Abtak Media Google News

Table of Contents

ચીનને ભરી પીવા ભારત સજ્જ

ડ્રેગનની ટેન્કો ધ્વસ્ત કરવા અપાચે હેલીકોપ્ટર, એરબેઝ પર સુખોઈ, મિગ-૨૯ અને જગુઆર લડાકુ વિમાન ખડેપગે: છેક ચંદીગઢથી લદ્દાખ સુધી જવાનોને ઉતારવા માટે ગ્લોબ માસ્ટર અને સુપર હર્ક્યુલશ જેવા મહાકાય વિમાનો પણ ખડક્યા

લદ્દાખ સરહદે ચીન સાથે ચાલી રહેલા તણાવના પરિણામે ભારતે યુદ્ધ વિમાનો અને લડાકુ હેલીકોપ્ટરો ખડકી દીધા છે. હવાઈ દળે સુખોઈ-૩૦, એમકેઆઈ, મીરાજ-૨૦૦૦ અને જેગુઆર સહિતના યુદ્ધ વિમાનોનો કાફલો તૈયાર કર્યો છે. એરબેઝ પર સૈનિકોને લાવવા માટે સુપર હર્ક્યુલીસ જેવા જહાજો પણ સક્રિય કરવામાં આવ્યા છે.

ભારત-ચીન સરહદ પર પૂર્વી લદ્દાખમાં તંગદીલી વચ્ચે લડત વિમાનોનું લેહથી લદાખ સુધી આકાશમાં ગાજવીજ થઇ રહ્યું હોવાથી હેલિકોપ્ટરની અવરજવરમાં પણ વધારો થયો છે.

ભારતીય વાયુસેનાએ પોતાનાં ફાઇટર વિમાનો અગ્રિમ બેઝ પર ગોઠવી દીધા છે. દરમિયાન, હવાઇ દળનાં વડા આર.કે.એસ. ભદૌરીયાએ લેહ અને શ્રીનગર એરબેઝની મુલાકાત લીધી છે, જે કોઇ વિષમ પરિસ્થિતિમાં સૌથી મહત્વપૂર્ણ રહેશે. આ દરમિયાન ભારતે સુખોઇ ૩૦એમકેઆઈ, મિરાજ ૨૦૦૦ અને જગુઆર ફાઇટર જેટને એડવાન્સ પોઝિશન પર તૈનાત કરી દીધા છે, જ્યાંથી તેઓ તાત્કાલિક ઉડાન ભરી શકે છે.

ભારતીય સેનાના જવાનોની મદદ માટે અમેરિકન અપાચે એટેક હેલિકોપ્ટરને પણ તૈનાત કરવામાં આવ્યા છે. લેહ ખાતે ચિનૂક હેલિકોપ્ટર પણ તૈયાર રાખવામાં આવ્યા છે. એમઆઈ ૧૭વીએસ મીડિયમ લિફ્ટ ચોપર્સ પણ સૈન્ય અને માલની સપ્લાયમાં નોંધપાત્ર ફાળો આપી રહ્યા છે.

એરફોર્સ ચીફની આ મુલાકાત પણ મહત્વની છે કારણ કે ગાલવાન ખીણમાં બંને દેશોના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ બાદ દેશના સુરક્ષા વડાઓની બેઠક બાદ ભાડોરિયા લેહ પહોંચી ગયા છે.

એરફોર્સ ચીફ બે દિવસીય પ્રવાસ પર હતા, તેમણે ઓપરેશનલની તૈયારીઓનું નિરિક્ષણ કર્યું છે. ભદૌરિયા ૧૭ જૂને લેહ પહોંચ્યા અને ત્યારબાદ ૧૮ જૂને શ્રીનગર એરબેઝની મુલાકાત લીધી.આ બંને એરબેઝ પૂર્વ લદ્દાખની ખૂબ નજીક છે. આ પર્વતીય વિસ્તારમાં, કોઈપણ વિમાન કામગીરી માટે સૌથી મહત્વપૂર્ણ છે.

નોંધનીય છે કે, ભારતની જેમ ચીન પણ યુદ્ધ જેવી સ્થિતિ માટે આગોતરી તૈયારી કરી ચૂકયું છે. ચીન દ્વારા જે-૧૧, જે-૮ ફાઈટર પ્લેન તિબેટના કાસગર એરબેઝ ખાતે તૈનાત કરાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ચાઈનીઝ આર્મી દ્વારા લદ્દાખના સરહદી વિસ્તારમાં યુદ્ધને લઈ અનેક તૈયારી થઈ ચૂકી છે.

