Abtak Media Google News

૭૫૪ સસ્તા અનાજની દુકાનો ઉપર ચાલતી વિતરણની કામગીરી, સોશિયલ ડિસ્ટન્સ ઉપર ખાસ ભાર મુકાયો: કુલ ૨૧ લાખ વધુ લોકોને મળશે સધિયારો

રાજ્ય સરકાર દ્વારા કોરોના વાયરસ મહામારી અંતર્ગત લોકડાઉનની પરિસ્થિતિમાં લોકોને સધિયારો આપવા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સંવેદનશીલ સરકારે બીપીલ કાર્ડ ધારકો ઉપરાંત નોન એન.એફ.એસ.એ. એ.પી.એલ. – ૧ કાર્ડ ધારકોને તા. ૧૩મી એપ્રિલથી જુદા જુદા તબક્કામાં પાંચ દિવસ દરમ્યાન રાશન સામગ્રી નિ:શુલ્ક આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં ૭૫૪ સસ્તા અનાજની દુકાન પરથી ૫.૮૨ લાખ રેશન કાર્ડ ધારકોને નિ:શુલ્ક રાશન મળશે. આશરે ૨૧ લાખથી વધુ લોકોને સધિયારો મળશે.

રાજકોટ જિલ્લાના તાલુકાઓ, ઉપલેટાના ૨૬,૧૧૨, કોટડાસાંગાણીના ૧૪,૧૭૯, ગોંડલના ૫૪,૯૯૬, જસદણના ૨૪,૧૭૪, જામકંડોરણાના ૧૪,૩૪૦,જેતપુરના ૪૬,૯૦૭, ધોરાજીના ૨૩,૦૮૫, પડધરીના ૯,૨૪૭, રાજકોટના ૩૨,૧૮૦, લોધીકાના ૯,૮૭૯, વિછીયાના ૮,૨૧૬ એ.પી.એલ. – ૧ કાર્ડ ધારકોને જાહેર કર્યા મુજબ ૧૦ કિલો ઘઉ, ૩ કિલો ચોખા, ૧ કિલો દાળ, ૧ કિલો ખાંડનુ નિ:શુલ્ક રાશનનું વિતરણ કરવામાં આવશે.

રાજકોટ શહેરમાં ૪ ઝોન વાઈઝ  કુલ ૩,૧૮,૯૯૦ રેશનકાર્ડ ધારકોને ૨૨૨ દુકાન પરથી રાશન વિતરણ કરવામાં આવશે. એ.પી.એલ. – ૧ રેશનકાર્ડ ધારકોને કાર્ડ નંબરમાં છેલ્લા આંકડા નો નંબર ૧ અને ૨ હોય તેમણે તારીખ ૧૩એપ્રિલ, છેલ્લા આંકડાનો નંબર ૩ અને ૪ હોય તેમણે તારીખ ૧૪એપ્રિલ., છેલ્લા આંકડાનો નંબર ૫ અને ૬ હોય તેમને તારીખ ૧૫એપ્રિલ, છેલ્લા આંકડાનો નંબર ૭ અને ૮ હોય તેમને ૧૬એપ્રિલ તેમજ છેલ્લા આંકડાનો નંબર ૯ અને ૦ હોય તેવા રેશનકાર્ડ ધારકો કે તારીખ ૧૭ એપ્રિલ ૨૦૨૦ના રોજ વિના મૂલ્ય વિતરણ કરવામાં આવશેતેમ જિલ્લા પુરવઠા અધિકારીની યાદીમાં જણાવાયું છે.

