Abtak Media Google News

નીતિ આયોગ દ્વારા પુછવામાં આવેલાપ્રશ્ન બાદ રેલવે બોર્ડનો ખુલાસો

ભારત દેશમાં દુર્ઘટના અનેકવિધ વખત થતી જોવા મળે છે ત્યારે રેલવે એકસીડેન્ટમાં મૃત્યુ નિપજવાનો આંકડો પણ ખુબ જ વધુ છે. નીતિ આયોગ દ્વારા પ્રશ્ર્ન પુછવામાં આવ્યો હતો રેલવેને કે ગત ત્રણ વર્ષમાં રેલવે દુર્ઘટનામાં કેટલા લોકોના મૃત્યુ નિપજયા છે ત્યારે પ્રશ્ર્નના જવાબમાં રેલવે બોર્ડે માહિતી આપતા જણાવ્યું હતું કે, પાટા ઓળંગતી વખતે ટ્રેનની હડફેટે આવી જનારા લોકોની સંખ્યા ૩૦ હજારે પહોંચી છે. માહિતી મુજબ ગત વર્ષે રેલવે વિભાગે ફેટાલીટીનો આંકડો ઝીરો દેખાડયો હતો જેની સામે નીતિ આયોગ દ્વારા પ્રશ્ર્ન પુછવામાં આવ્યો હોવાનું સામે આવે છે. રેલવે બોર્ડના ચેરમેન વી.કે.યાદવે નીતિ આયોગના અમિતાભકાંત દ્વારા પુછવામાં આવેલા પ્રશ્ર્નોના જવાબમાં જણાવ્યું હતું કે, આંકડા જે રેલવે વિભાગ દ્વારા જણાવવામાં આવ્યા છે તેમાં સહેજ પણ તથ્ય દેખાતુ નથી. આ પ્રશ્ર્નને કારણ આપતા નીતિ આયોગે કહ્યું હતું કે, પ્રતિ વર્ષ મુંબઈનાં સબ અર્બન એરીયામાં હજારો મોત નીપજે છે તો ફેટાલીટી ઝીરો એટલે કે શૂન્ય કેવી રીતે હોય શકે ?

નીતિ આયોગના સીઈઓ અમિતાભકાંતે જણાવ્યું હતું કે, ઘણાખરા મોત પ્લેટફોર્મ ઉપરથી પડી જવાના કારણે પણ નીપજે છે તે તમામ આંકડાઓને રેલવે મંત્રાલયે ઓફિશીયલી એટલે કે અધિકૃત રીતે તેની નોંધણી કરવી જોઈએ. આ પ્રશ્ર્નના જવાબમાં રેલવે બોર્ડના ચેરમેન વી.કે.યાદવે જણાવ્યું હતું કે, રેલવે તમામ પ્રકારના મૃત્યુનો રેકોર્ડ રાખે છે કે જે રેલવે પ્રિમાઈસીસમાં થયું હોય અથવા તો રેલવેને સંલગ્ન જગ્યામાં થયેલું હોય. રેલવે બોર્ડના ચેરમેન દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ગત ૩ વર્ષમાં ૨૯ થી ૩૦ હજાર જેટલા લોકો પાટા ઓળંગતી વખતે ટ્રેનની હડફેટે આવીને મોતને ભેટયા હોય તે આંકડો પણ નોંધાયેલો છે. તેમના જણાવ્યા મુજબ હાલ આ આંકડાને નીતિ આયોગને રીપોર્ટ મારફતે પહોંચાડવામાં આવશે. વર્ષ ૨૦૧૮માં થયેલી અમૃતસર દુર્ઘટનામાં ૫૯ લોકોના મૃત્યુ નિપજયા હતા જયારે ૧૦૦ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમાં એક સાથે બે પેસેન્જર ટ્રેન પસાર થતા આ દુર્ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે.

રેલવે બોર્ડના સીઈઓ વાય.કે.યાદવનાં જણાવ્યા પ્રમાણે પ્રતિ વર્ષ આ પ્રકારની દુર્ઘટનામાં લોકોના જે મૃત્યુ નિપજે છે તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રેલવે બોર્ડ દ્વારા સ્ટેટમેન્ટને જાહેર કરતા માહિતી આપવામાં આવી હતી કે, પ્રતિ વર્ષ ૮૦૦ કરોડ લોકોએ ટ્રેનમાં મુસાફરી કરી હતી જેમાંથી એક પણ દુર્ઘટના ઘટી ન હોવાનું પણ સામે આવ્યું છે. આ ચિત્ર સ્પષ્ટ કરે છે કે, અનેકવિધ સુધારાઓ રેલવે બોર્ડ દ્વારા કરવામાં આવ્યા છે અને યાત્રિકોની સુરક્ષા ઉપર પણ વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. રેલવે એકસીડેન્ટનો આંકડો શૂન્યએ પહોંચ્યો છે પરંતુ જે દુર્ઘટના ઘટતી હોય તેમાં લોકો પાટા ઓળંગતા મોતને ભેટે તે પ્રકારનાં કેસોમાં વધારો જોવા મળ્યો છે પરંતુ આ તમામ મુદાને ધ્યાને લઈ લોકોએ સૌથી વધુ જાગૃત થવાની જરૂર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.