Abtak Media Google News

ભારતીય વૈજ્ઞાનિકોએ સોફટવેર શોધ્યો જેનાથી કેન્સરની વહેલી જાણ થઈ શકશે

ગર્ભાશયનું કેન્સર મુખ્યત્વે ૫૦ વર્ષથી વધુ વયની મહિલાઓમાં જોવા મળે છે તે તેમના ગુપ્ત ભાગોની આસપાસનાં અંગોને પણ પ્રભાવિત કરે છે. ગર્ભાશય કેન્સર આંતરડાઓ, મુત્રાશય, પેટ, લીવર અને ફેફસાને પ્રભાવિત કરે છે. મહિલાઓમાં બીજા કેન્સરની તુલનાઓમાં ગર્ભાશયનાં કેન્સરથી મૃત્યુની સંભાવના અત્યંત વધારે જોવા મળે છે.

તબીબોનાં જણાવ્યા મુજબ ગર્ભાશયનું કેન્સર થવાનાં કોઈ વિશેષ કારણ હોતા નથી. ફેમેલી હિસ્ટ્રી ૫૦ વર્ષ પછી મેનોકોષ થવું, જલ્દી માસિક ધર્મ આવવો સહિત અનેકવિધ કારણો ગર્ભાશયનાં કેન્સર માટે કારણભૂત નિવડે છે. ગોહાટી ખાતે આવેલા ઈન્સ્ટિટયૂટ ઓફ એડવાન્સ સ્ટડી ઈન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા સોફટવેર બનાવવામાં આવ્યો છે જે ઈમેજ લઈ ગર્ભાશયનાં કેન્સરની તુરંત જ ખબર પડી જશે. ગર્ભાશયનાં લક્ષણો ખુબ જ મોડા જોવા મળે છે જે માટે આ ટેકનિક અત્યંત કારગત નિવડશે.

મહિલાઓમાં ઘણીખરી વખત આ લક્ષણો વિશિષ્ટ નથી હોતા અને એજ કારણે ગર્ભાશયનાં કેન્સરને સાયલન્ટ કિલર પણ કહેવામાં આવે છે. ઘણીખરી મેડિકલ ટેસ્ટ અથવા તો સ્ક્રિીનીંગ થતાની સાથે જ ગર્ભાશયનાં કેન્સર વિશે જાણી શકાય છે. ૨૦૧૮ની સરખામણીમાં વિશ્ર્વભરમાં ૧૩.૧ ટકા મહિલાઓ ગર્ભાશયનાં કેન્સરનો ભોગ બને છે જયારે ભારત દેશમાં ૧૪.૭ ટકા મહિલાઓ આજ ગર્ભાશયનો ભોગ બનતી નજરે પડે છે. મુખ્યત્વે ભારતનાં ઉત્તર-પૂર્વી વિસ્તારની મહિલાઓમાં આ પ્રશ્ર્ન સૌથી વધુ જોવા મળે છે.

ગર્ભાશયનાં કેન્સરનું પ્રશિક્ષણ મોંઘુ હોવાથી તે વિસ્તારની મહિલાઓ તેના પ્રશિક્ષણ માટે નવી દિલ્હી, મુંબઈ તથા ચેન્નઈ જતી હોય છે અને ટ્રીટમેન્ટ પણ અત્યંત ખર્ચાળ હોવાથી ઘણીખરી મહિલાઓનું મોત નિપજે છે. ગોહાટીનાં ખાતે વૈજ્ઞાનિકો દ્વારા આ અંગેનો સોફટવેર બનાવ્યો છે જેનાથી પ્રાથમિક તબકકામાં જ ગર્ભાશયનાં કેન્સર વિશે માહિતી મેળવી શકાશે. આ સોફટવેર મારફતે ગર્ભાશયનાં કેન્સરનાં નિદાન માટે ૯૮.૮ ટકા જેટલી એકયોરેસી જોવા મળી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.