Abtak Media Google News

રૂ.૫૮ હજારના મુદામાલ સાથે શખ્સો ઝબ્બે

મોવાણ ગામના પાટીયા પાસે આવતા સાથેના પોલીસ કોન્સ્ટેબલ સુખદેવસિંહ જાડેજા તથા હરદિપસિંહ જાડેજાને ખાનગીરાહે હકિકત મળેલ કે વડત્રા ગામમાં ડેલી ફળિયામાં રહેતો વિક્રમ ખીમાભાઈ ચાવડા પોતાના ભાડાના મકાનમાં બહારથી માણસો બોલાવી ગંજીપતાના પાના પૈસા વડે હારજીત કરી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. તેવી હકિકત મળેલ હોય તે આધારે વડત્રાગામમાં ડેલી ફળિયામાં વિક્રમ ખીમાભાઈ ચાવડાના ભાડાના મકાનમાં રેડ કરતા આરોપી વિક્રમ ખીમાભાઈ ચાવડા રહે.

વડત્રાગામ ડેલીફળિયું તા.ખંભાળીયા, પબાભાઈ ખીમાભાઈ ચાવડા રહે.વડત્રાગામ તા.ખંભાળીયા, પરબતભાઈ ઉકાભાઈ ચાવડા રહે.વડત્રાગામ ખજુરીયાવાડી વિસ્તાર તા.ખંભાળીયા, હમીરભાઈ દેવરખીભાઈ વસરા રહે.વડત્રાગામ વાડી વિસ્તાર ધીગેશ્વર મહાદેવના મંદિરના રસ્તે તા.ખંભાળીયા, ખીમાભાઈ એભાભાઈ ચાવડા રહે.વડત્રાગામ તા.ખંભાળીયાવાળાઓને કુલ રોકડ રૂ.૫૧,૫૭૦ તથા મો.ફોન નં.૬ કિ.રૂ.૬૫૦૦ તથા ગજીપતાના પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ રૂ.૫૮,૦૭૦/-ના મુદામાલ સાથે પકડી પાડી જુગારધારા કલમ ૪,૫ મુજબ ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.