ભીડ ન થાય તે માટે રાશનકાર્ડના પાછળના અંકના આધારે વિતરણ

એ.પી.એલ. – ૧ રેશનકાર્ડ ધારકોમાં જેને કાર્ડ નંબરમાં છેલ્લા આંકડાનો નંબર ૧ અને ૨ હોય તેમને આજે નિ:શુલ્ક રાશન આપવાનું શરુ થયું છે. જેને છેલ્લા આંકડાનો નંબર ૩ અને ૪ હોય તેમને તારીખ ૧૪ એપ્રિલ, છેલ્લા આંકડાનો નંબર ૫ અને ૬ હોય તેમને તારીખ ૧૫ એપ્રિલ, છેલ્લા આંકડાનો નંબર ૭ અને ૮ હોય તેમને ૧૬ એપ્રિલ તેમજ છેલ્લા આંકડાનો નંબર ૯ અને ૦ હોય તેવા રેશનકાર્ડ ધારકો કે તારીખ ૧૭ એપ્રિલ ૨૦૨૦ ના રોજ વિના મૂલ્ય રાશનનું વિતરણ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં ૪ ઝોન વાઈઝ  કુલ ૩,૧૮,૯૯૦ રેશનકાર્ડ ધારકોને ૨૨૨ દુકાન પરથી રાશન વિતરણ શરુ કરવામાં આવ્યું છે. અને જિલ્લાના તાલુકાઓ, ઉપલેટાના ૨૬,૧૧૨, કોટડાસાંગાણીના ૧૪,૧૭૯, ગોંડલના ૫૪,૯૯૬, જસદણના ૨૪,૧૭૪, જામકંડોરણાના ૧૪,૩૪૦, જેતપુરના ૪૬,૯૦૭, ધોરાજીના ૨૩,૦૮૫, પડધરીના ૯,૨૪૭, રાજકોટના ૩૨,૧૮૦, લોધીકાના ૯,૮૭૯, વિછીયાના ૮,૨૧૬ એ.પી.એલ. – ૧ કાર્ડ ધારકોને જાહેર કર્યા મુજબ ૧૦ કિલો ઘઉ, ૩ કિલો ચોખા, ૧ કિલો દાળ, ૧ કિલો ખાંડનુ નિ:શુલ્ક રાશનનું વિતરણ શરુ થશે. તેમ જિલ્લા પુરવઠા અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Rashan Vitran 3

વ્યાજબી ભાવના નવા દુકાનદારોના નામ અને સરનામા

રાજકોટ તા.૧૨ એપ્રિલ-રાજકોટ શહેરમાં કેટલાક વાજબી ભાવની દુકાનદારોના લાયસન્સ રદ થવાથી કે રાજીનામા આપવાથી તેવી દુકાનો બંધ થયેલ છે, જેથી આવી વાજબી ભાવની દુકાનોનો ચાર્જ અન્ય દુકાનોને આપવામાં આવ્યો છે. જેથી એપીએલ-૧ રેશનકાર્ડ ધારકોએ હવે પછી નવી ચાર્જવાળી વાજબી ભાવની દુકાનોએથી જ પોતાને મળવાપાત્ર જથ્થો મેળવી શકશે. જેની એપીએલ-૧ રેશનકાર્ડ ધારકોએ નોંધ લેવાની રહેશે. તેમ રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહનની એક યાદીમાં જણાવાયુ છે.

જે અન્વયે ઝોનલ-૧ માં ચાર્જમાં રહેલ વાજબી ભાવના નવા દુકાનદારોના નામ અને સરનામા આ મુજબ છે- જેન્તીભાઇ જાદવ, ગોકુલનગર શેરી નં.૫, સંતકબીર રોડ, રતનભાઇ ટહેલીયાણી, ૩-ચુનારાવાડ, મુકેશભાઇ જેન્તીલાલ, શકિત સોસાયટી, સંતકબીર રોડ, એસ.બી.શાહ,૨-પરસાણા સોસાયટી, સુનિલ ટહેલાણી, પુનીત સોસાયટી,નવદુર્ગા ૩૦ ફુટનો રોડ, મહેશભાઇ રાઠોડ, ૧૦-મેહુલ નગર, પ્રતાપભાઇ વિઠલાણી, પાંજરાપોળ, લખુભાઇ કચરાભાઇ, ૭-કનકનગર , મહેશભાઇ રાઠોડ, ૧૦- મેહુલ નગર, મુકેશભાઇ જયંતિલાલ, શકિત સોસાયટી, પંકજબેન ગોંડલિયા,ભગવતીપરા, ૧૫ નો ખુણો, મોનાબેન ચંદારાણા, ગાંધી સ્મૃતિ સોસાયટી-૨, પ્રતાપભાઇ વિઠલાણી, પાંજરાપોળ, જેન્તીભાઇ જાદવ, ગોકુલનગર શેરીનં.પનો ખૂણો. રાજકોટ ખાતેથી મળી શકશે.

