Abtak Media Google News

બેંકિંગ વ્યવહાર પર અસર પડવાની શકયતા

ઓગસ્ટ મહિના પાંચ રવિવારની સાથે અનેક તહેવારો હોવાના લીધે ૩૧ દિવસમાંથી ૧૧ દિવસ બેંક બંધ રહેવાની છે. તેથી આ ૧૧ દિવસ દરમિયાન બેંકિંગ વ્યવહાર પર અસર પડવાની શકયતા રહેલી છે.

ઓગસ્ટ માસમાં અનેક તહેવારો આવતા હોવાના લીધે આ તહેવારોની ઉજવણી નહીં કરવાની જાહેરાત પણ રાજય સરકાર દ્વારા કરવામાં આવી છે. જયારે ઓગસ્ટ માસમાં ૧૧ દિવસ સુધી બેંક બંધ રહેવાની છે. કારણ કે પાંચ રવિવાર, બીજો-ચોથો શનિવાર ઉપરાંત છ તહેવારો આવે છે. તેમાં ૧ તારીખને શનિવારે બકરી ઇદ નિમિત્ત્। બેંક બંધ રહેેશે. તે જ પ્રમાણે બીજી તારીખે રવિવાર અને સોમવારે રક્ષાબંધન છે. ૮મીને શનિવાર અને ૯મીને રવિવાર ઉપરાંત ૧૨મીને બુધવારે જન્માષ્ટમીની રજા રહેશે.

૧૫ ઓગસ્ટને શનિવાર તથા ૧૬મીને રવિવારની જાહેર રજા હોવાથી બેંક બંધ રહેશે. ૨૨ અને ૨૩ ઓગસ્ટ ચોથા શનિ- રવિની રજા છે. તેજ પ્રમાણે ૩૦મીએ રવિવારની રજા છે. ઓગસ્ટ મહિનામાં ૧૧ દિવસ સુધી બેંકનંુ કામકાજ બંધ રહેવાને કારણે ચેક કિલયરિંગ થવામાં વેપારીઓએ હવે રાહ જોવી પડશે. જોકે કોરોનાને કારણે હાલ પણ બેંકિંગ કામકાજ બહુ ઓછું જ થઇ રહ્યું હોવાથી ૧૧ દિવસ બેંક બંધ રહેવા છતાં વેપારીઓને તકલીફ નહીં પડે તેવું હાલ તો દેખાઇ રહ્યું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.