Abtak Media Google News

આફ્રિકન સિંહ, જંગલી ભેંસ, હાઇના, મગરમચ્છ, ગૈંડા, હાથી, ધ્રુવ પ્રદેશનાં રીંછ, ચિત્તો અને હિપ્પોપોટેમસ  જેવા ખતરનાક જંગલી જનાવરો છે

જયારે આપણે સૌથી જોખમી જંગલી જીવોને ઘ્યાનમાં લઇને છીએ ત્યારે આપણાં મગજમાં વિવિધ આકારો, તિક્ષ્ણદાંત, મોટી આંખો વાળા પ્રાણીઓનું ચિત્ર આવી જાય છે. પરંતુ ખરેખર નબળા દેખાતા – નિર્દોષ પ્રાણીઓ પણ સૌથી વધારે વિનાશક હોય છે. તેને ઓળખવા મુશ્કેલ છે. અહિં આપણે આજે વિશ્ર્વનાં ૧૦ સૌથી જોખમી જંગલી પ્રાણીઓની વાત કરવી છે. જંગલી જાનવર પોતાનો કે બચ્ચાનો જીવ બચાવવા હિંસક બનતા જોવા મળે છે. તેની કોઇ મશ્કરી કરે કે તે ભુખ્યું હોય તો તે વધુ ખતરનાક બની જાય છે.

Knowledge Corner Logo 4 11

(૧) આફ્રિકન સિંહ:-

1 11

સિંહને જંગલનો રાજા ગણવામાં આવે છે. તે ખુબ જ ઝડપ ધરાવે છે. તેના તીક્ષ્ણ દાંત પંજાથી ગમે તેવા મોટા જનાવર ને ફાડી ખાય છે. તે માંસાહારી છે. માદાઓ મોટાભાગે પીછો કરે છે. તેમની શ્કિારની રીત નીહાળી છે. ઝુંડમાં ક્રમશ: એક પછી એક તે વારા ફરતી શિકાર પર વાર કરે છે. તેનાં ગ્રુપસિવાય અન્ય ગ્રુપોની લડાઇ પણ  હિંસક હોય છે. નર-માદાની લડાઇ કે નર-નરની લડાઇ ઘાતકી હોય છે. ઘણીવાર મૃત્યુ પણ થઇ જાય છે. તેના ખોરાકમાં હાથી, હાઇના, ગૈડો, ઉંદર પણ હોય છે. તે જોખમી પ્રાણી છે, પ્રાણી સંગ્રાલયમાં પણ તે માનવ જાત ઉપર હુમલો કરે છે.

(ર) જંગલી ભેંસ:-

2 9

આફ્રિકાના જંગલોમાં, ઘાસના મેદાનોમાં મોટા ઝુંડમાં રહેતી ભેંસો જંગલી હિંસક હોય છે. તેનાથી સિંહ પણ બીવે છે. તેને કેપ બફેલો કે બાયસન કહેવાય છે. બે હજાર પાઉન્ડ વજન ધરાવતી ભેંસ સૌથી જોખમી પ્રાણીઓમાં એક અવરોધ છે. ખુબ જ તાકતવાર સાથે તેનો બે શિંગડાથી એટેક કરે ત્યારે ગમે તેવા હિંસક પ્રાણીને મોતને ઘાટ ઉતારે છે.

(૩) હાઇના:-

3 9

કાળા ધબ્બાવાળા કુતરા જેવા દેખાતા હાઇના ઝુંડમાં રહીને શિકાર કરે છે. તે માંસાહારી છે. તેઓ શારીરિક ‚પે વ્યાપક અને બળવાન હોય છે. તેનું ઝુંડ સિંહે મારણ કરેલો શિકાર પણ છીનવીને ખાય જવાની તાકાત રાખે છે. તેને ‘લકડબગ્ગા’ પણ કહે છે. ઝુંડમાં માદા હાઇના સંચાલન કરતી જોવા મળે છે. બચ્ચાને નાનપણથી જ તાલિમ બઘ્ધ કરાય છે. યુવા નર પ્લાનીંગ સાથે શિકાર કરતા જોવા મળે છે.

(૪) મગરમચ્છ:-

4 4

ર૩ પ્રકારનાં મગરોમાં ખારા પાણી અને નાઇલ નદીનાં મગરો સૌથી વિનાશક પ્રાણી છે. પૃથ્વી પરના સૌથી મોટા સરીસૃપ હોવાને કારણે દર વર્ષે પાણીમાં કે તેની આસપાસ લોકો પ્રાણીઓની કત્લેઆમ કરે છે. તે ફરતા પ્રવાહો, તળાવો, આફિક્રા, એશ્યિા અને ઓસ્ટ્રેલીયાના તમામ વિસ્તારોમાં જોવા મળે છે. તેની આંખ,કાન અને નસકોરના માથા પર હોયને શિકાર જોવા મળે અવાજ માટે સક્ષમ કરે છે. પ થી ર૦ ફુટ લાંબી મગરો દર વર્ષે ૮૦૦ વ્યકિતઓની કતલ કરે છે. તેનો હુમલો જીવલેણ હોય છે. ખારા પાણીની મગર ઝડપી અને ટકાઉ હોય છે જેના જડબા ત્રણ હજાર પાઉન્ડ વજન ખેંચી શકે છે.

