Abtak Media Google News

૨૦૧૨ બાદ પ્રથમ વખત ચાંદી ઐતિહાસિક સપાટીએ: સોનામાં પણ તેજી બરકરાર

સોના અને ચાંદીના વાયદામાં છેલ્લા ત્રણ દિવસથી વધારો જોવા મળ્યો છે. સામાન્ય રીતે તો બન્ને ધાતુના ભાવ આંતરરાષ્ટ્રીય સ્તરે છેલ્લા ત્રણ મહિનાથી સતત વધ્યા છે પરંતુ વાયદામાં આવેલી તેજીના કારણે ભાવ અત્યારે ઐતિહાસિક ટોચે પહોંચી ગયા છે. એક તરફ સોનાનો ભાવ ૫૫૦૦૦ની નજીક છે. બીજી તરફ ચાંદીમાં પણ તેજી લાંબા સમયથી બરકરાર રહી છે ત્યારે ચાંદીનો કિલોનો ભાવ ૬૯૮૭૩ જેટલો છે. ૭૦,૦૦૦ની સપાટીને તોડવાની તૈયારીમાં છે.

કોરોના સંક્રમણના કારણે વૈશ્ર્વિક અર્થતંત્ર પર જોખમ તોળાયેલું છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય રાજકારણ પણ અમેરિકા, ચીન અને ભારત સહિતના દેશોના તનાવના કારણે ગરમાયું છે. આવી સ્થિતિમાં સોનામાં તેજી રહી છે. જ્યારે જ્યારે વૈશ્ર્વિક તનાવ વધે ત્યારે સોના તરફ રોકાણની દોટ જોવા મળે છે. જેના પરિણામે સોનુ સપાટીઓ કુદાવી ઉપર ઉઠે છે. અત્યારે સોનામાં આવેલી તેજી ગ્રાહકોના કારણે નથી પરંતુ આંતરરાષ્ટ્રીય સમીકરણોના કારણે છે.  ઓકટોબરના કોન્ટ્રાકટમાં ગોલ્ડ ફીચર ૫૪૪૮૦એ હતું. અગાઉ ૫૪૩૯૨એ બંધ રહ્યાં બાદ આજે જરાક ઉંચકાયું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાએ ૨૦૦૨ ડોલરની સપાટી તોટી હતી. ઓગષ્ટ કોન્ટ્રાક આજે એકસ્પાયર થઈ રહ્યો છે. ત્યારે પ્રિમીયમમાં પણ ઉછાળો આવે તેવી ધારણા છે. જુલાઈમાં જ સોનુ ૫૫,૦૦૦ નજીક પહોંચી ગયું હતું. ચાંદીના ભાવમાં પણ તોફાની તેજી જોવા મળી હતી. ૮ વર્ષમાં ચાંદી બીજી વખત ૬૨,૦૦૦ના આંકડાને સ્પર્શી ગયું હતું. હવે તો તેના ચઢાણ ૭૦,૦૦૦ નજીક છે. વર્ષ ૨૦૧૨માં ચાંદીનો ભાવ વિક્રમી ૭૦,૦૦૦ રૂપિયા કિલો પર પહોંચી ગયો હતો. આ ચાલુ મહિનામાં ચાંદીનો ભાવ ફરીથી રેકોર્ડ તોડશે તેવી ધારણા સેવાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.