નોંધનીય છે કે, દુંદીગલમાં ઈન્ડિયન એરફોર્સ એકેડમીમાં આજે પરેડ રાખવામાં આવી હતી. જ્યાં એર ચિફ માર્સલ આર.કે.એસ. ભદૌરીયાએ કહ્યું હતું કે, આપણે કોઈપણ પડકારનો સામનો કરવો માટે સારી રીતે સજ્જ છીએ. હું દેશને વિશ્ર્વાસ અપાવું છું કે, આપણે જવાબ આપવા માટે સક્ષમ છીએ, ગલવાનમાં આપણા શહિદોની સહાદત બેકાર નહીં જાય. તેમણે ઉમેર્યું હતું કે, ચીની સૈનિકો સાથે ઝપાઝપી વખતે ભારતીય સૈનિકોએ બહાદુરી દાખવી હતી. તે જોઈને આપણા સંકલ્પનો ખ્યાલ આવે છે કે, આપણે કોઈપણ સંજોગોમાં દેશની સીમાનું રક્ષણ કરી શકીએ છીએ.

બીજી તરફ આર્થિક રીતે અને સૈન્ય બળની દ્રષ્ટિએ કાગળ પર ભારત કરતા અનેકગણા ચડીયાતા જણાતા ચીનનો સામનો કરવા ભારતે લાંબાગાળાથી તૈયારીઓ કરેલી છે. અગાઉ નરસિંમ્હા રાવની સરકાર સમયે અપનાવાયેલી લુક ઈસ્ટ નીતિને જ આગળ વધારીને નરેન્દ્ર મોદીની સરકારે એક્ટ ઈસ્ટ પોલીસી અમલમાં મુકી છે. આ નીતિ મુજબ જે પ્રકારે ભારતના પડોશી દેશોની ચીને મદદ કરી ભારત વિરુધ્ધ ઉપસાવે છે એ જ જવાબ ભારત ચીનના સરહદી પાડોશી સાથે કરી રહ્યું છે.

બીજા શબ્દોમાં કહીએ તો ચીનને ઈટનો જવાબ ભારત પથ્થરથી આપી રહ્યો છે.

મલેશીયા, ઈન્ડોનેશીયા, વિયતનામ, સિંગાપોર, થાઈલેન્ડ, બ્રુનેઈટ, મ્યાનમાર, કંબોડીયા અને ફીલીપાઈન્સ સહિતના ૧૦ દેશોએ વર્ષો પહેલા સામ્યવાદી સરકાર ધરાવતા રશિયા અને ચીનથી સચેત રહેવા માટે આશિયાન સંગઠન બનાવ્યું હતું. આ ૧૦ દેશોની સરહદો ચીન સાથે છે. અગાઉ અવાર-નવાર ચીને આ તમામ દેશોને સીધી કે અડકતરી રીતે પોતાની દાદાગીરી બતાવી હતી. અલબત ઈન્દિરા ગાંધીના શાસન સમયે ભારતે આશિયાન સંગઠનને ખૂબ મહત્વ આપ્યું હતું. આ નીતિ પર વર્તમાન સરકાર પણ આગળ વધી રહી છે.

ચીન સાથેના સંબંધોમાં તંગદીલી આવે એવા સંજોગોમાં વૈકલ્પીક બજાર અને કૂટનૈતિક સમર્થન માટે ભારત ત્રણ દાયકાથી અગ્નિ એશિયાના દેશો સાથે સંબંધો વધારી રહ્યું છે. જેમાં ભારતે ૩-સી એટલે કે, કોમર્સ, કનેકટીવીટી અને કલ્ચર પર ભાર મુક્યો હતો. આ દરેક દેશો સાથે ભારત દોઢ હજાર વર્ષનું સાંસ્કૃતિક જોડાણ ધરાવે છે. ભારત દરેક દેશમાં ઈન્ફાસ્ટ્રકચર વિકસાવવા તેમજ રોજગારી ઉભી કરવામાં મદદ કરી રહ્યું છે. હવે ચીન સાથે વધુ ઘર્ષણ થવા જઈ રહ્યું છે ત્યારે ભારતે સીમા ઉપર એરફોર્સ અને જળમાં નેવીને તૈયાર રાખી છે.

