Abtak Media Google News

કુવાડવારોડ પોલીસ સ્ટેશનમા અરજદારોને ઇન્ટરકોમથી સાંભળવા માટેની વ્યવસ્થા

રાજકોટ શહેરમાં આવેલ પોલીસ સ્ટેશનના અંદરના ભાગે અરજદારો પ્રવેશ ન કરે અને કોરોના વાયરસનું સંક્રમણ ફેલાય નહીં અને સોશ્યલ ડિસ્ટસીંગ નુ પુરેપુરુ પાલન થાય તેવા હેતુથી કુવાડવારોડ પોલીસ સ્ટેશનમા અરજદારોને ઇન્ટરકોમથી સાંભળવા માટેની વ્યવસ્થા કરવામા આવેલ છે.

Screenshot 5 2

જેમા અરજદારોની રજુઆત સાંભળવાની વ્યવસ્થા કરવામા ફોન દ્વારા કરવામાં આવેલ છે.પોલિસ સ્ટેશન માં પ્રવેશતા તમામ અરજદારો ને ફરજીયાત થર્મલ સ્કેનીંગ કરવામા આવે છે.

Screenshot 4 3

તેમજ સેંનેટાઈઝરથી તેના હાથ સેનેટાઈઝ કરવામા આવે છે.તેમજ અરજદારો દ્વારા અરજી આપવામા આવે તો તે પણ સેનેટાઈઝર સ્પ્રે થી સેનેટાઈઝ કરવામા આવે છે.

અરજદારોએ ફરજીયાત માસ્ક પહેરીને જ પોલીસ સ્ટેશનમાં પ્રવેશ આપવામા આવે છે.તદ્દઉપરાંત સોશ્યલ ડીસ્ટસીંગમાં અરજદારો બેસી રહે તે રીતે બારીથી બહારના ભાગે ખુરશીઓની પણ વ્યવસ્થા કરવામા આવેલ છે.

Screenshot 8 1

જો અરજદાર ઈમેલથી અરજી કરી શકે તેમ હોય તો ઈમેલ એડ્રેસના પણ બોર્ડ તથા સુચનો લખવામા આવેલ છે.રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશને કોરોનાની મહામારીમાં સામનો કરવા માટે સ્ટાફ તથા અધિકારીઓ સતર્ક બન્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.