જયારે ઝોનલ-૨ માં ચાર્જમાં રહેલ વાજબી ભાવના નવા દુકાનદારોના નામ અને સરનામા આ મુજબ છે-કિશોરકુમાર ચેતનદાસ, સુભાષનગર-૬, નિર્મલાબેન રાચ્છ, સદરબજાર મેઇનરોડ,  કેશવજી ભાણજીવાળી શેરી, રમેશભાઇ દરિયાનાણી, ચુડાસમા નગર શેરી નં.૧, લલીતાબેન મારૂ, ગાંધીગ્રામ, બી.ડી.જોષી, પોલીસ હેડકવાર્ટર, જામનગર રોડ, અર્ચનાબેન પારેખ, સોજીત્રાનગર શાક માર્કેટ સામે, મહેશભાઇ બુલચંદ ભોજાવાણી, ૨૦-જાગનાથ પ્લોટ, એન.ટી.તુરખિયા, નાલંદા સોસાયટી-૪, કાલાવડ રોડ, સરયુકુમાર અગ્રાવત, ગોકુલ કોમ્પ્લેક્ષ, દુકાન નં.૨,બજરંગવાડી મેઇન રોડના છેડે, જીતેન્દ્રભાઇ સરવૈયા, સ્લમ કવાર્ટર, રૈયાધાર, બી.ડી. જોષી, પ-બજરંગવાડી, ગીરીરાજસિંહ જાડેજા, સોમનાથ-૩, કીડવાઇનગર પાસે,  વનરાજસિંહ જાડેજા, પંચાયત ચોક પાસે, યુનિ. રોડ, એન.એમ. ભારમલ, ૨-ગુલાબનગર, રૈયા રોડ, અર્ચનાબેન પારેખ, સોજીત્રાનગર શાક માર્કેટ સામે. રાજકોટ ખાતેથી મળશે.

ઝોનલ-૩માં ચાર્જમાં રહેલ વાજબી ભાવના નવા દુકાનદારોના નામ અને સરનામા આ મુજબ છે-સંગીતાબેન સાગઠિયા, ભવાનીનગર, મવડી ગામ પાસે, અર્જૂનભાઇ ભગવાનજી ડવ, ૩-નવલનગર, ધર્મેન્દ્ર ડાંગર, ૬/૧૩ નવલનગર, મોહનલાલ આયનાણી, ૮-મનહર પ્લોટ, ધીરજલાલ મકવાણા, ૩-દાસીજીવણપરા, લક્ષ્મીનગર મેઇન રોડ, આર.બી.સોલંકી, બાપા સીતારામ ચોક, મવડી રોડ, રાજકોટ.

ઝોનલ-૪ માં ચાર્જમાં રહેલ વાજબી ભાવના નવા દુકાનદારોના નામ અને સરનામા આ મુજબ છે- ધડુક ભીખાભાઇ, ૨૪- પ્રહલાદ પ્લોટ, નંદકુમાર ભગવાનદાસ, કેવડાવાડી મેઇન રોડ, નીલેશભાઇ કુંડલિયા, ૩-વાણિયાવાડી, દિપકભાઇ  વાઘવાણી, ૪-હસનવાડી, માવજીભાઇ વાણિયા, ૮/૧૪, રશ્મિ મુલચંદાણી, ૧૬,ગુંદાવાડી, નિલેશ કુંડલિયા, ૩, વાણિયાવાડી, ગોપાલ મેસુર ચૌહાણ,૫-શ્રીનગર, રંજનબેન ભીમાણી, ૧૦-ન્યુ મેઘાણીનગર, ખતીજાબેન બીજાણી, સુમરા સોસાયટી, અશોક સાધુરામ, રામનાથપરા, તુષાર માટલિયા, કોઠારિયા કોલોની. રાજકોટ ખાતેથી રેશનકાર્ડ ધારકો પોતાનો મળવાપાત્ર જથ્થો મેળવી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.