Abtak Media Google News

કોરોના શંકાસ્પદના ૪૯ના રિપોર્ટ નેગેટિવ  ૧૦ પોઝિટિવ પૈકી ૯ સારવાર હેઠળ : શહેરને કોરોના મુક્ત બનાવવા તંત્ર સજ્જ

પંચમહાલમાં ૭૫ વર્ષીય વૃદ્ધનું કોરોનામાં મોત : ૮૮ પોઝિટિવ, ૮ના મોત

રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસમાં કોરોના વાયરસના કોઈ પણ પોઝિટિવ કેસ નોંધાયા હતા. લોકલ ટ્રાન્સમિશન ના કારણે વધતા જતા વાયરસને અટકાવવામાં તંત્ર સફળ રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસમાં રાજકોટમાં કુલ ૪૯ શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેબોરેટરી માં મોકલવામાં આવ્યા હતા. જે તમામ લોકોના કેસ નેગેટિવ આવતા લોકોમાં રાહતનો શ્વાસ આવ્યા છે.

અને શહેરને કોરોના મુક્ત કરવા માટે તંત્ર સજ્જ લાગી રહ્યું છે. જ્યારે રાજ્યમાં પંચમહાલ જિલ્લામાં વૃદ્ધનું કોરોનાના કારણે મોત નિપજતા મૃત્યુઆંક ૮ સુધી પહોંચ્યો છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધી ૮૮ પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજકોટમાં રાજ્યનો સૌપ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો હોવા છતાં પણ લોકલ ટ્રાન્સમિશનને અટકાવવા માટે તંત્ર સફળ રહ્યું હોય તેમ છેલ્લા ત્રણ દિવસમાં રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં એક પણ કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો નથી. ગઈ કાલે વધુ કોરોના શંકાસ્પદ ના આધારે વધુ ૬ સેમ્પલ લેબોરેટરી માં મોકલવામાં આવ્યા હતા. જે તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. આ સાથે આજ રોજ વધુ ૧૬ સેમ્પલ લેબોરેટરી માં મોકલવામાં આવ્યા છે. અત્યાર સુધી રાજકોટ શહેર અને ગ્રામ્યમાં કુલ ૧૩૧૮ સેમ્પલ લેવામાં આવ્યા છે. સાથે ૩૦૮ લોકોને ઓબેસર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે.

રાજકોટવાસીઓ માટે કોરોના કોવિડ ૧૯ ના વાયરસના કારણે થતી મહામારીમાં રાહતનો શ્વાસ લેવાયો છે. પ્રથમ પોઝિટિવ કેસ નદીમને પણ સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવતા તેને પણ ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે. ત્યારે છેલ્લાં ત્રણ દિવસમાં વધુ ૪૯ શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ પણ નેગેટીવ આવ્યા છે. આરોગ્યતંત્ર ની મેહનત દ્વારા રાજકોટ શહેરમાં લોકલ ટ્રાન્સમિશન ના કારણે વધતા જતા કેસોને અટકાવામાં તંત્ર સફળ પુરવાર થઈ રહ્યું છે.જ્યારે આજરોજ વધુ ૧૬ શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે.

Screenshot 1 5

જ્યારે બીજી બાજુ રાજ્યમાં પંચમહાલ જિલ્લા ના ૭૫ વર્ષીય વૃદ્ધ કોરોના પોઝિટિવ આવતા તેમને વડોદરા સારવારમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજતા રાજ્યમાં મૃત્યુઆંક ૮ સુધી પહોંચ્યો છે. જ્યારે ગઈ કાલે રાજ્યભરમાં એક જ પોઝિટિવ કેસ નોંધાયો હતો. અને કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૮૮ સુધી પહોંચી હતી. રાજ્યમાં કુલ ૬૬ દર્દીઓની હાલત સુધારા પર છે, જ્યારે ૩ દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર લઇ રહ્યા છે.

રાજ્યભરમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસમાં વધતા જતા પોઝિટિવ દર્દીઓની સંખ્યા પર રોક લાગી હતી. જેમાં ગઈ કાલે માત્ર એક જ પોઝિટિવ કેસ નોંધાયો હતો. પરંતુ પંચમહાલના એક પોઝિટિવ દર્દીનું વડોદરાની હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.

રાહત ના સમાચાર માં રાજકોટના પ્રથમ પોઝિટિવ કેસને સારવાર કારગત નિવડતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે. તે સાથે સુરતમાં વધુ ૨૫ વર્ષીય યુવાન અને ૪૫ વર્ષીય પુરુષને પણ હાલત સ્થિર થતા તેમને પણ રજા આપવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.