Abtak Media Google News

કમાણી જૈન ભવન, કોલકાતાના આંગણે ગોંડલ સંપ્રદાયના પૂ. ગુરુદેવ ધીરજમુનિ મ.સા.ની નેત્રાનંદકારી નિશ્રામાં પર્વાધિકરાજ પર્યુષણ પ્રવચન શ્રેણીનું લાઇવ પ્રસારણ કરાતાં ભાવિકોમાં હર્ષોલ્લાસ છવાયો હતો. કોરોના મહામારીના કારણે રપ ભાવિકોની મર્યાદા હતી.

પૂ. ગુરુદેવે  શ્રોતાજનોને જણાવેલ કે મેઘનું ટીપુ નદીમાં પડે તો મીઠું જળ બની જાય, સર્પના મુખમાં આવી જાય તો ઝેર રૂપે પરિણમી જાય, અને સ્વાતિ નક્ષત્રમાં છીપમાં પડે તો મોતી થઇ જાય તેમ હળુકર્મી આત્માને સત્સંગનો રંગ લાગી જાય તો કર્મોનો અંત થઇ જાય.

ડો. ચમનભાઇ જે.દેસાઇ અને જશવંતીબેન દેસઇા ફાઉન્ડેશન હ. ચંદ્રવદન દેસાઇએ લાઇવ પ્રસારણનો લાભ લીધેલ. જ્ઞાનદાનનો લાભ જયોત્સનાબેન બાબુલાલ શેઠ, જયશ્રીબેન નવીનભાઇ દોશી એ લીધેલ. મહાવીર જયંતિના મોદકનો છબલબેન અમીચંદ વોરા પરિવાર અને જીવદયા કળશનો ડો. પ્રીતી અને અતુલ, સોનલ મનીષ દોશી તરફથી લેવામાં આવેલ.

આઠે દિવસ કાજુ, ટોપરાના પ્રસાદીનો તારાબેન જેઠાલાલ મોદી અને રોકડનો દાતાઓએ લીધેલ સંવત્સરીના બપોરે ર થી ૪ આત્મ વિશુઘ્ધિ આલોયણામાં ભાવિકો ભાવવિભોર બન્યા હતા. સાતાકારી ૧૦૮ પાટની ટહેલમાં ટપોટપ દાતાઓ જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.