આશિયાન સમૂહના મોટાભાગના દેશો ભારત સો દોઢ હજાર વર્ષનો સાંસ્કૃતિક સંબંધ ધરાવે છે. કમ્બોડિયા અને સિંગાપોરના ભારત કનેક્શન જાણીતા છે. કાન્યકુબ્જ અને સિંહપુર તરીકે ભારતીય પુરાણોમાં પણ આ દેશોનો ભારતના જ એક હિસ્સા તરીકે ઉલ્લેખ પ્રચલિત છે. ઈન્ડોનેશિયા આજે પણ સાતમી સદીમાં ઈ ગયેલ પોતાના પ્રતાપી રાજા શ્રીવિજયનું સ્મરણ કરે છે, જે ભગવાન રામનો વંશજ હોવાનું કહેવાય છે. આમ, આ દરેક દેશો વિરાસત અને પરંપરાી ભારત સો ઘનિષ્ઠ રીતે જોડાયેલા છે.

ભારતની સરખામણીએ આ દરેક દેશો વસ્તી તેમજ વેપારની દૃષ્ટિએ નાના છે. આમ છતાં વિપૂલ સાગરકાંઠો ધરાવતા હોવાી ભારત એ દેશોમાં માળખાગત સુવિધાઓ વધારવામાં મદદરૂપ બને છે. મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રિઝના આંકડા પ્રમાણે, અજઊઅગ દેશોમાં ભારતનું રોકાણ છેલ્લાં ૧૦ વર્ષમાં ૬૫ ટકા વધ્યું છે. રોકાણ વધારીને ભારત ત્યાં રોજગારીમાં સહાયરૂપ થાય છે. ઉપરાંત સનિક યુવાઓને ભારતમાં શિક્ષણ, નોકરી માટે વિશેષ ઓફર પણ આપે છે.

મ્યાનમાર સો ૨૦૧૫માં ભારતે ૧ અબજ ડોલરના ખર્ચે ૧૪૦૦ કિલોમીટર લાંબો સુપર હાઈ-વે બનાવવાના કરાર કર્યા છે. મ્યાનમાર અગ્નિ એશિયાનું પ્રવેશદ્વાર ગણાય છે. રોડ કનેક્ટિવિટી આસાન બનવાી મ્યાનમાર ઉપરાંત થાઈલેન્ડ, લાઓસ અને છેક વિયેતનામ સુધી ભારતની પહોંચ વધી શકે છે. મ્યાનમારના નાગરિકો માટે ૨૫ વર્ષની ઉંમર સુધી ભારત વિઝા ફીમાં પણ રાહત આપે છે. ભારતમાં શિક્ષણ માટે ઓછા વ્યાજની લોનની સુવિધા પણ ભારતે દરેક અજઊઅગ દેશ માટે ઓફર કરેલી છે. ભારતનું સર્મન હોવાી મ્યાનમાર ચીન સોના સરહદી વિવાદમાં હવે આંતરરાષ્ટ્રીય મંચ પર ખોંખારો ખાઈ શકે છે. છેલ્લાં ૩ વર્ષમાં મ્યાનમારે ૮ વખત સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ચીન સામે ફરિયાદ કરેલી છે.

અગ્નિ-પૂર્વના દેશો પૈકી ઈન્ડોનેશિયા અને વિયેતનામનો ચીન સોનો વિવાદ વધુ ગંભીર છે. ૨૦૧૫માં નોટૂના ટાપુ પર ચીને પોતાનો દાવો કરીને ઈન્ડોનેશિયા સામે મનમાની કરી હતી ત્યારી બંને દેશોના સંબંધો તંગ રહ્યા છે. એ વખતે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ભારતે ઈન્ડોનેશિયાનું સર્મન કરતાં તેની ફરિયાદ દાખલ થઈ હતી. વિયેતનામના સ્પાર્ટી અને પારસોલ નામના બે ટાપુઓ પર ચીને દાવો કર્યો ત્યારે વિયેતનામને પણ આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતે કાનૂની સલાહની મદદ કરી હતી. દક્ષિણ ચીની સમુદ્રમાં ચીને ૨૦૧૩થી કૃત્રિમ ટાપુઓનું નિર્માણ શરૂ કર્યું ત્યારે પણ વિયેતનામ, ઈન્ડોનેશિયા અને ફિલિપાઈન્સનો કેસ જગતભરમાં રજૂ કરવામાં ભારતે નિર્ણાયક ભૂમિકા ભજવી હતી અને દરમિયાનગીરીની તેમની આંતરરાષ્ટ્રીય અપીલનું સૌથી પહેલાં સર્મન કર્યું હતું.

