Abtak Media Google News

જામનગરની એસ.ઓ.જી શાખાની ટીમ દ્વારા તહેવારોને અનુલક્ષીને શહેરમાં પેટ્રોલીંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન વાહનચોર બેલડી એસ.ઓ.જી.ના સકંજામાં આવી ગઈ છે. તેઓએ જામનગર શહેરમાંથી ત્રણ વાહનોની ચોરી કર્યાની કબુલાત આપી છે. જે ત્રણેય વાહનો એસઓજીની ટીમે કબજે કર્યા છે, અને વધુ પૂછપરછ હાથ ધરી છે.

જામનગરની એસ.ઓ.જી શાખાની ટુકડી દ્વારા સાતમ-આઠમના તહેવારને અનુલક્ષીને શહેરમાં પેટ્રોલીંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન એસઓજીની ટીમે બે શંકાસ્પદ શખ્સોને અટકાવીને પૂછપરછ કરતાં અને તેના કબજામાં રહેલા વાહનના કાગળો માંગતા તેઓએ પોતાની પાસે રહેલું બાઈક ચોરાઉ હોવાનું કબુલ કર્યું હતું.

એસઓજીની ટીમે બંનેના નામ પુછતાં એકનું નામ મિજાન ઈબ્રાહીમ ખફી અને લાખાબાવળનો રહેવાસી તેમજ બીજાનું નામ અનવર હારૃનભાઇ કુરેશી અને ઢિચડા રીંગ રોડ પર રહેતો હોવાનું કબૂલ્યું હતું. પોલીસે બંનેની વિશેષ પૂછપરછ હાથ ધરી હતી, જેમાં તેઓએ જામનગર શહેર માંથી એક એક્ટીવા સ્કુટર અને બે મોટરસાઈકલ ચોરી કર્યા હોવાની કબુલાત આપી હતી, અને ત્રણેય વાહનો કાઢી આપતાં એસઓજીની ટીમે ત્રણેય ચોરાઉ વાહનો કબજે કરી લઈ બંને શખ્સોની વિશેષ પૂછપરછ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.