Abtak Media Google News

પોલીસની ખોટી ઓળખ આપી પૈસા પડાવાનુ કારસ્તાન: ચાર યુવાનોને શિકાર બનાવ્યાની કબુલાત

ખંભાળિયામાં છેલ્લા ચાર માસથી કોઇ અજાણી મહિલા યુવાનોને ફોન કરી પ્રેમઝાળમાં ફસાવી ખંભાળીયા અવાવરુ જગ્યાએ મળવા બોલાવી પોતાના સાત સાગરિતો સાથે મળી પૈસા પડાવી હનીટ્રેપમાં યુવાનોને ફસાવાનુ કાસ્તાનમાં ખંભાળીયા પોલીસે એક મહિલા સહિત આઠ શખ્સોને ઝડપી પાડયા હતા. પોલીસની ખોટી ઓળખ આપી પોલીસ કેસમાં ફસાવી બદનામ કરવાની ધમકી આપી શિકાર કરતી ગેગને રૂ.૧૦,૦૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. અગાઉ ચાર યુવાનોને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવ્યાની કબુલાત આપી છે.

આ અંગેની મુજબ વિગત મુજબ જિલ્લા પોલીસ વડા રોહન આનંદની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક હિરેન્દ્ર ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ ખંભાળીયા ટાઉનમાં છેલ્લા ચારેક માસના સમયગાળા દરમ્યાન કોઇ અજાણી સ્ત્રી મોબાઇલ દ્વારા અલગ અલગ પુરૂષોને ફોન કરી તેમની સાથે મધુરતાથી મીઠી-મીઠી વાતો કરી પોતાની મોહજાળમાં ફસાવી ત્યારબાદ તે પુરૂષોને ખંભાળીયા બોલાવી પોતે તકલીફમાં હોવાનો ઢોગ રચી તેમને ખાલી પડેલ રહેણાક મકાનમાં લઇ જઇ બાદ તેમના મળતીયાઓ સાથે મળી પૂર્ણ આયોજીત કાવતરૂ ઘડી આ અંગે તેમના મળતીયાઓને જાણ કરી તેમના મળતીયાઓ તેમની પાસે જઇ બાદ તેઓ આ પુરૂષોને પોતાન પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી તેમને ડરાવી ધમકાવી તેમની પર કેસ કરી બદનામ કરવાની ધમકી આપી તેમની પાસેથી નાણા પડાવવા હોવાની હકિકત ધ્યાન પર આવેલ જે આધારે તા.૪ના રોજ દેવભૂમી દ્વારકા એસ.ઓ.જી. શાખાના પોલીસ સ્ટાફના માણસો ખંભાળીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન તેઓએ ખાનગી હકિકતના આધારે ખંભાળીયા-જામનગર રોડ ઉપર હીરો મો.સા.નાશો રૂમની પાછળ જી.આઇ.ડી.સી. વિસ્તારમાં આ હની ટ્રેપ કરતી મહિલા તથા તેમના મળતીયાઓ ભેગા થયેલા હોય જેથી તે જગ્યાએ રેઇડ કરી હની ટ્રેપ કરતી મહિલા તથા તેમની સાથેના બીજા ૭ ઇશમદન. પકડી પાડેલા ખંભાળીયાના જેમા લાખા ચુડાસમા, પ્રવિણ પરષોતર કણઝારીયા, કેતન નકુમ, પ્રફુલ ઉર્ફે ધમો લાલજી, જતીન ઉફે ભીખો નરેશ મકવાણા, સુનીલ વશરામ નકુમ, હિતેશ કરણા ચાવડા, અને હેતલ ડો. ઓફ વિનુ લીંબડી ગામેની તા. કલ્યાણપુર વળાઓને તેઓએ ગુન્હાના કામે ઉપયોગમાં લિધેલ મોબાઇલ ફોન નંગ ૮ કિ.રૂ.૩૪,૦૦૦ તથા તેઓએ હની ટ્રેપમાં ભોગ બનનાર પાસેથ બળજબરીથી કઢાવેલ રૂ.૬,૦૦૦ મળી કુલ કિ.૧૦,૦૦૦ મુદ્દામાલ સાથે પકડી પાડી આ ઉપરોકત તમામ આરોપીઓને આગળની કાર્યવાહી કરવા અંગે ખંભાળીયા પોલીસ સ્ટેશના પો.સ્ટાફ દ્વારા આ ઉ૫રોકત તમામ આરોપીઓની પુછપરછ કરતા આરોપીઓએ સદરહુ ગુન્હાની કબુલાત આપેલી અને આ ઉપરાત પણ અગાઉ બીજા ચારેક અન્ય પુરૂષોને પણ આવી રીત. પોતાની માયાજાળમાં ફસાવેલ હોવાની કબુલાત આપેલી અને આરોપી પ્રવિણ પરષોતમ કણઝારીયા પોતાની પી.એસ. આઇ. તરીકેની આરોપી કેતન નમુક પોતાની જમાદાર તરીકેની ખોટી ઓળખ આપી તથા તેમની સાથેના બીજા આરોપીઓ તેમને આ કામમા મદદ કરવા હોવાની કબુલાત આપી છે.

આ સમગ્ર કામગીરી દેવભૂમી દ્વારકા એસ.ઓ.જીફ શાખાના પો.ઇન્સ જે.એમ.પટેલ સાહેબ તથા એસ.ઓ.જી. શાખાના એએસઆઇ એમ.આઇ.બ્લોચ, તથા અન્ય પોલીસ સ્ટાફ તથા ખંભાળીયા પોલીસ સ્ટેશના પો.ઇન્સ જી.આર.ગઢવી સાહેબ તથા પો.સબ. ઇન્સ, એ.આર.ઝાલા સાહેબ તથા પો.હેડ. કોન્સ દિપકભાઇ રાવલીયા તથા પ્રવિણભાઇ ગોજીયા તથા પો.કોન્સ ગોવિંદભાઇ કરમુર નાઓ દ્વારા કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.