ભારતની કૂટનીતિ રંગ લાવી: ચીનને ૧૦ બંધક જવાનો છોડવા પડ્યા

ચીન સામે ભારતના ઘર્ષણ બાદ ચીનના કબજામાં રહેલા કેટલાક ભારતીય સૈનિકોને છોડવાની ચીનને ફરજ પડી છે. આ ઘટના પાછળ ભારતની કૂટનીતિ જવાબદાર છે. ગલવાનમાં મધરાતે થયેલા દંગલ પછી ચીને કેટલાક ભારતીય સૈનિકોને અપહૃત કર્યા હતા. ગુરુવારે સાંજે ચીને ભારતીય સૈન્યના ચાર અફસર સહિત કુલ દસ સૈનિકોને મુક્ત કર્યા હતા. ૧૫મીની દુર્ઘટના પછી ભારત-ચીનના ઉચ્ચ લશ્કરી અધિકારીઓ વચ્ચે વાટા-ઘાટો ચાલતી હતી. તેનો મુખ્ય વિષય જ આ સૈનિકોને મુક્ત કરાવાનો હતો. ચીન સૈનિકો મુક્ત કરવા તૈયાર થયું છે એવી ખાતરી પછી જ ઈન્ડિયન આર્મીએ ગુરુવારે જાહેર કર્યું હતું કે કોઈ સૈનિક ગુમ નથી થયો. ત્યારે આર્મીએ સ્પષ્ટ કર્યું ન હતું કે અમુક સૈનિકો ચીનના કબજામાં છે. ચીને ભારતીય સૈનિકોને પોતાના કબજામાં રાખ્યા હોય એવી ઘટના

૧૯૬૨ના યુદ્ધ પછી પહેલી વાર બની હતી. આર્મીએ ગુરુવારે સ્ટેમેન્ટ આપ્યું હતું કોઈ સૈનિક મિસિંગ નથી. આર્મીનું એ સ્ટેમેન્ટ ખોટું ન હતું. કેમ કે કોઈ સૈનિક લડત દરમિયાન ગુમ થયા હોય તો તેને મિસિંગ ઈન એક્શન કહેવાય. પરંતુ ભારતના કોઈ સૈનિકો ગુમ થયા નથી, અમુક ચીન પાસે હતા, બાકીના ભારતમાં સારવાર લઈ રહ્યા હતા અને ૨૦ શહીદ થયા હતા. એટલે કે આર્મીને પોતાના સૈનિકોની સંપૂર્ણ જાણકારી હતી. ચીને બુધવારે જ જાણકારી આપી હતી કે ૧૦ સૈનિકો અમારા કબજામાં છે પરંતુ અમે કોઈને ઈજા પહોંચાડી નથી કે ટોર્ચર કર્યા નથી.

તમામ વિપક્ષોએ ચીન સામેના પગલામાં મોદી સરકાર ઉપર ભરોસો મુક્યો

સરહદે થયેલા ઘટનાક્રમ બાદ હવે દેશના તમામ વિપક્ષોએ ચીન સામેના પગલામાં મોદી સરકાર ઉપર ભરોસો મુક્યો છે. ગઈકાલે સર્વપક્ષીય બેઠક મળી હતી. જેમાં કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન મોદીને કેટલાક સવાલો પુછવામાં આવ્યા હતા. કોંગ્રેસ સીવાયના કોઈપણ પક્ષ દ્વારા સરકાર સામે સવાલો ઉઠાવાયા ન હતી. એકંદરે તમામ પક્ષોએ એક સુરમાં ચીન મુદ્દે સરકાર સાથે હોવાનું કહ્યું હતું. ડીએમકે, એનસીપી, ટીઆરએસ અને બીજેડી સહિતના પક્ષોએ ચીન દ્વારા થયેલી હરકતને વખોડી હતી. શિવસેનાના ચીફ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, દેશ આખો સરકાર સાથે આવીને ઉભો છે. નોર્થ ઈસ્ટના રાજકીય પક્ષોએ ચીનની ચાલબાજી અંગે સરકારને સચેત કરી હતી અને વડાપ્રધાન મોદીની રણનીતિમાં વિશ્ર્વાસ હોવાનું પણ કહ્યું હતું.

