Abtak Media Google News

દવાની દુકાનોએ  આયુષ મંત્રાલયે સુચવેલી દવાઓ રાખવી પડશે 

શહેર, ગ્રામ્ય વિસ્તારમાં હોમિયોપેથીના ઇમ્યુન બૂસ્ટર ડોઝ, આયુર્વેદિક ઉકાળાનું વિતરણ

વડોદરામાં શહેરીજનોની રોગ પ્રતિકારક શકિત વધારવા માટે હોમિયોપેથીના ઇમ્યુન બુસ્ટર ડોઝ તથા આયુર્વેદીક ઉકાળા વિતરણ કરવાનું વડોદરા મહાપાલિકાએ નિર્ણય કર્યો છે. બે દિવસમાં શહેર ગ્રામ્ય વિસ્તારના ૩પ લાખ લોકોને આ બુસ્ટર્ર ડોઝની કામગીરી પૂર્ણ કરી દેવાશે તેમ મહાપાલિકાના આરોગ્ય અધિકારી ડો. દેવેશ પટેલે જણાવ્યું હતું.

નોવેલ કોરોના વાયરસ ની મહામારીમાં તમામ શહેરીજનોને હોમિયોપેથીના ઇમ્યુન બ્યુસ્ટર ડોઝ તરીકે આસેનીકમ એલ્બમર૩૦ પહોચાડવાની કામગીરી ચાલે છે. સાથે સાથે રેડ, ઓરેન્જ, યલો ઝોનમાં આયુર્વેદીક ઉકાળા પહોચાડવાનું આયોજન વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિનામૂલ્યે કરવામાં આવે છે. આ કામગીરી તા. ૧ર મે સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે.

નાગરીકોને આ દવાઓ સરળતાથી મળી રહે તે માટે મેડીકલ ઓફીસરે વ્યવસ્થા ગોઠવી છે.

શહેર વિસ્તારમાં આવેલ તમામ દવાની દુકાનોએ (હોમિયોપેથીક દવાનો પરવાનો ધરાવતા કે ન ધરાવતા હોય તો પણ) ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા જાહેર કરેલ. આર્સેનીકમ એલ્બમ-૩૦ તેમજ હોમિયોપેથીના વિવિધ નિષ્ણાંતો દ્વારા કોવિંડ-૧૯ ના સંદર્ભમાં ભલામણ કરેલ અન્ય અલગ અલગ પ્રકારની દવાઓ ઉપલબ્ધ કરાવવાની રહેશે.

શહેર વિસ્તારમાં આવેલ તમામ દવાની દુકાનોએ આયુષ મંત્રાલય દ્વારા જાહેર કરેલ આયુર્વેદીક ઉકાળા તેમજ કોવિડ-૧૯ને લગત અન્ય આયુર્વેદીક દવાઓ ઉપલબ્ધ કરાવવાની રહેશે.

ઉપરોકત દવાઓ લાયન્સ ધરાવતા ઉત્પાદકો પાસેથી જ નિયમ પેકીંગમાં જ તા. ૧ર-૫-૨૦ સુધીમાં પુરતા જથ્થામાં ઉપલબ્ધ કરાવવાની રહેશે. હોમિયોપેથીકના કિસ્સામાં તેનું ગ્લોબલ્સ તરીકે જ વેચાણ કરવાનું રહેશે.

આ હોમિયોપેથીક અને આયુર્વેદીક દવાઓનું વેચાણ પેકીંગ ઉપર જાહેર કરેલ એમઆરપીની મર્યાદામાં જ કરી શકાશે. જે દવાના વિક્રેતાઓ આ સુચનાઓનો ભંગ કરશે તેની સામે શિક્ષાત્મક  કાર્યવાહી કરવામાં આવશે તેમ મ્યુ. આરોગ્ય અધિકારીની યાદી જણાવે છે.

કોરોનાના સામાન્ય કારણો ધરાવતા દર્દીઓ હવે ઝડપથી ડિસ્ચાર્જ થશે પોઝિટીવ દર્દીઓએ હોસ્પિટલમાં વધુ રહેવું નહીં પડે

કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને હવે સારવારનાં ૧૦ દિવસ પછી આરટી. પીસીઆર ટેસ્ટ કર્યા વિના ડિસ્ચાર્જ કરવામાં આવશે.

