Abtak Media Google News

તાજેતરમાં લાયન્સ કલબ ખંભાળીયાના આગામી લાયન્સ કલબ વર્ષ ૨૦૨૧ ના હોદેોદારોએ શપશ વિધિ સમારંભ યોજવામાં આવેલ હતો.

આગામી વર્ષના પ્રમુખ તરીકે વિનુભાઇ બચ્છાની અને ઉપપ્રમુખ તરીકે મનસુખભાઇ નકુમ, ભાવેશભાઇ વિઠલાણી તથા યોગેશભાઇ મોટાણી તેમજ સેક્રેટરી તરીકે મહેન્દ્રભાઇ જોશી, જોઇન્ટ સેક્રેટરી તરીકે સંજયભાઇ બચ્છા તથા ટ્રેઝરર તરીકે રાજીવભાઇ બચ્છા અને જોઇન્ટ ટ્રેઝરર તરીકે મિલનભાઇ સાયાણીની વરણી કરવામાં આવેલ છે.

હાલની પરિસ્થિતિને અનુલક્ષીને સાદગી પૂર્ણ સમારંભમાં લાયન પ્રમુખ વિનુભાઇ બચ્છા અને તેઓની ટીમને લાયન્સ કલબ ઇન્ટરનેશનના સૌરાષ્ટ્ર-કચ્છ વિભાગના પૂર્વ ગવર્નર ધીરેનભાઇ બદિયાણીએ તેઓની આગવી શૈલીમાં હોદાના શપથ ગ્રહણ કરાયેલ હતું.

કાર્યક્રમની શરુઆતના રાષ્ટ્ર ઘ્વજ વંદના કવિન્દ્રભાઇ ગોકાણી એ કરાવ્યા બાદ વિદાઇ લઇ રહેલા પ્રમુખ ડો. શાલિનભાઇ પટેલે સૌને આવકારી સ્વાગત પ્રવચન કરેલ.

ગત વર્ષની પ્રવૃતિઓનો અહેવાલ સેક્રેટરી હાકાભા જામે આપેલ આગામી વર્ષના વરાયેલા પ્રમુખ વિનુભાઇ બચ્છાએ પ્રતિભાવમાં અનેકવિધ પ્રવૃતિઓ કરવા જણાવી હાલની પરિસ્થિતિ કોરોના વિષે જાગૃતિ લઇ આવી વધુને વધુ આ બાબત લોકોને જાણકારી મળી રહે તેવા પ્રયત્નો કરવા જણાવેલ તેમજ પ્રમુખ તરીકે તેઓમાં વિશ્ર્વાસ મૂકવા બદલ સૌ સભ્યોનો આભાર વ્યકત કરેલ અંતમાં આભાર દર્શન વરાયેલા સેક્રેટરી મહેન્દ્રભાઇ જોશીએ કરેલ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંજયભાઇ બચ્છાએ કરેલ. આ પ્રસંગે શહેરમાંથી તેમજ ડિસ્ટ્રીકટ માંથી અનેક વિધ અગ્રણીઓના શુભેચ્છા સંદેશા વિનુભાઇ બચ્છાને મળેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.