Abtak Media Google News

બાઇક પર આવેલી ત્રિપુટીએ પ્રૌઢને માર મારી રૂ.૫૫૦૦ની લૂંટ ચલાવી’તી

ધ્રોલમાં બે દિવસ પહેલા ભેંસદળ ચોકડીથી વાગુદળ તરફ જવાના રસ્તા પર બાઇક પર આવેલી ત્રિપુટીએ પ્રૌઢને માર મારી રૂ. ૫૫૦૦ લુંટી ફરાર થઇ જવાના ગુનામાં ગણતરીના કલાકોમાં જ ધ્રોલ પોલીસે બે આરોપીને ઝડપી પાડી ત્રીજાની શોધખોળ હાથ ધરી છે. ધ્રોલના મોટા ઈટાળા ગામે રહેતા પ્રૌઢ ગઈકાલે બપોરે પોતાના બાઈક પર ભેસદડ ચોકડીથી વાગુદડ જવાના રસ્તા પર હતા ત્યારે બાઈક પર આવેલી ત્રિપુટીએ પ્રૌઢને ઢીકાપાટુનો માર મારી રૂા.૫૫૦૦ રોકડા અને મોબાઈલ મળી કુલ રૂા.૨૫૦૦૦ની લૂંટ ચલાવી બાઈક પર ફરાર થઈ ગયાની ઘટના ધ્રોલ પોલીસ મથકમાં નોંધાઈ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ધ્રોલ તાલુકાના મોટા ઈટાળા ગામે રહેતા કેશુભાઈ ડાયાભાઈ મુંગરા નામના ૫૫ વર્ષના પ્રૌઢ પોતાનું જીજે૧૦બીકે-૧૬૩૩ નંબરનું બાઈક લઈ ચણોલ ફતેપર વાડીએ કપાસ જોવા જતા હતા ત્યારે બપોરે ત્રણેક વાગ્યાની આસપાસ ભેસદડ ચોકડીથી વાગુદળ તરફ જવાના રસ્તે પહોંચ્યા ત્યારે પાછળથી બાઈક પર આવેલા ત્રણ શખ્સોએ કેશુભાઈ મુંગરાને હાથ ઉંચો કરી ઉભા રાખ્યા હતા. પ્રૌઢે બાઈક ઉભુ રાખતા જ અજાણી ત્રિપુટીમાના બાઈક પર પાછળ બેઠેલા અજાણ્યા શખ્સે ઉતરી ફરિયાદી પાસે આવી ‘તારી પાસે જેટલા પૈસા હોય એ આપી દે’ તેમ કહેતા પ્રૌઢે પૈસા આપવાની ના પાડતા ત્રણેય શખસોએ કેશુભાઈ મુંગરાને ઢીકાપાટુનો માર મારી તેમની પાસે રહેલી રોકડ રૂા.૫૫૦૦ અને રૂા.૨૦,૦૦૦ની કિંમતનો મોબાઈલ લૂંટી લઈ બાઈક પર રફૂચક્કર થઈ ગયા હતા. ફ રાર આરોપી નાસ્તા હતા ત્યારે પ્રૌઢે તેમનો બાઈક નંબર જીજે૦૪-૦૦૨૮ જોઈ જતા ધ્રોલ પોલીસ મથકમાં લૂંટની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે લુંટના ગુનામાં ગણતરીના કલાકોમાં જ મુળ મઘ્યપ્રદેશના અને હાલ જામનગરમાં રહેતો જગદીશ ઉર્ફે જગો સુરમચંદ દેવકર અને તેલસિંગ જામસીંગ બોડરીયા નામના બે શખ્સોને ગણતરીના કલાકોમાં પીએસઆઇ સી.એમ. કાટેલીયા સહીતના સ્ટાફે ઝડપી પાડી રૂ. ૫૫૦૦ ના રોકડા કબ્જે કર્યા છે. જયારે ત્રીજા શખ્સ પ્રદિપસિંગ મહેડા ફરાર હોવાથી તેની શોધખોળ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.