(પ) ગેંડા:-

5 3

ભયંકર અને ભયાનક દેખાતો ગેંડો તેના વિશાળ શરીર ટુંકા પગ અને કઠણ ચામડી સાથે તીક્ષણ શીંગડાથી શિકારનો ખાત્મો બોલાવી દે છે. એકવાર તેમની દ્રષ્ટિમાં તમો આવી જાય પછી ત્યાંથી નિકળવું મુશ્કેલ છે. તે ખૂબ પ્રચંડ ઝડપી અને નોંધપાત્ર યોઘ્ધો છે. તે એકવાર દોડે પછી સામે ગમે તે હોય તેને મારી જ નાખે છે વાહનો પણ ઊંઘા વાળી દે છે. તેમના શિંગડાઓ તેમનું મુખ્ય શસ્ત્ર છે.

(૬) હાથી:-

7

પૃથ્વી પરનું સૌથી મોટું કદાવર પ્રાણી હાથી છે. તેનું વજન આઠ ટન જેટલું હોય છે. વિશાળ કાન, લાંબી સુંઢ, કદાવર પગ શિકારને કુંચલી નાખે છે. તેમનું ઝુંડ બહુ જ તાકાત વર હોય છે. તે ચેતવણી આપીને હુમલો કરે છે. સાત હજાર કિલોવજનને ૧૩ ફુટની ઉંંચાઇ ધરાવે છે. આમ શાંત દેખાતા હાથી અણીનાં સમયે ખુંખાર બની જાય છે.

(૭) ધ્રુવીય રીંછ:-

07

દુનિયાના જંગલી જનાવરોમાં માંસાહારી ભાલુ પૈકી એક છે એની શિકાર કરવાની કોઇ વિશેષ ટેકનીક નથી. બરફ આચ્છાદિત પ્રદેશોમાં તેને જે શિકાર મળે તે ખાઇને ચલાવી લે છે. લોકો શિકાર કરતાં હવે તેની સંખ્યા ઘટવા લાગી છે. પોલર ભાલું સાયબેરીયન વાઘ જેવું ભારતે હોય છે. ૪૦૦ થી ૬૦૦ કિલો વજન હોય છે. તેની સુંધવાની સાંભળવાની શકિત ગજબ હોય છે. તેના આગળના પંજાનો મહત્મ ઉપયોગ કરીને તાકાત બતાવે છે. માદા રીંછ બચ્ચાનો શ્રેષ્ઠ ઉછેર તાલિમ વિગેરે પાસાઓની દરકાર કરે છે તે બહું ઝુંડમાં રહેતા નથી. મોટાભાગે ‘૫ેર’માં રહે છે.

(૮) ચિત્તા:-

08

તે વિશાળ બિલાડીનો પ્રકાર છે મોટાભાગે આફ્રિકા અને મઘ્ય પૂર્વના જોવા મળે છે. તેની લાંબી છલાંગ ઝડપ વિગેરે ને કારણે શિકારનો ભારે પડે છે. તે શિકાર કરીને વૃક્ષ પર ટોચે બેસી જાય છે. દર કલાકે ૧૧૩ કિ.મી. જડપ પ્રાપ્ત કરી શકે છે. તે પ કિ.મી. દૂરથી શિકારને ગોતી લે છે. તે ઉડતા જીવો સસલા, શાહ મૃગનું માંસ ખાય છે.

(૯) ચિત્તો (પેન્થર):-

9 1

વિશ્ર્વનું સૌથી ઝડપી જંગલી પ્રાણી છે તે તેના શિકારને દૂરથી જોઇને ટારગેટ કરે છેે તે માટી બિલાડીનો એક પરિવાર પૈકી છે. તેની અતુલ્ય શરીર ચડવાની ક્ષમતા નિહાળી છે. તે સિંહ કરતાં પણ વધુ જોખમી છે. તેઓનું ઝુંડ વધારે ખતરનાક હોય છે.

(૧૦) હિપ્પોપોટેમસ:-

10 1

વિશ્ર્વના જંગલી પ્રાણીઓમાં ‘હિપ્પો’ મોટાભાગે શાકાહારી પ્રાણી છે. તે ક્રુર અને બળવાન હોય છે. તેમને મગર કે અન્ય જંગલી પ્રાણીઓ ખલેલ પહોચાડતા નથી. તેઓ સુરક્ષા હેતુ માટે ચાલતો રહે છે. તેમનું તીવ્ર કદ, પ્રચંદ તિક્ષ્ણ દાંત તેમનું શિકાર માટે પ્રથમ હથિયાર છે. ૧૭ ફુટ લાંબાને, દશ હજાર પાઉન્ડ વજન ધરાવે છે. મોટાભાગે જળ માર્ગે કાંઠા પર ભટકતા જોવા મળે છે. જયારે તેને ભય લાગે ત્યારે તેઓ પાણી તરફ દોટ લગાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.