Abtak Media Google News

અમરેલી ડો. કલામ ઇનોવેટિવ વર્ક અમરેલી  અને ડીવાઇનેક્ષ ફાર્માકોર દ્વારા વિશ્વ ડોક્ટર દીવસ ની ઉજવણી કરવામાં આવી. તારીખ ૧ જુલાઈ બુધવાર એટલે વિશ્વ ડોક્ટર દિવસ. આ કોરોના ની મહામારી ના સમય માં પોતાના જીવન ને જોખમ માં મૂકી અને ડોક્ટરો દેવદૂત બની માનવજાત ની સેવા કરી રહ્યા છે. અને સમગ્ર વિશ્વ માં ડોક્ટર ની આ કામગીરી ની ખૂબ સરાહના થઈ રહી છે ત્યારે હંમેશા કંઇક નવીનત્તમ કાર્ય કરવા માટે અમરેલી ની જાણીતી સંસ્થા ડો. કલામ ઇનોવેટીવ વર્ક ના યુવાનો દ્વારા ડીવાઈનેક્ષ ફાર્મા સાથે મળી અને આપણા રીયલ હીરો જે કોરોના ની જંગ ના સાચા યોદ્ધા બની અને અવિરત પણે આપણી સેવા કરી રહ્યા છે તેવા ડોક્ટરો ડો.ભરત કાનાબાર, ડો.હર્ષદ રાઠોડ, ડો.ભાવેશ દવે,ડો.બી.કે મહેતા, ડો. ઉનડકટ, ડો. રસપુત્રા, ડો.વીરેન્દ્ર ધાખડા, ડો.ચિરાગ વામજા, ડો. ઘોડાસરા, ડો. વિજય વાળા, ડો.ભાવેશ મહેતા, ડો. નીતિન ત્રિવેદીની મુલાકાત લઈ અને તેમના આરોગ્ય ની જાણવણી કરતી સેફ્ટી કીટ અર્પણ કરી અને વિશ્વ ડોક્ટર દિવસ ની શુભેચ્છા અર્પણ કરી અનેરી ઉજવણી કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.