Abtak Media Google News

કોરોના વાયરસ સામે લડવા દુર્ગા શક્તિ ટીમની મદદથી શરૂ કરાયું જનજાગૃતિ અભિયાન: સોશિયલ ડીસ્ટન્સ જાળવવા અને ઘર બહાર ન નીકળવા અપીલ

સમગ્ર વિશ્ર્વ કોરોના નામની મહામારી સામે લડવા એકજુટ થયુ છે અને કોરોના વાયરસનો ચેપ આગળ કંઇ ન પસરે તે માટે અવરનેશ માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે ત્યારે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પણ પોલીસની અલગ અલગ ટીમ દ્વારા કોરોના વાયરસ સામે જનજાગૃતિ માટે વીડિયો લોન્ચ કર્યો છે.

શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી ટીમ દ્વારા કોરોના વાયરસ સામે જનજાગૃતિના અભિયાન હાથ ધરાયા બાદ શહેર પોલીસની દુર્ગા શક્તિ ટીમ દ્વારા કોરોના વાયરસ સામે અવરનેશ સાથે સામાજીક સંદેશો આપતો વીડિયો બનાવવામાં આવ્યો છે. કોરોના અંગે શું સાવચેતી રાખવી તે અંગેના તૈયાર કરાયેલા સોંગ રિધ્ધી ધોળકીયા અને તેજશ શિશાંગીયાએ ગાયું છે અને ડો.ઉતપલ જીવરાજાનીએ મ્યુઝીક આપ્યું છે. વીડિયો સોંગમાં પોલીસ કમિશનર કચેરી ખાતેના શહિત સ્મારક અને પોલીસ હેડ કવાર્ટર ખાતેના અંબાજી મંદિરના સીનને આવરી લેવામાં આવ્યા છે.

વીડિયો સોંગની મદદથી પોલીસ કમિશન મનોજ અગ્રવાલે પ્રજા જોગ સંદેશો પાઠવ્યો છે. વ્હાલા રાજકોટવાસીઓ કોરોના વાયરસ નામની મહામારી સામે સમગ્ર વિશ્ર્વ એકજુટ થઇ લડી રહ્યું છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કોરોના વાયરસને આગળ વધતો અટકાવવા ૨૧ દિવસનું લોક ડાઉન જાહેર કર્યુ છે. ત્યારે બીન જરૂરી બહાર ન નીકળવા અપીલ કરી છે અને તંત્ર દ્વારા જીવન જરૂરીયાતની તમામ ચિજ વસ્તુ મળી રહે તે માટેની ગોઠવેલી વ્યવસમાં સહયોગ આપવા અપીલ કરી છે.

કોરોના વાયરસી બચવા સોશ્યલ ડીસ્ટન્સ જાળવો અને ઘરની બહાર ન નીકળી પોલીસને કામગીરીમાં સહકાર આપો પોલીસ સાચા અર્થમાં મિત્ર અને હિતેચ્છુ તરીકે સાથ અને સહકાર આપશે તેમ જણાવ્યું છે.

કોરોના વાયરસને લઇ તૈયાર કરાયેલા વીડિયો લોન્ચી સમયે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી ઝોન-૧ રવિ મોહન સૈની અને ડીસીપી ઝોન-૨ મનહરસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટ પોલીસ તમને, તમારા પરિવારને અને તમારા મિત્રોને વીડિયો લોન્ચીગ અને પોલીસ કર્મચારીઓ શહેરી ગલ્લીઓમાં દેશ ભક્તિના ગીત રજુ કરી લોક ડાઉનને અસરકારક બનાવવા પ્રયાસ કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.