Abtak Media Google News

બળધોઈ ગામની પ્રાથમીક શાળાની દિવાલનુ બીલ મંજુર કરવામાં ૧૮ વર્ષ પૂર્વે રૂ.૧ હજારની લાંચ લેતા રણછોડભાઈ પટેલ ઝડપાયા હતા

જસદણ તાલુકાના બળધોઈ ગામની પ્રાથમીક શાળાની દિવાલના કામનુ બીલ મંજુર કરાવવામાં ૧૮ વર્ષ પહેલા તાલુકા વિકાસ અધિકારી રૂા.૧ હજારની લાંચ લેવાના ગુનાનો કેસ ચાલી જતા અદાલતે આરોપી રણછોડભાઈ પટેલને બે વર્ષની કેદ અને દંડ ફટકારતો હુકમ કર્યો છે.

વધુ વિગત મુજબ જસદણ તાલુકાની મજદુર સહકારી મંડળીને બળધોઈ ગામની પ્રાથમીક શાળાની દિવાલનુ કામ મળેલ હોય જે કામ પૂર્ણ થતા જે બીલ મંજુર કરાવવા માટે મંડળીના સભ્ય રમેશભાઈ રાઠવાએ તાલુકા વિકાસ અધિકારી રણછોડભાઈ હરજીભાઈ પટેલને કહેતા તેઓએ બીલની રકમની ૨ ટકા લાંચ માંગેલી અને રકઝકના અંતે ૧ ટકો લાંચ આપવાનુ નકકી થયુ હતુ.

મંડળીના કોન્ટ્રાકટર દ્વારા લાંચ આપવી ન હોય આથી તેઓએ એસીબી શાખાનો સંપર્ક કરતા ગોઠવાયેલા છટકામાં જસદણ તાલુકા વિકાસ અધિકારી તેની જ ચેમ્બરમાં રૂા.૧ હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા હતા. આ ગુનાની તપાસ પૂર્ણ થતા ચાજર્શીટ રજુ કરી હતી.

સેશ.કોર્ટમાં કેસ કમીટ થતા કેસની સુનાવણી હાથ ધરવામાં આવતા તેમાં બંને પક્ષોની ધારદાર દલીલોના અંતે જીલ્લા સરકારી વકીલ સંજયભાઈ વોરાએ સાહીદોની ઉલટ તપાસ દરમ્યાન ફરીયાદીએ રનીંગ બીલ પેટે મેળવવાની થતી હતી તેમજ લાંચની રકમમાં નોટો કબ્જે કરેલી જે પંચનામુ તૈયાર કરેલ છે. પ્રોસીકયુશનના કેસ વધુ મજબુત મળે છે તેવુ કાયદાકીય અનુમાન કરી સરકાર તરફે કરેલી લેખીત મૌખીક દલીલો ઘ્યાને લઈ અધિક સેશ.જજ ડી.ડી.ઠક્કરે આરોપી રણછોડ હરજી પટેલને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ કલમ હેઠળ બે વર્ષની સજા અને રૂા.૮૦૦૦ નો દંડ ફટકારતો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ એસ.કે.વોરા અને એપીપી સ્મિતાબેન અત્રી રોકાયેલા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.