Abtak Media Google News

રાજકોટ શહેરની મઘ્યમાં આવેલ અતિ પ્રાચીન પંચનાથ મહાદેવ મંદિરની પવિત્ર ભુમિ પર છેલ્લા ૧૭ વર્ષથી પંચનાથ હોસ્પિટલ દ્વારા રાહત દરે નિદાન કેન્દ્ર ચાલી રહેલ છે.

હોસ્પિટલના આંખ વિભાગ દ્વારા અત્યંત નજીવા દરે નિષ્ણાંત ડોકડર્સ દ્વારા થતાં આંખના મોતિયાના ઓપરેશનમાં પ્રખ્યાત ભારતીય અને આંતરરાષ્ટ્રીય કંપનીના ફોલ્ડેબલ લેન્સ બેસાડી આપવામાં આવે છે.

આ આંખના ઓપરેશન થિયેટર ને સઁપૂર્ણ વાતાનુકુલિતની સાથે બેકટેરિયા રહિત બનાવવામાં આવેલ છે. અને તેની તમામ જરુરી મશીનરી જાણીતા દાનવીર શિવલાલભાઇ ધીરજલાલ ધાંધા પરિવાર (રાજકોટ) તરફથી અનુદાનમાં આપવામાં આવેલ છે. જયારે ફેકો મશીન હંમેશા સેવાના કાર્યને વરેલા રોટરી કલબ ઓફ રાજકોટના નામાંકિત આગેવાનો દ્વારા ઇન્સ્ટોલ કરાવી આપી સેવાકીય કાર્યને વેગ આપવામાં સફળ રહ્યા છે. હોસ્પિટલ દ્વારા ચાલતા આંખના ઓ.પી.ડી. વિભાગમાં થતા પરીક્ષણો જેવા કે આંખના નંબર, મોતિયા, પ્રેશર, પડદા, જામર તેમજ વેલની તપાસ માત્ર રૂ. ૫૦/- માં કરી આપવામાં આવે છે. છેલ્લા એક વર્ષમાં ૬૯૧૨ દર્દીઓને સચોટ રીતે તપાસીને સંતોષકારક નિદાન કરવામાં આવ્યા છે.

આ પ્રવૃતિને વેગ આપવા શિવલાલભાઇ ધીરજલાલ ધાંધા પરિવાર (રાજકોટ) તરફથી ૩૦ (ત્રીસ), અમેરિકા સ્થિત રીટાબેન સંજયભાઇ ઘોડાસરા હસ્તે (સાધનાબેન સહદેવસિંહ વાઘેલા રાજકોટ) વતી ૧૮, સ્વર્ગસ્થ ઉપેન્દ્રભાઇ પંડયાના પરિવાર દ્વારા ૯ તથા અશોકભાઇ વખારીયા તરફથી જે વ્યકિતઓના તારણહાર બનીને જે નિ:શુલ્ક આંખના મોતિયાના ઓપરેશન કરાવી આપ્યા છે.

પુણ્યતિથિ, જન્મદિન અથવા તો લગ્ન તિથિ નિમિતે પંચનાથ હોસ્પિટલમાં જે દાતા દ્વારા રૂપિયા ૨૫૦૦૦ માં ૪ અથવા તો પ૧૦૦૦ નું અનુદાન આપવામાં આવે છે. તો ૮ જરુરતમંદ વ્યકિતઓના ઓપરેશન કરાવી આપવામાં આવશે તેવું પંચનાથ સાર્વજનિક મેડીકલ ટ્રસ્ટ દ્વારા અખબારી યાદીમાં જણાવે છે.

તબીબી ક્ષેત્રના સેવાકીય યજ્ઞમાં પંચનાથ સાર્વજનીક મેડીકલ ટ્રસ્ટના યુવા પ્રમુખ દેવાંગભાઇ માંકડ, ઉપપ્રમુખ ડો. લક્ષમણભાઇ ચાવડા, માનદમંત્રી તનસુખભાઇ ઓઝા, ટ્રસ્ટીશ્રીઓ ડી.વી. મહેતા, મયુરભાઇ શાહ, વસંતભાઇ જસાણી, મહેન્દ્રસિંહ ગોહેલ, નીરજભાઇ નીતીનભાઇ મણીયાર, મિતેષભાઇ ધાંધા તથા સંદીપભાઇ ડોડીયા જેવા નામાંકિત આગેવાનો રંગીલા રાજકોટની પ્રજાને જેમ બને તેમ ઝડપથી અદ્યતન મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ અર્પણ કરવા માટે સતત કાર્યરત છે.

વધુ માહીતી પ્રાપ્ત કરવા માટે પંકજભાઇ ચગ (મો. નં. ૯૮૭૯૫ ૭૦૮૭૮) શ્રીમતિ ધૃતિબેન ધડૂકનો (હોસ્૫િટલ પર) અથવા તો હોસ્પિટલના લેન્ડ લાઇન નં. ૦૨૮૧-૨૨૩૧૨૧૫/ ૨૨૨૩૨૪૯ ઉપર સંપર્ક કરવા હોસ્પિટલ તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.