપ પ્રાગટય મહિલા અઘ્યક્ષ અંજલીબેન રૂપાણીના હસ્તે કરવામાં આવશે. સાથે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજકુમાર અગ્રવાલ, મુખ્ય મહેમાનપદે, જૈન અગ્રણી જીતુભાઇ બેનાણી, જૈન પ્રમુખ ચંદ્રકાંતભાઇ શેઠ, રાજકોટના હાસ્ય કલાકાર ચંદ્રેશ ગઢવી, મિલન ત્રિવેદી, હાસ્ય કલાકાર પરેશ કાનાણી, રાજકોટ પ્રસિઘ્ધ સંગર શ્રીકાંત નાયર, અશ્ર્વીની મહેતા વગેરે તથા પોલીસ મહાનુભાવો ઉપસ્થિત રહેશ. વિગતવાર માહીતી આપતા પ્રફુલાબેન મહેતા, મીનાબેન વસા, અબતકની શુભેચ્છા મુકાલાતે લીધી હતી.