Abtak Media Google News

કુવાડવા ખાતે ૧૬.૫૩ કરોડના ખર્ચે બનનારા પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત

ગ્રામ્ય જનતા નલ સે જલ યોજનાનો લાભ લ્યે: પાણી પુરવઠા મંત્રી બાવળીયા

રાજકોટ તાલુકાના કુવાડવામાં રૂા. ૧૬૫૩.૭૮ લાખના ખર્ચે બનનાર રાજકોટ તાલુકાના ૪૭ ગામોની મચ્છુ-૧ જૂથ સુધારણા પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કરતા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ વાસ્મો યોજના દ્વારાનળ સે જળ યોજનાનો ગ્રામ્ય વિસ્તારના પ્રજાજનોને લાભ લેવા અનુરોધ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ ૪૭ ગામોની મચ્છુ-૧ જુથ સુધારણા પાણી પુરવઠા યોજનામાં રાજકોટ તાલુકાના કુવાડવા, રામપુર સૂર્યા, સણોસરા,રાણપર,ખોરાણા, મઘરવાડા, રફાળા, જાળીયા, રતનપર, ગૌરીદળ, નાગલપર, રાજગઢ, હડમતિયા(બેટી), ખીજળીયા, પીપળીયા, જીયાણા, વાંકવડ, ધમલપર, નાકરાવાળી, સોખડા, આણંદપર, માલીયાસણ, સાંતડા, કુચીયાદડ,રામપર બેટી, હીરાસર, ગુંદા, તરધડી, ખેરડી, અમરગઢ, ઠેબચડા, મહિકા, સાયપર, પારેવડા, ફાળદંગ, ડેરોઈ, ગઢકા, બેડલા, ચાંચડીયા, મેસવડા,  જામગઢ, બારવણ, હડિમતીયા-ગોલીડા, ગોલીડા, પારેવડા-વાદી, રામપરાવાદી વગેરે ગામોનો સમાવેશ થાય છે

Machu 1 3

મંત્રી જણાવ્યું હતું કે,  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની લાગણી છે કે છેવાડાના માનવીને યોજના થકી શુદ્ધ પીવાનું પાણી મળવું જોઈએ. નળ સે જળયોજનામાં આગામી વર્ષ ૨૦૨૪ સુધીમાં નળ દ્વારા ઘરે ઘેર શુધ્ધ પાણી મળી રહે તેવું કેન્દ્ર સરકારે આયોજન કરેલ છે. આ યોજનામાં કેન્દ્ર સરકારનું પુરતુ ફંડ પણ મળશે. લોકોને એકાતરા પાણી મળી રહે તે માટે અમે આયોજન કરી રહ્યા છીએ.

મંત્રીએ જણાવ્યું હતું કે, બામણબોરના ૬ ગામોની મચ્છુ -૧ ડેમ આધારિત રૂ ૮ કરોડની પાણી પુરવઠા યોજના બનાવવામાં આવી રહી છે જેને ટૂંક સમયમાં મંજૂરી અપાશે.

3.Banna For Site 1

વર્ષો પહેલા બનાવાયેલ મચ્છુ – ૧ડેમ આધારિત જૂથ પાણી પુરવઠા યોજનામાં સુધારણા કરાયેલી છે. એક વ્યક્તિને ૧૦૦ લીટર પાણી મળી રહે અને પશુઓને ધ્યાનમાં રાખીને આ યોજના બનાવવામાં આવેલ છે.  સણોસરા ખાતે ૧૫એમ.એલ.ડી પાણીનો શુદ્ધિકરણ પ્લાન્ટ બનાવાશે.

સણોસરા થી કુવાડવા લોખંડની પાઇપ લાઇન નખાશે. મુખ્ય પાઈપલાઈનો લોખંડની નખાશે.આ યોજનામાં પંપ હાઉસ, મશીનરી, બધુ નવું થશેદોઢ વર્ષમાં કામ પૂર્ણ કરાશે.

તેમણે આ તકે કામ સારું, સમયમર્યાદામાં પૂર્ણ થાય અને પાણીની મુશ્કેલી હલ થાય તે જોવા ખાસ જણાવ્યું હતું. જિલ્લા ભાજપ મહામંત્રી ભાનુભાઈ મેતા અને અગ્રણી દામજીભાઈ ડાભીએ સુધારણા પાણી પુરવઠા યોજના દ્વારા ૪૭ ગામોને નિયમિત અને પૂરતા દબાણથી પાણી મળી રહે તે પ્રકારે યોજનાકીય કામગીરી કરવા જણાવ્યું હતું.

પ્રારંભમાં સ્વાગત પ્રવચન પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઇજનેર જોધાણીએ ર્ક્યુ હતું અને યોજનાકીય જાણકારી મુખ્ય ઇજનેર ફફળે આપી હતી.

આ પ્રસંગે અગ્રણીઓમાં તાલુકા પંચાયત પ્રમુખ લધુભા જાડેજા, પૂર્વ પ્રમુખ ધોધુભા જાડેજા, સરપંચ સંજયભાઇ પીપળીયા, તાલુકા ભાજપ પ્રમુખશ્રી વલ્લભાઇ શેખલીયા અગ્રણીઓ ગૌતમભાઇ કાનગડ, કનુભાઇ ડોબરીયા, વિવિધ ગામોના સરપંચો, તાલુકાના આગેવાનો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Machu 1 9

પારેવડા-વાદી, રામપરાવાદી વગેરે ગામોનો સમાવેશ થાય છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.