રાષ્ટ્રીય કક્ષાએ કોરોના દર્દીઓને ડિસ્ચાર્જ પોલીસીમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ નવી પઘ્ધતિથી દર્દીઓ ઝડપથી ઘેર જઇ શકશે. બીનજરૂરી વિલંબ નહીં થાય, આર.ટી.- પી.સી.આર ટેસ્ટ જરૂરિયાત મંદ દર્દીઓ માટે વધારે વાપરી શકાશે અને કોરોનાના દર્દીઓને વધારે સમય હોસ્૫િટલમાં પણ નહીં રહેવું પડે

ઇન્ડિયન કાઉન્સીલ ઓફ મેડીકલ ઓફ મેડીકલ રિચર્સ, ભારત સરકાર દ્વારા કોવિડ-૧૯ ના પેશન્ટને ડિસ્ચાર્જ કરવા માટેના નિયત પ્રોટોકોલની નવી ગાઇડ લાઇન જાહેર કરવામાં આવી છે. કોવિડ-૧૯ પોઝિટીવ દર્દીએ હવે હોસ્પિટલમાં વધુ રહેવું નહીં પડે, માત્ર એચઆઇવી પોઝિટીવ દર્દી ઓર્ગન ટ્રાન્સ પ્લાન્ટ કરેલી હોય તેવા દર્દી કે કેન્સર જેવા ગંભીર બિમારી ધરાવતા હોય તેવા કોરોના સંક્રમિત દર્દીઓને આરટી પીસીઆર  ટેસ્ટ કરીને સજા આપવા કહેવાયું છે. નવી ગાઇડ લાઇનથી દર્દીઓને વારંવાર કરવા પડતા આરટી, પીસીઆર ટેસ્ટમાંથી મુકિત મળશે.

શહેરમાં વધુ ૨૩ કેસ પોઝિટિવ

વડોદરામાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૩ કોરોના પોઝીટીવ કેસ બહાર આવ્યા છે. આ સાથે કુલ પોઝિટિવ કેસ ૫૫૧ થયા છે. આ ૨૩ કેસમાં ૧૬ કેસ ગ્રામ્ય વિસ્તારના છે. કુલ ૧૨૬ નમુના લેવામાં આવ્યા હતા જેમાં ૧૦૩ કેસ નેગેટીવ આવ્યા હતા.

વિશ્ર્વભારતી સોસાયટી, ગાજરાવાડી, બકરી પોળ, કુરેશ મહોલ્લો, દુધવાળા મહોલ્લો, ચુડીવાલારમહોલ્લો, ગૌરવ સોસાયટી બાલાજી ડુપ્લેક્ષ (પરિવાર ચાર રસ્તા) મહેબુબપરા, સરદારભુવનનો ખાંચો, સરકારી કવાટર્સ (સલાટવાડા), ભાગ્યલક્ષ્મી સોસાયટી, દયાળભવનનો ખાંચો વિસ્તારમાં પોઝીટીવ કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૪૧ દર્દી સાજા થઈ જતા ડીસ્ચાર્જ કરાયા હતા.

શહેરમાં ૧૧ વિસ્તારો ‘રેડ ઝોન’માંથી ‘ઓરેન્જ ઝોન’ જાહેર કરાયા

શહેરના ૧૧ વિસ્તારોને રેડ ઝોનમાંથી ઓરેન્જ ઝોન જાહેર કરાયા છે તેમ મહાપાલિકાની યાદી જણાવે છે.

વડોદરામાં નોવેલ કોરોના વાયરસના સંક્રમણને ઘ્યાને લેતા તકેદારીના ભાગરૂપે તા. ર-પ ની સ્થિતિને ઘ્યાને લઇ શહેરના ૧૧ વિસ્તારોને રેડઝોનમાંથી ઓરેનઝ ઝોન તરીકે મુકત જનાહેર કરવામાં આવ્યા છે.

નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ ના કેસો અને સંક્રમણને ઘ્યાને લઇ તકેદારીના ભાગરૂપે હાલ નીચે જણાવેલ ઝોન અને તે હેઠળ આવતા વિસ્તારોને રેડઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.

આજવા રોડના વૃંદાવન પાર્ક, ધાનાની પાર્ક, એકતાનગર, પાણીગેટ, બહારના ગુલીસ્તાન એપાર્ટમેન્ટ, માંડવી રોડથી જગમાલની પોળ, બાજવાડાની નરસિંહજી પોળ, ગોત્રીની પ્રસિત રેસીડેન્સ, મ્યુઝીક કોલેજ પાસે દયાલભાવનો ખાંચો, સમાના પટેલ પાર્ક, નૂતન સ્કુલ પાસે, ફેતપુરાનો રાણાવાસ, ગાજરાવાડીના વિશ્ર્વકર્મા, શિવનગર (ર) તથા વાડી વિસ્તારમાં શનિદેવ મંદિર પાસેનો વિસ્તાર ચોરેન્જ ઝોન જાહેર કરાયા છે.

