Abtak Media Google News

કોરોનાની મહામારીએ ભારતીય પ્રજાને આત્મનિર્ભર બનવા સક્ષમ બનાવી પેકેજને આવકારતા રાજકોટ જિલ્લા ભાજપનાં ઉપપ્રમુખ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આત્મનિર્ભર ભારત બનાવવા માટે જાહેર કરેલા ૨૦ લાખ કરોડના રાહત પેકેજને આવકારતા કહ્યું કે, આ પેકેજ દેશને નવી ઉંચાઈઓ તરફ લઈ જશે જેમ ચીન સ્વનિર્ભર છે એમ ભારત પણ આવી તમામ શકયતાઓ ધરાવે છે એ સાબિત કરવા સક્ષમ બનશું તેમ રાજકોટ જિલ્લા ભાજપનાં ઉપપ્રમુખ ચેતન રામાણીએ જણાવ્યું છે.

આવા કોરોનાની મહામારીના કપરા સમયમાં પણ જગતનાં તાત એટલે કે ખેડુતો જે સમગ્ર દુનિયાને અનાજ પહોંચાડી રહ્યા છે અને લોકોની ભુખને મીટાવી રહ્યા છે તેના સહારે આવવા નાણામંત્રી નિર્મલા સીતારમન બીજા ચરણની માહિતી આપી તેનું વિશ્ર્લેષણ કરતા રામાણી કહે છે કે કૃષિ સેકટર અને તેની સાથે જોડાયેલી ગતિવિધિઓને તેજ બનાવવા ૮૬,૬૦૦ કરોડ ફાળવ્યા છે તેની સાથે જ નાબાર્ડના માધ્યમથી ખેડુતોને ૩૦,૦૦૦ કરોડનું ફંડ જાહેર કર્યું છે સાથે ૨૫ લાખ નવા કિસાન ક્રેડિટ કાર્ડ પાયા તેમજ વધારાના ૨.૫ કરોડ ખેડુતોને નવા કિસાન ક્રેડીટ કાર્ડ આપવામાં આવશે. તેમજ રવિ પાક માટે ખેડુતોને સહાય કરવા ૩ કરોડ નાના ખેડુતોને ઓછા વ્યાજે લોન આપવામાં આવશે. તેમજ લોકડાઉનનાં સમયનું પણ ખેડુતોને ધીરાણ અપાશે. સપ્લાઈ ચેનને દુરસ્ત કરવા માટે મોદી સરકાર તરફથી મોટી રાહત આપી છે.

હવે એક કરોડ ‚પિયા સુધી રોકાણ કરીને પાંચ કરોડ સુધી કારોબાર કરતા ઉધોગ સૂક્ષ્મમાં આવશે. ૧૦ કરોડ સુધીનું રોકાણ કરીને ૫૦ કરોડ સુધી કમાણી કરનારી કંપનીઓ લઘુ ઉધોગમાં આવશે. બીજી બાજુ ૨૦ કરોડનું રોકાણ કરીને ૧૦૦ કરોડ સુધીનો કારોબાર કરતી કંપનીઓ મધ્યમ ઉધોગમાં આવશે. સાથે જ સરકારે નિર્ણય કર્યો કે હવે ૨૦૦ કરોડ ‚પિયા માટે ગ્લોબલ ટેન્ડરની મંજુરી લેવી પડશે તેમજ રૂ.૧૫ હજારથી ઓછા પગારધારકોને કંપનીનો ૨૪ ટકા હિસ્સો સરકાર વધુ ૩ મહિના માટે ચુકવશે જેનો સીધો લાભ ૩.૬૭ લાખ કંપનીના ૭૨.૨૨ લાખ કર્મચારીઓને થશે તેમજ ૩૧૦૦ કરોડ પી.એમ કેસમાંથી ૨૦૦૦ કરોડના વેન્ટીલેટર, ૧૦૦૦ કરોડ પ્રવાસી મજુરોના કલ્યાણ તેમજ ૧૦૦ કરોડ વેકસીન વિકસાવવામાં કરાશે.

ગુજરાત રાજયની ‚પાણી સરકાર કેન્દ્ર સરકારની મદદથી લોકોના સહારે આવી રાજયનાં નાના વેપારીઓ જેવા કે ધોબી, વાળંદ, ઈલેકટ્રીશીયન, કરિયાણાની નાની દુકાન તેમજ વ્યવસાયીઓ, ફેરીયાઓ અને રિક્ષાચાલકો માટે આત્મનિર્ભર સહાય યોજના જાહેર કરી જેમાં ૧ લાખ સુધીની લોન માત્ર ૨ ટકાના વાર્ષિક વ્યાજે મળશે જેનું ૬ ટકા વાર્ષિક વ્યાજ રાજય સરકાર ચુકવશે તેમજ અતિ મહત્વપૂર્ણ વાત એ છે કે પ્રથમ ૬ મહિના વ્યાજ અને મુદલ ચુકવવામાં રાહત મળશે તેમજ ૩ વર્ષના લાંબા સમયગાળા પછી ચુકવણી કરવાની રહેશે જે રાજયની ૨૨૦ અર્બન કો-ઓપરેટીવ બેન્કની ૧૦૦૦ શાખાઓ, ૧૮ જેટલી જિલ્લા સહકારી બેન્કોની ૧૪૦૦ શાખાઓ અને ક્રેડીટ સોસાયટીઓ દ્વારા આપવામાં આવશે જેનો લાભ ૧૦ લાખ નાના વેપારીઓને મળશે. રામાણીએ અંતમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આવા માતબર રકમના જંગી પેકેજથી સમગ્ર ભારતના અર્થતંત્રને પાયમાલ થતું બચાવી તેને ફરી વખત પ્રાણ પુર્યા છે તે બદલ ફરી વખત પેકેજને આવકારી અને અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.