દેશપ્રેમ માટે બૂક કરેલી ચાઈનીઝ કાર રદ્દ કરતા રાજકોટના બિઝનેસમેન

સમગ્ર દેશભરમાં હાલ ચાઈનીઝ ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવા અને બોયકોટ કરવા માટેની અપીલો થઈ રહી છે ત્યારે દેશદાઝથી ભરેલા અનેકવિધ લોકો ચાઈનીઝ પ્રોડકટનો બહિષ્કાર કરતા પણ નજરે પડયા છે તેમાં રાજકોટનાં ઉધોગપતિ મયુરઘ્વજસિંહ જાડેજાએ ચાઈનીઝ કંપનીની પેટા કંપની કે જે ગાડીનું ઉત્પાદન કરે છે તેનો બહિષ્કાર કરી એક વર્ષ અગાઉ બુક કરવામાં આવેલી એમ.જી.હેકટર ગાડીને રદ કરી છે. હાલ ભારત અને ચીન વચ્ચે અંત્યત તણાવભર્યો માહોલ સર્જાયો છે. ઠેર ઠેર ચાઈનીઝ પ્રોડક્ટનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે રાજકોટમાં રહેતા અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા યુવાન મયુરધ્વજસિંહ ઝાલા ૧૦ મહિના પહેલા બુક કરાવેલી ચાઈનીઝ કંપનીની ૧૯ લાખની કારનું બુકિંગ રદ કરાવી નાખ્યું છે. જ્યારથી કોરોના ભારતને ભરડો લઈ રહ્યો છે ત્યારથી જ ચાઈના પ્રત્યે એક તિરસ્કારની લાગણી જન્મી છે

અને ત્યારબાદ છેલ્લા ઘણા દિવસોથી તણાવ ભરી સ્થિતિ ઉદભવી છે. ત્યારે મેં નક્કી કર્યું કે મારો શોખ ગૌણ છે પણ ચાઇનીઝ ચીજને તો જીવનમાં કયાંય પ્રવેશ આપવો નથી. કંપની દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ મયુરઘ્વજસિંહ જાડેજાની ગાડી લોકડાઉન પૂર્વે જ આવી ગઈ હતી પરંતુ લોકડાઉનનાં કારણે તેઓને ગાડીની ડિલવરી આપી શકાય ન હતી પરંતુ હાલની તંગદિલ સ્થિતિ જોતા એ વાત સ્પષ્ટ થઈ છે કે, લોકો ચાઈનાને લગતી ચીજવસ્તુઓનો બહિષ્કાર અનેકવિધ રીતે કરી રહ્યા છે.

હિન્દી-ચીની ભાઈ-ભાઈના નારા વિખાયા: ક્રિકેટમાંથી પણ ચીની કંપનીની સ્પોન્સરશીપ રદ્દ કરવા તખ્તો

ચીનને પોતાની દાદાગીરી સબબ આર્થિક ફટકાનો સામનો કરવો પડશે. ચાઈનીઝ કંપનીઓને પારાવાર નુકશાન જાય તેવી શકયતા છે. ક્રિકેટમાં ઘણા વર્ષોથી ચાઈનીઝ કંપનીઓ સ્પોન્સર કરતી હોય છે. અથવા તો લાઈવ ટેલીકાસ્ટ દરમિયાન જાહેરાતો આપતી હોય છે. આ કરાર કરોડો રૂપિયાના હોય છે. અલબત આવી સ્પોન્સરશીપ રદ્દ કરવા માટે બીસીસીઆઈ દ્વારા તખતો ઘડાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. ઈન્ડિયન પ્રિમીયર લીગનું ટાઈટલ સ્પોન્સર ચાઈનીઝ સ્માર્ટ ફોન કંપની વીવો છે. એટલું જ નહીં કંપની ટૂર્નામેન્ટ દરમિયાન સૌથી વધુ જાહેરાત આપે છે. ૨૦૨૨ સુધીની ૫ વર્ષની ડિલ માટે બીસીસીઆઈ દ્વારા વીવો સાથે રૂ૪૪૦ કરોડનો કરાર થયો છે.

