Abtak Media Google News

લોકોને કોરોનાથી બચાવવા રપ૦૦ માસ્ક અપાયાં

વોર્ડ નં.પ ના જાગૃત કોર્પોરેટર દક્ષાબેન ભેસાણીયા (પુષ્ટી માર્ગીય) વૈષ્ણવ પરિવાર તથા બી ડીવીઝન પોલીસ સ્ટાફ દ્વારા માસ્કનું ફ્રીમાં વિતરણ કરવામાં આવ્યું હતું.

વોર્ડ નં.પ ના જાગૃત કોર્પોરેટર દક્ષાબેન ભેસાણીયા, રાજકોટ પુષ્ટી માર્ગીય, વૈષ્ણવ પરીવાર અને બી ડીવીઝન પોલીસ સ્ટાફ દ્વારા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવાચાર્યોના આશીર્વાદથી હાલ વિશ્ર્વમાં ચાલી રહેલ વૈશ્ર્વીક મહામારી કોરોના વાયરસ સામે લડવા અટલ બિહારી બાજપાઇ હોલ પેડક ચોકમાં બી ડીવીઝન

1.Monday 2 1

પોલીસ સ્ટાફ તથા વૈષ્ણવ પરિવાર દ્વારા ફ્રી માસ્કનું વિતરણ કરવામાં આવેલ હતું. આ સમયે બી ડીવીઝન પોલીસ સ્ટાફ તથા વૈષ્ણવ અગ્રણીઓ પી.આઇ. ફર્નાન્ડીસ બી ડીવીઝન, અરવિંદભાઇ ભેસાણીયા, સુરેશભાઇ રૈયાણી, આશિષભાઇ કોટડીયા, પરસોતકભાઇ કોટડીયા, કેતનભાઇ પિત્રોડા, અશ્ર્વીનભાઇ વિઠલાણી, નાગજીભાઇ સંચાણીયા, ચંદુભાઇ ગીણોયા, મધુભાઇ ભૂત, જેન્તીભાઇ કમાણી વગેરે હાજર રહ્યા હતા.    (તસ્વીરકાર:- શૈલેષ વાડોલીયા)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.