Abtak Media Google News

એટીએસએ ઝડપેલા ત્રણેય શખ્સો જામનગર પોલીસ હવાલે

જયેશે દોઢ કરોડમાં સોપારી આપી ત્રણેયને ૧-૧ લાખ એડવાન્સ દીધા હતા.

જામનગરમાં ૩ તારીખના રોજ બિલ્ડર પર થયેલ ફાયરીંગ પ્રકરણમાં જામનગરના કુખ્યાત રજાક સોપારી અને તેના ભાઈની સંડોવણી ખુલવા પામી છે. એક આરોપી સાથે જીલ્લા જેલમાં થયેલ મિત્રતા બાદ રજાક સોપારીએ  તેના ભાઈ મારફતે આરોપીઓને દોઢ કરોડની સોપારી નક્કી કરાવી હતી

જામનગરમાં ગત તા.૩ના રોજ  કૃષ્ણાપાર્ક માં બિલ્ડર ગીરીશ ડેર પર અજાણ્યા ત્રણ સખ્સોએ ફાયરિગ કરી હત્યા નીપજાવવાનો પ્રયાસ કરવાના  બનાવ ને પગલે  સનસનાટી મચી જવા પામી હતી. દરમિયાન અમદાવાદ એટીએસની ટીમે આ પ્રકરણમાં સંડોવાયેલ ત્રણ આરોપીઓ હિતેશ ઉર્ફે હિતુભા ઝાલા, સંજય બારડ અને પ્રવીણ ઉર્ફે વાળા નામના સખ્સોને પકડી પાડી જામનગર પોલીસના હવાલે કરાયા હતા.

આ પ્રકરણમાં મુખ્ય આરોપી એવા જયેશ પટેલ, કુખ્યાત રજાક સોપારી અને હિતુભા ઝાલા અને જશપાલસિંહ જાડેજા વચ્ચે વર્ષ ૨૦૧૬માં જેલમાં મુલાકાત થઇ હતી, પોતાને ક્રિષ્નાપાર્કવાળી જમીનનો લોચો પડ્યો હોવાનું જણાવતા રજા કે તેના ભાઈ હુશેન મારફતે હયિાર મોકલાવ્યું હતું, જે હથિયાર હિતુભાને સપ્લાય કરવામાં આવ્યું હતું. જેના સહારે હિતુભા અને અને અન્ય અઆરોપીએ આ સમગ્ર બનાવને અંજામ આપ્યો હતો. જેને લઈને જયેશે દોઢ કરોડનો સોપારી પણ નક્કી કરી હતી. અને એડવાન્સ પેટે ત્રણેય સખ્સોને એક લાખ રૂપિયા આપવામાં આવ્યા હોવાનુ સામે આવ્યું છે. ત્રણેય સખ્સો પેલી તારીખે જ જામનગર આવી ગયા હતા. અને હોટેલમાં રોકાયા હતા. ઘટના ને અંજામ આપ્યા બાદ   બધા આરોપીઓ અલગ અલગ દિશાઓ માં ફરાર થઈ ગયા હતા અને ત્યાર બાદ આરોપીઓ નેપાળ ભાગી જવાની ફિરાકમાં હોવાની વાત ધ્યાને આવતા એટીએસને જાણ કરવામાં આવી હતી જેને લઈને એટીએસની ટીમે આરોપીઓને અમદાવાદ ખાતે જ દબોચી લીધા હતા. હાલ આ આરોપીઓ આઠ દિવસના રિમાન્ડ પર છે.આ ત્રણ શૂટર ઉપરાંત જસપાલસિંહ જાડેજાની પણ જામનગર પોલીસે ધરપકડ કરી લીધી છે. જયારે રજાક અને તેના ભાઈ તેમજ જયેશ સુધી પહોચવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.