Abtak Media Google News

મહામારી કોરોનાના પગલે વિશ્ર્વભરમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે ભારતભરમાં ૨૧ દિવસ લોકડાઉન કરવામાં આવ્યું  છે. ત્યારે શહેરમાં તમામ શહેરીજનોને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી હોય તેમ છતાં કેટલાક લોકો જાહેરનામાનો ભંગ કરી શહેરના માર્ગો પર ફરવા નીકળતા હોય અને મહામારી કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માટે શહેરભરમાં પોલીસ દ્વારા ઠેક-ઠેકાણે ચેકિંગ અને રોડ પર નાકાબંધી કરવામાં આવી છે અને દિવસ દરમિયાન કેટલાક લોકોના સંપર્કમાં આવતા હોય અને લોકોની રક્ષા માટે સતત ખડેપગે રહેતા પોલીસ જવાનો અને અધિકારીઓ માટે આજે જિલ્લા પંચાયત ખાતે ઈન્ડિયન મેડિકલ એસોશીએશન દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

Dsc 0257

શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સુચનાથી સંયુક્ત પોલીસ કમિશ્નર ખુરશીદ એહમદના માર્ગદર્શન હેઠળ કોરોના વાયરસની વૈશ્ર્વિક મહામારીના પગલે રાજકોટ શહેર પોલીસ દ્વારા લોકડાઉનને સફળતાપૂર્વક અમલ કરવા અને શહેરના અલગ-અલગ પોઈન્ટ પર બંદોબસ્તમાં રોકાયેલા પોલીસ અધિકારીઓ અને અન્ય સ્ટાફના સ્વાસ્થ્યની મેડિકલ ચકાસણી કરવા માટે ઈન્ડિયન મેડિકલ એસો. રાજકોટના પ્રમુખ ડો.ચેતન લાલસેતા, મંત્રી ડો.તેજસ કરમતા, ડો.અતુલ પંડ્યા, ડો.હિરેન કોઠારી, ડો.જય ધીરવાણી, ડો.અમિત હાપાણી, ડો.મયંક ઠક્કર સહિત ૧૦ તબિબોની અલગ અલગ ટીમો દ્વારા શહેરના તમામ પોઈન્ટ પર બંદોબસ્તમાં રોકાયેલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તથા ટ્રાફિક બ્રિગેડ સહિતના તમામ સ્ટાફ માટે મેડિકલ ચેકઅપનો કેમ્પ યોજવામાં આવ્યો હતો.

Dsc 0282

જેમાં પોલીસ અધિકારીઓ અને સ્ટાફની જનરલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાં ૧૫૦થી વધુ લોકોને તબિબોની ટીમે ચકાસ્યા હતા. કોઈ શંકાસ્પદ જણાય તો તેઓને વધુ સારવારમાં હોસ્પિટલ ખાતે દાખલ કરવાની પણ સગવડ કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.