Abtak Media Google News

પશ્ચિમ કચ્છ એસ.પી. કચેરીએ ગાર્ડ ઓફ ઓનર આપી ઉષ્માભેર કરાયું સ્વાગત

પોલીસ વડા સૌરભ તોલંબિયાની બદલી થયા બાદ તેમની જગ્યાએ નવનિયુક્ત  એસ.પી સૌરભસિંઘે એ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો. પશ્ચિમ કચ્છ એસપી કચેરી ખાતે સૌરભસિંઘને ગાર્ડ ઓફ ઓનર આપીને ઉષ્માભેર આવકાર આપવામાં આવ્યો હતો. તાજેતરમાં આઈપીએસ અધિકારીઓની કરાયેલી બદલીમાં તેમની નિમણૂક જુનાગઢથી પશ્ચિમ કચ્છના એસપી તરીકે કરાઈ હતી. જેમાં પશ્ચિમ કચ્છના એસપી સૌરભ તોલંબિયાની સીઆઈડી ક્રાઈમ ગાંધીનગરના એસપી તરીકે કરાઈ હતી. અને તેમના સ્થાને જુનાગઢના એસપી સૌરભસિંઘની નવનિયુક્તિ પશ્ચિમ કચ્છ એસપી તરીકે થઈ હતી ત્યારે પશ્ચિમ કચ્છના નવા એસપી સૌરભસિંઘ પશ્ચિમ કચ્છ એસપી કચેરી ખાતે પોલીસ જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપીને ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. એસપી સૌરભસિંઘે પશ્ચિમ કચ્છ એસપી કચેરીની વિવિધ શાખાઓની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું

કરપ્શન કરનાર પોલીસ સ્ટેશનના કર્મચારી માટે તેઓ કડક વલણ અપનાવે એવું પણ ચર્ચાઈ રહ્યું છે. પશ્ચિમ કચ્છ સરહદી વિસ્તાર હોતા દરિયાઈ અને રણ સરહદમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા અનિવાર્ય છે ત્યારે કચ્છમાં સરહદી સુરક્ષાને ફરી પ્રાધાન્ય આપવામાં આવશે. આ ઉપરાંત કાયદો વ્યવસ્થા જાળવવામાં કડક છાપ ધરાવતા એસપીને કારણે અરજદારો તેમજ લોકોને ન્યાય મળશે એવું કહેવામાં આવી રહ્યું હતું. પશ્ચિમ કચ્છના નવનિયુક્ત એસપીને આવકાર આપવા ડીવાયએસપી જે.એમ.પંચાલ, ભુજ એ-ડિવિઝન પીઆઈ  બારોટ, બી-ડિવિઝન પીઆઈ વસાવા તેમજ  પીએસઆઈ સહિત ના અધિકારી-કર્મચારીઓ હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.