Abtak Media Google News

ગઈકાલે કોરોનાના નવા ૧૭,૮૩૫ કેસો નોંધાતા દેશમાં કુલ કેસોની સંખ્યા પાંચ લાખને પાર: મૃત્યુઆંક ૧૫ હજારને વટાવી જતા આરોગ્ય તંત્ર ચિંતામાં

ચીનમાંથી ફેલાઈને વિશ્ર્વનાં મોટાભાગના દેશોમાં પ્રસરેલો કોરોના વાયરસ હવે ભારતમાં હાહાકાર મચાવી રહ્યો છે. કોરોનાના ફેલાવાને રોકવા ૪૦ દિવસનાં દેશવ્યાપી લોકડાઉન બાદ માંદગીના બિછાને પડેલા અર્થતંત્રને ધમધમતું કરવા કેન્દ્ર સરકારે ‘અનલોક-૧’ દ્વારા વિવિધ છુટછાટો આપી છે. આ છુટછાટોનાં કારણે દેશમાં કોરોનાનાં કેસોની સંખ્યામાં ભારે વધારો થઈ રહ્યો છે અને લોકડાઉનના સારા પરિણામો પર પાણી ફરી વળ્યું છે. દેશમાં કોરોનાના કેસોની સંખ્યા પાંચ લાખની નજીક પહોંચી જવા પામી છે. કેન્દ્ર સરકારે આગામી સમયમાં કોરોનાનાં હોટ સ્પોટ વિસ્તારોમાં મર્યાદિત લોકડાઉન લાદવા વિચારણા હાથધરી છે. દેશમાં ગઈકાલે કોરોનાનો મૃત્યુઆંક ૧૫૦૦૦ના સિમાચિહન‚પ આંકને વટાવીને ગઈકાલે ૪૦૨ મૃત્યુ સાથે કુલ આંકડો ૧૫,૩૦૦ થયો હતો.

દેશમાં કોરોનાથી પ્રથમ મૃત્યુ ૧૦મી માર્ચે થયું હતું જે બાદ ૮૧ દિવસમાં ૫૦૦૦ મૃત્યુ અને ૧૦,૦૦૦નો આંક માત્ર બીજા ૧૭ દિવસમાં જ થયો હતો. જયારે તેનાથી પણ ઓછો ૭ દિવસનાં સમયમાં ૧૫,૦૦૦નો આંક વટાવી ગયો છે. દેશના પાંચ રાજયોમાં જ ભારતની કુલ મૃત્યુ સંખ્યાનાં ૮૨.૬ ટકા થવા જાય છે. મહારાષ્ટ્રમાં ૬૯૩૧ મૃત્યુ, ત્યારપછી દિલ્હીમાં ૨૪૨૯ મૃત્યુ, ગુજરાતમાં ૧૭૫૪ મૃત્યુ, તામિલનાડુમાં ૯૧૧, ઉત્તરપ્રદેશમાં ૬૧૧ મૃત્યુ સાથે ભારતમાં એક દિવસમાં સૌથી વધુ કોરોના દર્દીઓના કેસ સામે આવ્યા છે. ગઈકાલે ૧૭,૮૩૫ કેસ સાથે ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા ૫ લાખને લગોલગ પહોંચી છે. અત્યારે દેશમાં કોરોનાનાં કેસોની સંખ્યા ૪,૯૦,૯૬૪એ પહોંચી ગયો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૪૮૪૧ નવા કેસો દેશનાં અન્ય રાજયોથી સૌથી વધુ નોંધાયા છે. મહારાષ્ટ્ર અત્યારે તામિલનાડુ, આંધ્રપ્રદેશ અને તેલંગણાથી આગળ ચાલી રહ્યો છે. કોરોના કટોકટીની ઉજળી બાજુ જોઈએ તો ૧૮ ટકાનાં દરે ૨,૮૫,૨૭૭ દર્દીઓ કોરોનાથી મુકત થયા છે.

મહારાષ્ટ્રમાં સતત બીજા દિવસે વધુ કેસ હતા. ૩૮૯૦ કેસ બુધવારે સામે આવ્યા હતા. ૪૮૪૧ કેસો સાથે રાજયમાં ૧,૪૭,૭૪૧ કેસ થવા પામ્યા છે. મુંબઈનાં ૧૩૫૦ કેસો, મહારાષ્ટ્રમાં ૨૮ ટકા થવા પામ્યા હતા. ૯૮ મુંબઈનાં મૃત્યુ રાજયનાં ૧૯૨ માંથી અડધો અડધ થયા હતા. ગુરુવારે મૃત્યુઆંક ૪ હજારને પાર કરીને ૪૦૬૨એ થયો હતો. રાજયનાં ૪.૬૯ ટકા કરતા મુંબઈ ૫.૭૩ ટકા લેખે આગળ નિકળી ગયું હતું. એક દિવસ પછી દિલ્હી અને મુંબઈ ૭૦,૦૦૦ દર્દીઓ સાથે બીજા ક્રમે પહોંચ્યા હતા. કુલ કોવિડનાં દર્દીઓની સંખ્યા ૭૦,૮૭૮ થવા પામી છે. તામિલનાડુમાં ૪૫ નવા મૃત્યુ સાથે જાનહાનીનો આંક ૯૦૦ને વટાવી ગયો છે. રાજયમાં અત્યાર સુધી ૯૧૧નો ભોગ લેવાઈ ચુકયો છે. સૌથી વધુ નવા કેસ નોંધવાના બીજા દિવસે ૭૦,૦૦૦નો આંક પસાર કરીને ૭૦,૯૭૭ થવા પામ્યો છે. તામિલનાડુમાં કુલ ૩૫૦૯ કેસ થવા પામ્યા છે. એક દિવસ અગાઉ રાજયમાં ૨૮૬૫ નવા કેસો નોંધાયા હતા.

ગુજરાતમાં સૌથી વધુ કેસો નોંધાવવાના બીજા દિવસે ૫૭૭ દર્દીઓના કેસ પોઝીટીવ આવ્યા હતા. અગાઉની જુન ૨૧ એ એક દિવસમાં ૫૮૦ કેસ નોંધાયા હતા. રાજયમાં ૨૯,૫૭૮ કેસો સાથે કુલ આંક ૩૦,૦૦૦ને લગોલગ પહોંચ્યો છે. દેશમાં સૌથી વધુ મૃત્યુમાં ઉત્તરપ્રદેશમાં ૬૦૦નો આંકડો પાર કરી ૬૧૧ બંગાળમાં પણ વધુ ૨૫ મૃત્યુ સાથે ૬૦૦નો આંક વટી ગયો છે. હરિયાણામાં વધુ ૨૦ મૃત્યુ સાથે રાજયનો મૃત્યુઆંક ૧૯૮એ પહોંચ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.