Abtak Media Google News

રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા તાજેતરમાં આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાના લાભાર્થીઓને મહાનુભાવોનાં હસ્તે ચેક વિતરણ કરાયું હતું.

બેંકની રાજકોટની કોઠારીયા રોડ ઉપરની શાખામાં રાજકોટ-૧નાં ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ અને રાજકોટ મહાનગરપાલિકાનાં મેયર બીનાબેન આચાર્યનાં હસ્તે ૧૦-૧૦ લાભાર્થીને ચેક એનાયત કરાયા હતા.

પ્રાસંગિકમાં ગોવિંભાઇ પટેલે જણાવ્યું હતું કે, ‘વૈશ્વિક મહામારી કોરોનાના સંકટ સમયમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આર્થિક પેકેજ જાહેર કર્યું છે. તેવી જ રીતે ગુજરાતનાં સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ  આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અમલમાં મુકી છે. આ યોજના વ્યવસાયમાં આર્થિક ટેકો આપે છે.’

બીનાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, ‘રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. ‘નાના માણસની મોટી બેંક’ તરીકે ઓળખાય છે. આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનામાં અગ્રેસર કામગીરીથી ખરા અર્થમાં સૂત્ર ચરિર્તા કરો છો.’

બેંકના વાઇસ ચેરમેન જીવણભાઇ પટેલે જણાવ્યું હતું કે, ‘સહકારી અગ્રણી જ્યોતીન્દ્રભાઇ મહેતા અને ગુજરાતનાં  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વિશેષ કાળજી લઇ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના બનાવી છે. બેંકના ચેરમેન નલિનભાઇ વસાનાં માર્ગદર્શની આ યોજનાનો બેંકે સફળતાથી અમલ ર્ક્યો છે. વધુને વધુ લોકો આ યોજનાને લાભ મેળવશે એવી આશા છે.’

આ તકે જીવણભાઇ પટેલ (વાઇસ ચેરમેન), કિર્તીદાબેન જાદવ (ડિરેકટર), શાખા વિકાસ સમિતિમાંથી કલ્પેશભાઇ ગજ્જર (ક્નવીનર), સરોજબેન રૂપાપરા (સહ-ક્નવીનર), ડો. એન. જે. મેઘાણી, પ્રશાંતભાઇ જોશી, હરેશભાઇ રાયચુરા,  જયેશભાઇ ચાવડા, વિશેષમાં પ્રશાંતભાઇ વાણી (સહ-ક્ધવીનર, રૈયા રોડ શાખા વિકાસ સમિતિ) ઉપરાંત ગૌરવભાઇ વજાણી (ડી.સી.એમ.), નિરજભાઇ વૈઠા (મેનેજર) અને નાગરિક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.