તા. ૧૭-૪ અને ત્યારપછી તા. ૨૪-૪ સુધીમાં ઉપર જણાવેલ વિસ્તારોમાં આ મહામારીના કોઇપણ પોઝિટીવ કેસ નોંધાયેલ નથી તેમજ આ વિસ્તારોના રહીશો પૈકી કેટલીક વ્યકિતઓના લેવામાં આવેલ નમુના અને કોન્ટેકટ ટ્રેસીંગની કામગીરીને ઘ્યાને લેતા ઉપરોકત વિસ્તારોને હવે રેડ ઝોન તરીકે ચાલુ રાખવાની આવશ્યકતા જણાતી નથી. તેમ મ્યુનિ. કમિશ્નરે જણાવ્યું હતું.

એસી, ફ્રીઝ ગોડાઉનમાંથી કાઢવા અને રીપેર કરવાની મંજૂરી આપો

એસી, ફ્રીઝ એસો.ની કલેકટરને રજૂઆત

હાલ ઉનાળાની ઋતુ છે અને એરકંડીશનર અને રેફ્રીજરેશનનો સમય છે. ત્યારે વેપારીઓને પોતાના ગોડાઉનમાંથી એસી, ફ્રીઝ કાઢવાની અને ટેકનીશ્યનોને એસી, ફ્રીઝ રીપે કરવા જવાની મંજુરી આપવા એસી, ફ્રીઝ એસોસિએશનના હેદ્દેદારો, કોંગ્રેસના આગેવાનોને સાથે રાખી કલેકટરને રજૂઆત કરી હતી.

વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રશાંત પટેલ, મહાનગરપાલિકા કોંગ્રેસ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ તેમજ પ્રદેશ પ્રતિનિધી નિલેશ બ્રહ્મભટ્ટે કલેકટરને એરક્ધડીસન્ર-રેફરીજેટર એસોસિએશનના હોદ્દેદ્દાર વેપારીઓની ઉપસ્થિતિમાં રજૂઆત કરી હતી.

વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતીય નાગરિકો ( પરપ્રાંતીય)ને વડોદરામાંથી પોતાના વતન જવા માટે ઈચ્છતા શ્રમિકોની યાદી છેલ્લા ૩ દિવસથી આપી હોવા છતાં એપ્રુવલ ના થયું હોવાથી વહેલીતકે મંજુર કરી ટ્રેનની વ્યવસ્થા કરી આપો જેથી શહેર કોંગ્રેસ સમિતિ પૈસા ભરી શ્રમિકોને હેરાનગતિમાંથી બચાવી શકે.

એરક્ધડીસર-રેફરીજેટરના વેપારીઓને સિઝનને ૪૦% ધંધો ઉનાળાના આ ૩ મહિનામાં થતો હોય છે. કરોડો રુપિયાનો માલ ગોડાઉનમાં ભર્યો છે, ઓર્ડર પણ પેન્ડીંગ છે તો ગોડાઉનમાંથી માલ ડિલીવરી કરવાની પરવાનગી આપવા રજૂઆત કરાઈ છે.

હોસ્પિટલ તથા બ્લડ બેંકમાં એરક્ધડીશનર તેમજ કુલર પ્લાન્ટ રીપેર કરવા જતા ટેકનીશયનોને પોલિસ દ્વારા હેરાનગતિ કરી રોકવામાં આવી રહ્યા છે, હોસ્પિટલ બ્લડ બેંક જેવી જગ્યાઓએ ટેકનીશયનો ને રીપેરીંગ કરવા જવાની પરવાનગી આપશો.

રેશનકાર્ડના હોય તેવા જરુરિયાતમંદોના અંદાજીત ૨૦૦૦ ફોર્મ સરકારી ધારાધોરણ મુજબ ભરી પુરવઠા વિભાગમાં જમા કરાવ્યા છે. તેમને અનાજ મળે તેવી વ્યવસ્થા કરવા માંગ કરાઈ છે. રજુઆતના અનુંસધાન માં કલેકટર મહોદયાએ સકારત્મકતા દર્શાવતા સલંગ્ન અધિકારીને તાત્કાલિક કાર્યવાહી કરવા ટેલીફોનિક સુચના આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.