Abtak Media Google News

સેવામાં ક્ષતિ બદલ બસ ઓપરેટર એજન્સી, ફેર કલેકશન એજન્સી, સિક્યુરીટી એજન્સીને દંડ: સિટી બસના ટાઈમ ટેબલને અપગ્રેડ કરાશે

મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા આજે રાજકોટ સિટી બસ અને બીઆરટીએસ સેવાનો જાન્યુઆરી માસનો અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. છેલ્લા એક માસ દરમિયાન ૨૦ લાખ લોકોએ આંતરીક પરિવહન સેવાનો લાભ લીધો છે. સેવામાં ક્ષતિ બદલ મહાપાલિકાના દ્વારા બસ ઓપરેશન એજન્સી, ફેર કલેકશન એજન્સી અને સિક્યુરીટી એજન્સીને દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે ટીકીટ વિના પકડાયેલા ખુદાબક્ષોને પણ દંડ ઝીંકાયો છે.

આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, જાન્યુઆરી માસ દરમિયાન કુલ ૫૧૪૨૧૩ કિ.મી. સિટી બસ ચાલી હતી. જેનો ૧૨૬૩૯૭૫ મુસાફરોએ લાભ લીધો છે. જ્યારે ૭૭૪૪૪ કિ.મી. બીઆરટીએસ બસ ચાલી હતી. જેનો ૭૨૧૬૩૮ મુસાફરોએ લાભ લીધો છે. લોકોને સિટી બસનું ટાઈમ જાણવા મળે તે માટે હાલ પીકઅપ પોઈન્ટ અને બસ સ્ટોપ પર ટાઈમ ટેબલ અપગ્રેશનની કામગીરી ચાલી રહી છે.

સિટી બસ ઓપરેટર એજન્સી શ્રી મારૂતિ ટ્રાવેલ્સને કામમાં ક્ષતિ બદલ રૂા.૪.૮૨ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે ફેર કલેકશન એજન્સી ડી.જી. નાકરાણીને રૂા.૪૯૫૦૦ અને સિક્યુરીટી એજન્સી નેશનલ સિક્યુરીટી સર્વિસને રૂા.૯૦૦ દંડ ફટકારાયો છે. ચેકિંગ દરમિયાન ટિકિટ વગર મુસાફરી કરતા ૧૨૬ મુસાફરો પકડાયા હતા. જેને રૂા.૧૩૮૬૦નો દંડ ફટકારાયો છે. વેલીડીટી પૂર્ણ થયેલા હોય તેવા ૧૪ કન્સેશન પાસ જપ્ત કરાયા છે. ગેરરીતિ અને અનિયમીતતા સબબ ૧૦ કંન્ડકટરને કાયમી ધોરણે ફરજ મુકવામાં આવ્યા છે જ્યારે ૧૧ને સસ્પેન્ડ કરાયા છે. બીઆરટીએસ સેવામાં બસ ઓપરેટર માતેશ્ર્વરી ટ્રાવેલ્સને રૂા.૫૦૨૦૮નો દંડ ફટકારાયો છે. સિક્યુરીટી એજન્સી જે.કે.સિક્યુરીટીને રૂા.૨૦૫૦૦નો દંડ ઝીકયો છે. બીઆરટીએમસાં ૨ મુસાફરો ટિકિટ વગર પકડાતા રૂા.૨૦૦નો દંડ કરાયો છે. જ્યારે ૧ ટિકિટ ઓપરેટરને પણ દંડ ઝીંકવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.