Abtak Media Google News

પાક વીમો લેતા પહેલા પ્રિમીયમ ભરવાને લઈ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને વિકલ્પ અપાશે : વાવણી પહેલા લણણી બાદના વીમાના પ્રિમીયમ અલગ અલગ રહેશે

પાક વીમા યોજનાને લઈ દરેક રાજ્યમાં અનેક ખેડૂતો નારાજ જોવા મળી રહ્યાં છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના કી ખેડૂતોના પાકને ર્આકિ રક્ષણ મળી રહે તેવો હેતુ સરકારનો હતો. પરંતુ લાંબા સમયી પાક વીમા યોજનામાં ઉંચા પ્રિમીયમની ફરિયાદો ઉઠી રહી છે. ખેડૂતોને આગામી સમયમાં પોતાની મરજી મુજબનો પાક વીમો મળે તેવુ આયોજન ઘડવા સરકારની તૈયારી છે. સમગ્ર દેશમાં વર્તમાન સમયે વીમા યોજના હેઠળ એક જ કોમ્પ્રેહેન્સીવ વીમા પ્રોડકટ અપાય છે. પરંતુ હવે આ પ્રોડકટમાં વિવિધ વિકલ્પ આપવામાં આવશે.

7537D2F3 8

ખેડૂતો હવે વાવણી પહેલા કે લણણી બાદનો વીમો લઈ શકે તેવી સુવિધા તૈયાર થશે. વીમા સંદર્ભે વિકલ્પ ન હોવાી ખેડૂતોને ઉંચુ પ્રિમીયમ ચૂકવવું પડતું હોય છે. પરંતુ આ સંદર્ભે સરકાર જાગૃત બની છે. આગામી સમયમાં ખેડૂતોને વીમો લેતા પહેલા ઈન્સ્યુરન્સ માટે વિવિધ વિકલ્પો આપવામાં આવશે તેવું સુત્રો પાસેથી જાણવા મળે છે. દા.ત. બિહારના ખેડૂતોને દુષ્કાળના વીમાની જરૂરીયાત રહેતી ની છતાં પણ તેમને તેનું પ્રિમીયમ ચૂકવવું પડતું હોય છે. આવી જ રીતે રાજસનન ખેડૂતોને અતિ વૃષ્ટિના વીમાની જરૂરીયાત રહેતી નથી. આગામી સમયમાં સરકાર આ મામલે ખેડૂતોને વિકલ્પો આપશે. સરકાર ખેડૂતોને વાવણી પહેલા અને લણણી બાદ વીમાનો વિકલ્પ પણ આપશે.

અહીં નોંધનીય છે કે, પ્રધાનમંત્રી પાક વીમા યોજનાને દેશની મોટી બે યોજનાઓને એક કરીને બનાવાઈ છે. જેમાં અગાઉ નેશનલ એગ્રીકલ્ચર ઈન્સ્યુરન્સ સ્કીમનો પણ સમાવેશ તો હતો. ખેડૂતોને વર્તમાન સમયે વાવણી પહેલા વીમા માટે ખરીફ પાકમાં ૨ ટકા, રવિ પાકમાં ૧.૫ ટકા અને રોકડીયા પાકમાં ૫ ટકા જેટલું પ્રિમીયમ ચૂકવવાનું રહેતું હતું પરંતુ હવે પ્રિમીયમ માટે વિવિધ વિકલ્પો ખેડૂતોને આપવામાં આવશે. સરવાળે ખેડૂતોને પ્રિમીયમ સસ્તુ પડશે.

અહીં નોંધનીય છે કે, અહીં થોડા વર્ષોમાં પાક વીમા યોજના હેઠળ સમાવાતા ખેડૂતોની સંખ્યા વધવા પામી છે. વર્ષ ૨૦૧૫-૧૬માં દેશના ૨૩ ટકા ખેડૂતોએ પાક વીમો લીધો હતો. જે વર્તમાન સમયે વધી ૩૦ ટકાએ પહોંચી ગયો છે. આ સો જ પાક વીમાના પ્રિમીયમ સંદર્ભે  ખેડૂતો સરકારી નાખુશ હોવાનું સામે આવે છે. પાક વીમા ફરજીયાત હોવાતી ખેડૂતોને અમુક રકમ પરાણે પ્રિમીયમ તરીકે ચૂકવવી પડતી હોય છે. પાક વીમા યોજનાની કેટલીક જોગવાઈ ગુજરાત માટે લાગુ પડતી ની હોતી. આ યોજનાની જોગવાઈ અન્ય રાજ્યો માટે સકારાત્મક હોય શકે પરંતુ ગુજરાતના ખેડૂતોને આ યોજના માટે વધારે પ્રિમીયમ ચૂકવવું પડતું હોય છે. માટે હવે જે અનુકુળ છે તેનું જ ખેડૂતોને પ્રિમીયમ ચૂકવવું પડે તેવી તૈયારી કેન્દ્ર સરકાર દ્વારા ઈ રહી છે.

પાક વીમા યોજનામાં વિકલ્પોની જોગવાઈ શે તો ખેડૂતોને ક્યાં સમયે કેટલું રિસ્ક લેવું છે તેના પરી પ્રિમીયમ નક્કી થશે  એકંદરે ખેડૂતો માટે આ પ્રિમીયમ ઓછુ રહેશે અને નાણાકીય બોજ પડશે નહીં. ઉપરાંત જે સરકાર પાક વીમો ચૂકવવાની અસમંજસ પરિસ્થિતિમાં બહાર નીકળી શકશે. વર્તમાન સમયે લાખો ખેડૂતો કૃષિ વીમાના પ્રિમીયમ અને તેની ચૂકવણીની પ્રક્રિયાી નારાજ જણાય છે. પાક વીમો અપાતો ની તેવી ફરિયાદો વારંવાર સામે આવતી હોય છે. આવા સંજોગોમાં ખેડૂતો ઉપરી પાક વીમાના પ્રિમીયમનું ભારણ ઓછુ થાય તેવા પગલા કેન્દ્ર સરકાર લેવા જઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.