Abtak Media Google News

વડોદરા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેનનું મુખ્યમંત્રીને આવેદન

કોરોનાના સમયમાં મા કાર્ડ ધારકોને પડી રહેલી મુશ્કેલીઓ દૂર કરવા વડોદરા જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના અઘ્યક્ષ નીલાબેન સતીષભાઇ ઉપાઘ્યાયે રાજયના મુખ્યમંત્રીને રજુઆત કરી છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે, કોવિડ-૧૯ ના લીધે સમગ્ર વિશ્ર્વ અને દેશમાં લોકો તકલીફોનો સામનો કરી રહ્યાં છે. ગુજરાતના લોકો પણ તેને સામનો કરી રહ્યા છે સરકાર આવા સમયે પોતાની ફરજ સઁપૂર્ણ નિભાવે તે જરુરી છે ગત રર માર્ચથી લોકડાઉનના કારણે મા કાર્ડ સંદર્ભ ઘણા પ્રશ્ર્નો ઉભા થયા છે જે પ્રશ્ર્નોનું નિરાકરણ કરવા માંગ છે.

મા કાર્ડ કાઢવા માટેના તમામ તાલુકા, નગરના સેન્ટરો કાર્યરત કરવા જોઇએ., માં કાર્ડ માટે જે હોસ્પિટલોને મંજુરી મળી છે તે હોસ્પિટલોને મા કાર્ડની તમામ નકકી કરેલ સારવારો અને કોવિડ-૧૯ ના ટેસ્ટ પણ મા કાર્ડ હોય તોપિયત કરેલ હોસ્પિટલોએ મફત કરવૉ જોઇએ, માં કાર્ડમાં નિયત કરેલ હોસ્પિટલોને સરકાર સારવાર કરવા માટે પુરતુ ભંડોળ આપી રહી નથી જેથી નિયત કરેલી હોસ્પિટલો કેશથી સારવાર કરવા દર્દીઓને જણાવે છે તે સંદર્ભે જરુરી કાર્યવાહી કરવી જોઇએ.

મા કાંડ કાઢતા જતા દર્દીઓને આવવા-જવા માટે લોકડાઉનમાં છુટ આપવી જોઇએ, આવકના દાખલા માટે હાલ પુરતા તલાટીના દાખલા  ચલાવી શકાય તેવો હુકમ ગુજરાત સરકારે લોકડાઉન સુધી કરવો જોઇએ., હાર્ટ- એટેક, કેન્સર જેવી સારવારો કરાવા માગતા દર્દીઓ માટે હાલ પુરતુ કોવિડ-૧૯ નો ટેસ્ટ તાત્કાલીક કરાવવો જોઇએ જેથી હોસ્પિટલો અન્ય રોગની સારવાર કરી શકે., કેટલીક હોસ્પિટલો દ્વારા ભવિષ્યમાં મા કાર્ડ કાર્યરત નથી રહેતું તેમ જણાવે છે તો તે બાબતે પણ સરકારે સ્પષ્ટતા કરવી જોઇએ.આ બાબતો ગામડના વ્યકિતને સીધા સ્પર્શતા પ્રશ્ર્નોના સંદર્ભમાં છે. જેથી વહેલી તકે યોગ્ય નિર્ણય કરવા રજુઆત કરાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.