Abtak Media Google News

આ વર્ષે અધિક માસ આવતો હોવાથી વર્ષાવાસ પાંચ મહિનાનો રહેશે: સાધુ-સાદવીજીઓ એકજ સ્થાનકે બીરાજમાન થશે

ચોમાસાના દિવસોમાં વરસાદને કારણે રસ્તાઓ ઉપર વનસ્પતિ – અંકુરાઓ સહિત અનેક જીવો વગેરે ઊગી નીકળે છે.ઘાસ આદિ લીલોતરીને કારણે રસ્તા ચાલવા યોગ્ય રહેતાં નથી જૈન દશેન અનુસાર વનસ્પતિ કાય પણ જીવ છે,તેના ઉપર ચાલવાથી તે જીવોની વિરાધના – હિંસા થઇ જાય છે તેથી શ્રમણ અને શ્રમણીઓએ એક ગામથી બીજે ગામ વિહાર ન કરતાં ચાતુર્માસમાં એક સ્થાનકે રહી જવું.પ્રભુએ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૩૬ માં અધ્યયનમાં પૃથ્વીકાયથી લઇને હાલતાં- ચાલતાં જીવો ત્રસ કાય સુધીનું વિસ્તૃત વણેન સમજાવી છકાયના  જીવોની દયા પાળવા માટે દિશા નિર્દેશ કરેલ છે.જૈન દશેન અહિંસાની ઈમારત પર ઊભેલો છે.શ્રી ભગવતી સૂત્ર શતક ૯ ઉદ્દેશક ૩૪ માં ઉલ્લેખ છે કે મુનિ અનંત જીવોના રક્ષક છે. પૂ.સાધુ – સાધ્વીજીઓના ઉપદેશથી છકાયના જીવોને અભયદાન મળે છે. છકાય જીવોની રક્ષા  કાજે ” અહિંસા પરમો ધમે ” અનુસાર અષાઢ સુદ પુનમથી લઇ કારતક સુદ પુનમ સુધી એક જ સ્થાનકે બીરાજમાન થઇ સ્વ – પરનું કલ્યાણ કરશે.સ્થાનકવાસી સમાજના ચાતુર્માસનો શુભાંરભ ૪ જૂલાઇથી થાય છે.

આ વર્ષે અધિક માસ આવતો હોવાથી વષોવાસ પાંચ મહિનાનો રહેશે.

ચોમાસામાં ચતુર્વિધ સંઘ જ્ઞાન, દશેન,ચારિત્ર તથા તપની વિશેષ પ્રમાણમાં ઉપાસના અને આરાધના કરે છે.શ્રાવક – શ્રાવિકાઓ દાન,શીલ,તપ અને ભાવમાં ઝૂલતાં રહે છે. જૈન આગમોમાં  તીથેઁકર પરમાત્માએ સાધુ માટે નવ કલ્પી તથા સાધ્વીજીઓ માટે પાંચ કલ્પનો ઉલ્લેખ કરેલ છે.વષોકાળ સિવાય સાધુ મુનિરાજો એક જ સ્થાનકે ૨૯ દિવસ તથા સાધ્વીજીઓ ૫૯ દિવસ રહી શકે છે,વષેનો બાકીનો સમય ચાતુર્માસ કલ્પ ગણાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.