Abtak Media Google News

ટીકટોક-યુસી બ્રાઉઝર સહિતની ચાઈનીઝ એપ્લીકેશનને તિલાંજલી ગુગલે આપી

બીજી તરફ ચાઈનીઝ એપ્લીકેશન તરફ ગુગલનું કુણું વલણ હોવાનું પણ સામે આવ્યું છે. તાજેતરમાં ગુગલ પ્લે સ્ટોર ઉપર રિમુવ ચાઈના એપ નામની એપ્લીકેશન મુકવામાં આવી હતી. આ એપ્લીકેશન થકી યુઝર્સ પોતાના મોબાઈલમાં કઈ-કઈ ચાઈનીઝ એપ્લીકેશન છે તે જાણી શકતો હતો અને એપ્લીકેશનને અન ઈન્સ્ટોલ પણ કરી શકતો હતો. અલબત ચાઈનીઝ એપ્લીકેશન તરફ ગુગલનો પ્રેમ વધુ હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો. ગુગલે પોતે રિમુવ ચાઈના એપને જ કાઢી નાખી હતી !

તાજેતરમાં વડાપ્રધાન મોદીએ આત્મનિર્ભર બનવાના અભિયાનનું આહવાન કર્યું હતું. જેના પગલે જેમ બને તેમ સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ અને વિદેશી વસ્તુઓને તિલાંજલી આપવાની જાગૃતિ અનેક લોકોમાં આવી છે. ડિજીટલ પ્લેટફોર્મ પર આ જાગૃતિ વધુ જણાય છે. જેથી ચાઈનીઝ એપ્લીકેશન તરફ હવે ભારતીયોને જરાક પણ વિશ્ર્વાસ રહ્યો નથી. જેથી ટીકટોક સહિતની ચાઈનીઝ એપ્લીકેશનને મોબાઈલમાંથી રિમુવ કરવાની હોડ જામી હતી.

દરમિયાન જયપુરના એક ડેવલોપરે રિમુવ ચાઈના એપ નામની એપ્લીકેશન બનાવી હતી. અનેક એપ્લીકેશન એવી છે જે ચાઈનીઝ છે પરંતુ ભારતીયોને તેની જાણ નથી. ડેવલોપર દ્વારા બનાવવામાં આવેલ રિમુવ ચાઈના એપ એક એવી ચાઈના એપ છે જે મોબાઈલમાંથી ચાઈના એપને શોધી કાઢે છે અને તેને રિમુવ કરવાનો વિકલ્પ પણ આપે છે.

આ એપ્લીકેશનને રાતો રાત લોકપ્રિયતા મળી ગઈ હતી અને ૫૦ લાખ લોકોએ એપ્લીકેશન ડાઉનલોડ કરી હતી. અલબત હવે ગુગલે એપ્લીકેશન પ્લે સ્ટોર પરથી હટાવી દીધી છે. જો કે જેમણે અગાઉથી ડાઉનલોડ કરીને આ એપ્લીકેશન રાખી હશે તેઓ તેનો ઉપયોગ કરી શકશે.

ગુગલ દ્વારા બીજી એક ખ્યાતનામ એપ્લીકેશનને પણ હટાવી દેવાઈ છે. જેનું નામ મિત્રો છે. મિત્રોને તાજેતરમાં ટીકટોકના વિકલ્પ તરીકે જોવામાં આવતી હતી. ૫૦ લાખ લોકોએ આ એપ્લીકેશન ડાઉનલોડ કરી હતી. અલબત થોડા સમય પહેલા આ એપ્લીકેશનનો સંપર્ક પાકિસ્તાન સાથે હોવાનું સામે આવ્યું હતું. પાકિસ્તાનની એક કંપની દ્વારા થોડા સમય પહેલા ટીકટીક નામની એપ્લીકેશન બનાવાઈ હતી. મિત્રો પણ ટીકટોકની કોપી હોવાનું સામે આવ્યું હતું. પરિણામે ગુગલે આ એપ્લીકેશનને પણ પ્લે સ્ટોરમાંથી હટાવી દીધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.