Abtak Media Google News

મોદીએ ગતવર્ષ 8નવેમ્બરના રોજ 500 અને 1૦૦૦ રૂપિયાની નોટ બંધ કરીદીધી હતી.બ્લેકમની પર ગાળિયો નાખવાના હેતુથી નોટબંધીની જાહેરાત કરવામાં આવી હતી.આરબીઆઈ દ્વારા છેલ્લા 5 મહિનાથી 2000 રૂપિયાની નોટનું પ્રિન્ટીંગ અટકાવી દેવામાં આવ્યું છે.અને 2૦૦ રૂપિયાની નવી નોટો પર ફોકસ કરવામાં આવી રહ્યું છે.

સુત્રોના જણાવ્યા મુજબ 2૦૦ની નવી નોટ ઓગસ્ટ મહિનામાં આવશે.સાથે સાથે એ પણ જણાવ્યું હતું કે 2000ની નોટ બંધ કરવામાં નહિ આવે.RBIના આકડા મુજબ અત્યાસુધી 370 કરોડ કિમતની 2000 રૂપિયાની નવી કરન્સી પ્રિન્ટ કરવામાં આવી ચુકી છે.આ કરન્સીની કિમત 7.4ટ્રીલીયન છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.