Abtak Media Google News

શોર્ટ સર્કીટથી આગ લાગતા લાકડાનો જથ્થો બળીને ખાખ

અટીકા ફાટક પાસે આવેલી ફર્નિચરની દુકાનમાં શોટ શર્કીટના કારણે આગ ભભૂકી ઉઠતા રૂ. એક લાખનું નુકશાન દુકાન માલિકને થવા પામ્યું હતું. ફાયર બ્રિગેડના સ્ટાફે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.

પ્રાપ્ત વિગત મુજબ અટીકા ફાટક પાસે આવેલી મિહિર વુડ સેલની નામની દુકાનમાં રાત્રીના આગ ભંભૂકી ઉઠયાની જાણ થતાં કોઠારીયા ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે દોડી જઇ લાકડાના જથ્થામાં પાણીનો મારો ચલાવી અડધી કલાકમાં આગ પર કાબુ મેળવ્યો હતો. લોકડાઉનમાં ફર્નીચરની બંધ દુકાનમાં મીટરમાં શોટ સર્કીટ થયા બાદ આગ ભભૂકી હોવાનું અને રૂા એક લાખનું નુકશાન થયાનું દુકાન માલીક દીપકભાઇ વડગામાએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.