આ કરાર રદ્દ કરવામાં આવે તેવી શકયતા છે. ૨૦ ભારતીય જવાનોની શહિદી બાદ ચાઈનીઝ માલ અને એપ્લીકેશનનો ખુબ તિવ્ર વિરોધ દેશમાંથી ઉઠી રહ્યો છે. લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદની અસર હવે ભારતીય ક્રિકેટ પર પણ પડશે એવું લાગી રહ્યું છે. ગલવાન ખીણમાં થયેલ ઝડપમાં ૨૦ ભારતીય સૈનિકો શહીદ થયા તે અથડામણ બાદ, દેશમાં ચીની સામાનનો બહિષ્કાર કરવાની માગ કરવામાં આવી રહી છે. હવે તેની અસર ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ ૨૦૨૦) અને ટીમ ઈન્ડિયા પર પડશે એવા સંકેત મળી રહ્યા છે. ઈન્ડિયન પ્રીમિયર લીગનું ટાઇટલ સ્પોન્સર ચીની સ્માર્ટફોન કંપની વીવો છે. આટલું જ નહીં, કંપની ટૂર્નામેન્ટ દરમિયાન સૌથી વધુ જાહેરાત પણ આપે છે. ચીની કંપનીએ ૨૦૧૮માં પાંચ વર્ષ માટે ૨,૧૯૯ કરોડ રૂપિયાનો કરાર મેળવ્યો હતો. જોકે આ વર્ષે હજુ સુધી આઈપીએલનું આયોજન કરવામાં આવ્યું નથી. પરંતુ હાલની પરિસ્થિતિઓ વચ્ચે, ભારતીય ક્રિકેટ બોર્ડ(બીસીસીઆઈ) ચોક્કસપણે વિવોને લઈ મૂંઝવણમાં છે.

‘ટેક વોર’માં ભારતની ‘સભાનતા’ અતિ આવશ્યક

ભારત અને ચીન વચ્ચે થયેલા ઘર્ષણના કારણે દર વર્ષે અબજો રૂપિયા દેશમાંથી મામુલી એપ્લીકેશનો ઉસેડી જતી હોવાની હકીકત સામે આવી છે. મફતના નામે બાઈટ ડાન્સ સહિતની કંપનીઓ દ્વારા અબજો રૂપિયાનો વકરો થાય છે. સામાન્ય માણસને પહેલી નજરે ચાઈનીઝ કે કોઈપણ વિદેશી કંપનીની સર્વિસ મફતમાં હોવાનું લાગે છે પરંતુ ‘મફત’ની સર્વિસના નામે ઘણી કંપનીઓ મેવા મેળવી રહી છે. ફેસબૂક, વોટ્સએપ કે ગુગલ દ્વારા દર વર્ષે ભારતમાંથી અબજો રૂપિયાની કમાણી થાય છે. કંપનીઓ દ્વારા થઈ રહેલી આ કમાણી મામલે યુરોપીયન યુનિયન શખત બન્યું છે અને ફ્રાન્સ દ્વારા તાજેતરમાં જ ૫૬ મીલીયન ડોલર એટલે કે અંદાજે રૂ૪૧૪ કરોડનો દંડ ગુગલને ફટકારવામાં આવ્યો છે. અમેરિકા અને ચીનની એપ્લીકેશનો દ્વારા શરૂ થયેલી ટેક વોરમાં ભારતે વિવિધ પક્ષે સભાન રહેવું જરૂરી છે.

ડ્રેગનની  ઘુસણખોરી સામે અમેરિકા ભારતની પડખે

ભારતીય વિસ્તારોમાં ચીનના સૈનિકો દ્વારા થઈ રહેલી ઘુસણખોરી અને ત્યારબાદ ભારતીય સૈનિકો સાથેના ઘર્ષણ મુદ્દે ચીનની ઠેર-ઠેરથી નિંદા થઈ રહી છે. આ વિવાદમાં ભારતની પડખે અમેરિકા આવીને ઉભુ રહ્યું છે. તાજેતરમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનની વર્તુણકની ટીકા કરી હતી. વડાપ્રધાન મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એકબીજાની મહેમાનગતિ અનેક વખત માણી ચૂકયા છે. વૈશ્ર્વિક રાજકારણમાં બન્ને લોકપ્રિય નેતા તરીકે ઉભરી આવ્યા છે. ચીન અને અમેરિકા વચ્ચેનો ખટરાગ લાંબા સમયથી ચાલ્યો આવે છે. ત્યારે ભારત સાથે ચીનની આડોડાઈમાં અમેરિકા ભારતની પડખે આવીને ઉભુ રહ્યું છે. અમેરિકા વારંવાર કહી ચૂકયું છે કે, ચીન દ્વારા વેપાર સંધીનો ભંગ જાણી જોઈને કરવામાં આવી રહ્યો છે. વેપાર ઉપરાંત સુરક્ષાની દ્રષ્ટીએ પણ અમેરિકા ચીનને પોતાનું હરિફ માની રહ્યું છે. થોડા સમયમાં અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવા થઈ રહી છે. ત્યારે ઈકોનોમી અને સુરક્ષાના પ્રશ્ર્ને ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની પડખે આવવું જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.