Abtak Media Google News

જામનગર GPCBનાં અધિકારી પર ACBએ સકંજો કસ્યો છે. GPCBનાં કલાસ વન ઓફિસર બી.જી.સુતરેજા ACBનાં સકંજામાં આવી ગયા છે અને બી.જી.સુતરેજા પાસેથી ACBને રૂ.5 લાખથી વધુની રોકડ રકમ મળી આવી છે.

ACB GPCBનાં કલાસ-1 ઓફિસરનો સંકજો લઈ વધુ તપાસ હાથ ધરી છે.ત્યારે ACBએ ગત મોડી રાત્રે જામનગરથી અમદાવાદ આવેલા અધિકારીની તપાસ કરતાં બી.જી.સુતરેજા પાસેથી લાખોની રોકડ રકમ મળી આવી હતી. બી.જી.સુતરેજા જામનગરમાં ફરજ બજાવે છે અને હાલતમાં તેઓ અમદાવાદમાં રહે છે.

ACB પાસે માહિતી હતી કે સુતરેજા લાખોની રકમ લઈને દર અઠવાડિયે અમદાવાદ આવે છે. જેથી બાતમીના આધારે ACB ઓપરેશન પાર પાડ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન ACB સ્ટાફને કલાસ વન ઓફિસર પાસેથી 5 લાખથી વધુની રકમ મળી આવી હતી.

આટલી મોટી રકમ મળી હોય તેવી આ પ્રથમ ઘટના છે. જેથી ACB અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરશે. હાલ જામનગરના GPCBના ઓફિસરની પૂછપરછ ચાલી રહી છે અને પૂછપરછ દરમિયાન અન્ય અધિકારીઓના નામ બહાર આવે તેવી શક્યતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.