Abtak Media Google News

સાયબર સેલ અને એસઓજીએ ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો

જૂનાગઢની યુવતિનું ફેક ફેસબુક આઇ.ડી. બનાવી ફોટાઓ વાયરલ કરનાર આરોપીને જુનાગઢ જીલ્લા સાયબર ક્રાઇમ સેલ શોધી કાઢી ગુન્હાનો પર્દાફાશ કર્યો હતો.

જે અન્વયે જૂનાગઢમાં રહેતી એક યુવતીએ સાયબર સેલને એક અરજી આપેલ જેમાં પોતાના નામનું કોઇ ઇસમે ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી પોતાના તથા કોલેજ મીત્રોના ફોટાઓ ગમે તે રીતે મેળવી પોતાની બદનામી થાય તે હેતુથી ફેક ફેસબુક એકાઉન્ટમાં અપલોડ કરી વાયરલ કરેલ જે બાબતે તપાસ કરતા સદરહુ બનાવમાં ભોગ બનનાર મહીલા હોય ગંભીરતાને ધ્યાને લઇ સાયબર સેલની ટીમ દ્વારા ફેસબુક પાસેથી આ ફેક ફેસબુક એકાઉન્ટની તમામ માહીતી મેળવી ડેટા એનાલીસીસ કરી આ ફેક ફેસબુક એકાઉન્ટ બનાવનાર આરોપીના મોબાઇલ ફોન નંબર શોધી કાઢેલ અને જૂનાગઢના જોષીપરાામાં રહેતા રવિ પરષોતમભાઇ વધાસીયા એ આ એકાઉન્ટ બનાવેલ હોવાનું જાણવા મળતાા જ એસ.ઓ. જી.એ ધોરણસરની કાર્યવા હાથ ધરી હતી.

જૂનાગઢની મહીલા અરજદારના નામનુ ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી, સામાજીક તથા અન્ય બદનામીની ગંભીરતાને ધ્યાને લઇ સાયબર સેલ દ્વારા બનાવનો પર્દાફાશ કરી સરાહનીય કામગીરી કરવામાં આવેલ હતી, આ કામગીરી એસ.ઓ.જી. પો.ઇન્સ. એચ.આઇ.ભાટી, પો.સબ ઇન્સ. જે.એમ.વાળા તેમજ  ટેકનીકલ સેલના પો.સબ ઇન્સ. એમ.જે.કોડીયાતર,  પો.હેડ કોન્સ. સામતભાઇ બારૈયા તથા દિપકભાઇ જાની તથા પો. કોન્સ. રવિરાજ વલકુભાઇ વાળા તથા શૈલેન્દ્રસીંહ સીસોદીયાનાઓ દ્વારા કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.