Abtak Media Google News

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું આઠ વર્ષની ટોચે 1800 ડોલર ઉપર 1815 ડોલર પહોંચતા સ્થાનિકમાં અમદાવાદ ખાતે પ્રતિ 10 ગ્રામ રૂ1000 વધી રૂ.51000ની સપાટી વટાવી.

જ્યારે ચાંદી પણ પ્રતિ કિલોગ્રામ રૂ.1000 ઉછળી રૂ.50500 પહોંચી છે. કોરોના મહામારીના સેકન્ડ વેવની શરૂઆત થતા હેજફંડ્સ, ગોલ્ડ ઇટીએફમાં વૈશ્વિક રોકાણકારોનું આકર્ષણ વધ્યું છે જેના પરિણામે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું આઠ વર્ષની નવી ઉચાઇ પર 1800 ડોલર ક્રોસ થયું છે. બૂલિયન એનાલિસ્ટોના મતે 1800 ડોલર ઉપર બંધ આવતા વધી 1830 ડોલર અને ત્યાર બાદ લોંગટર્મ 1900 ડોલર સુધી જઇ શકે છે.

Gold Priceસોનામાં સ્થાનિક બજારમાં છેલ્લા એક વર્ષમાં 50 ટકાની તેજી જોવા મળી છે. ગતવર્ષે જૂલાઇ માસમાં સોનું 34000-35000ની રેન્જમાં હતું જે વધીને આ વર્ષે અત્યારે રૂ.51000 પહોંચ્યું છે. સતત વધી રહેલી કિંમતના કારણે જ્વેલરીમાં ડિમાન્ડ ઘટી છે તેમજ ગોલ્ડની હાજર માંગની તુલનાએ એક્સચેન્જ ટ્રેડેડ ફંડમાં રોકાણકારોનું બાઇંગ સતત વધી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.