Abtak Media Google News

પ્રથમ આલ્બમને ભારે લોકચાહના મળતા પોતાના સ્વપ્નને સાકાર કરવા દોટ મૂકી

ટિકટોક એ હાલ લોકપ્રિય એપ બની છે ત્યારે યુવાનો ટિકટોક એડિકટેડ જોવા મળે છે. હાલમાં યુવાનો સહીતના પોતાનો બહોળો સમય ટીકટોકને ફાળવે છે. ત્યારે મહેસાણા શહેર પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ૨૦૧૬ થી ફરજ બજાવનાર અલ્પીતા ચૌધરી પોલીસ સ્ટેશનમાં ટિકટોક બનાવાના કારણે પોતાની નોકરી ગુમાવી હતી.

Advertisement

અલ્પીતાનું નાનપણથી અભિનેત્રી ગાયક અથવા તો મોડેલ બનવાનું સ્વપ્ન હતું. તેના પિતા પોલીસમાં હોવાથી તેઓની ઇચ્છા હતી. કે તેમની દિકરી પણ પોલીસમાં જોડાય, પિતાના સ્વપ્નને કારણે તેણી પોલીસમાં જોડાણી  પરંતુ અંતે તેણે વિચાર્યુ કે બીજાને માટે સ્વપ્નનું મારણ કરીને જીવવું યોગ્ય નથી. તેણે તેનો પહેલો આલ્બમ ‘ટિકટોકની દિવાની’પ્રખ્યાત ગુજરાતી કલાકાર જીગ્નેશ કવિરાજ સાથે લોન્ચ કર્યો.

3.Banna For Site

આ ઉપરાંત ગત વિશ્ર્વ મહિલા દિવસ નીમીતે ‘કાચી કેરી પાકી કેરી’નામનો પણ આલ્બમ લોન્ચ કર્યો.

આમ, તેણી પોતાના સ્વપ્ન તરફ પ્રયાણ કરી રહી છે. ખાસ તો હાલમાં તે ગુજરાતી આલ્બમ સ્ટાર બની છે. જયારે ટિકટોક પર પણ બહોળી લોકચાહના ધરાવે છે. માત્ર અભિનેત્રી તરીકે નહિ પરંતુ તેણે ‘કાચી કેરી પાકી કેરી’માં પોતાના સુર પણ રેલાવ્યા છે આમ, હાલમાં યુવાનો સરકારી નોકરી પાછળ આંધળી દોટ મૂકી રહ્યા છે ત્યારે અલ્પીતાએ પોતાના સ્વપ્નને સાકાર કરવા સરકારી નોકરી છોડી સ્વપ્ન તરફ પ્રયાણ કર્યા અને હાલ બહોળી લોકચાહના પણ મેળવી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.